SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति: ३ चन्द्रशेखरीयाः ननु "यद्रूपविशिष्टं" इति यद् हेतुविशेषणं, तस्य अर्थः " हेतुतावच्छेदकावच्छिन्नहेतुः" इति अभिप्रेतः । तदधिकरणं लक्षणघटकम् । एवं स्वीक्रियमाणे च अव्याप्तिः भवति । तथा हि- 'धूमवान्' इति प्रतीतिर्भवति तदुपपत्त्यर्थं एवं मन्यते यदुत यत्र धूमत्वावच्छिन्नधूमनिरूपिताधिकरणता, तत्र एषा प्रतीतिर्भवति । पर्वतादौ तादृशाधिकरणतायाः सत्त्वात् तत्र तादृशी प्रतीतिर्भवति । हृदादौ तु तादृशाधिकरणतायाः असत्त्वात् न तत्र प्रतीतिर्भवति इति । किन्तु एवं सति पर्वते तादृशाधिकरणतायाः सत्त्वात् महानसीयधूमवान् इत्यपि प्रतीतिः आपद्येत । कारणस्य सत्वात् । एवं महानसेऽपि "पर्वतीयधूमवान्" इत्यपि प्रतीतिः भवतुमर्हति । तत्रापि तादृशाधिकरणतायाः सत्त्वात् । एतदापत्तिवारणाय एवं मन्यते यदुत यत्र महानसीयधूमत्वावच्छिन्नधूमनिरूपिताधिकरणता । तत्रैव 'महानसीयधूमवान्' इति प्रतीतिर्भवति नान्यत्र । एवं यत्र पर्वतीयधूमत्वावच्छिन्नधूमनिरूपिताधिकरणता, तत्रैव 'पर्वतीयधूमवान्' इति प्रतीतिर्भवति । एवं च पर्वते महानसीयधूमत्वावच्छिन्नधूमनिरूपिताधिकरतायाः असत्त्वात् न तत्र महानसीयधूमवत्ताप्रतीतिः आपद्येत । एवं च न कश्चिद् दोषः । तथा च यदि तत्तद्धूमत्वावच्छिन्नाधिकरणता अवश्यं अभ्युपगन्तव्या एव । तर्हि धूमत्वावच्छिन्नधूमनिरूपिताधिकरणता न मन्यते । यतो 'धूमवान्' इति प्रतीतिः तत्तद्धूमत्वावच्छिन्ननिरूपिताधिकरणतयैव भविष्यति । एवं धूमत्वावच्छिन्नधूमाधिकरणस्यैव अप्रसिद्ध्या तद्घटितलक्षणस्य "वह्निमान् धूमात्" इत्यादि स्थले अव्याप्तिः सुघटैव इति चेत् । ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: યરૂપવિશિષ્ટ=હેતુતાવચ્છેદકાવચ્છિન્ન એવો જ અર્થ તમને ઇષ્ટ છે. પણ એમ માનવામાં વાંધો આવે છે. "ધૂમવાન્" એવી જે પ્રતીતિ થાય છે તે માટે એમ જો માનીએ કે ધૂમત્વાવચ્છિન્નધૂમનિરૂપિતાધિકરણતા જ્યાં હોય ત્યાં ધૂમવાન્ એવી પ્રતીતિ થાય. તો પછી વાંધો એ આવશે કે મહાનસમાં ધૂમત્વાવચ્છિન્નધૂમનિરૂપિતાધિકરણતા હોવાથી મહાનસઃ પર્વતીયધૂમવાન્ એવી પ્રતીતિ પણ થવાની આપત્તિ આવે. એમ પર્વતમાં પણ ધૂમત્વાવચ્છિન્નધૂમાધિકરણતા હોવાથી પર્વતઃ મહાનસીયધૂમવાનુ પ્રતીતિ થવાની આપત્તિ પણ આવે. આ નિવા૨વા માટે એમ માનવું જ પડશે કે મહાનસીયધૂમવાન્ એવી પ્રતીતિ પ્રત્યે મહાનસીયધૂમત્વાવચ્છિન્નધૂમનિરૂપિતાધિકરણતા પ્રયોજક છે. એમ "જ્યાં પર્વતીયધૂમત્વાવચ્છિન્નધૂમનિરૂપિતઅધિક૨ણતા હોય ત્યાં જ પર્વતીયધૂમવાનું પ્રતીતિ થાય" એમ માનવાનું ૨હે છે. આમ તતધ્મત્વાવચ્છિન્નનિરૂપિતાધિકરણતા તો માનવાની જ છે. એ વિના છૂટકો નથી. હવે આવી અધિકરણતા દ્વારા જ ધૂમવાન્ એવી પ્રતીતિ પણ ઘટી જ શકે છે. એટલે કે મહાનસીયધૂમવાન્ પ્રતીતિ પ્રત્યે મહાનસીયધૂમત્વાવચ્છિન્નાધિકરણતા પ્રયોજક બને. પર્વતીયધૂમવાન્ પ્રતીતિ પ્રત્યે પર્વતીય ધૂમત્વાવચ્છિન્નાધિકરણતા પ્રયોજક બને. ચત્વરીયધૂમવાનુ પ્રતીતિ પ્રત્યે ચત્વરીયધૂમત્વાવચ્છિન્નાધિકરણતા પ્રયોજક, આ બધું માનવાનું જ છે. તો હવે "ધૂમવાનું પ્રતીતિ પ્રત્યે ધૂમત્વાવચ્છિન્નાધિકરણતા પ્રયોજક છે" એવુ માનવાની જરૂ૨ ૨હેતી નથી. કેમકે એ તો પેલી વિશિષ્ટ-અધિક૨ણતાઓ દ્વારા જ ધૂમવાન પ્રતીતિ પણ ઘટી જ શકશે. આમ ધૂમત્વાવચ્છિન્નધૂમનિરૂપિત-અધિકરણતા માનવાની કોઈ જરૂ૨ જ નથી. હવે આ ન માનીએ તો પછી તમે જે હેતુતાવચ્છેદકધૂમત્વાવચ્છિન્નધૂમાધિકરણ... નો લક્ષણમાં નિવેશ કરેલો છે. એ તો પ્રસિદ્ધ જ ન હોવાથી એ લક્ષણ વહ્નિસાધ્યકસ્થલે અવ્યાપ્ત જ બનવાનું છે. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀ ܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ♦ ૫૩ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy