SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः२ प्रतियोगितावच्छेदकता तु दंडत्व-तदितरतत्तावच्छिन्ना । अतः न सा गृह्यते । किन्तु तादृशी घटाभावीयप्रतियोगितावच्छेदकता घटत्वनिष्ठा एव गृह्यते । तदनवच्छेदकदंडत्वावच्छिन्नः यः दंडः । तदवच्छिन्नदंडिनः सामानाधिकरण्यं दंडिसंयोगे इति न कोऽपि दोषः । ચન્દ્રશેખરીયાઃ કેચિતુઃ જેમ જેમ અનુમાનમાં હેતુ અને સાધ્ય બદલાય તેમ તે તે અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાન અને અનુમિતિ વચ્ચેનો કાર્ય-કારણભાવ પણ બદલાયા જ કરે. બધી જગ્યાએ એક સરખું વ્યાપ્તિજ્ઞાન કારણ બની શકતું જ નથી. તેમ દરેક જગ્યાએ એક સરખી અનુમિતિ પણ થઈ શકતી જ નથી. એટલે સાધ્ય સાધનભેદથી વ્યાપ્તિલક્ષણ જુદું જુદું માનીએ તો ય વાંધો નથી. એટલે જ્યાં દંડત્વાદિ વિશિષ્ટ દિંડાદિ એ સાધ્યતાવચ્છેદક હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ લક્ષણ બનાવવું કે-હેતુ અધિકરણ-વૃત્તિ અભાવપ્રતિયોગિતાવચ્છેદકતાનવચ્છેદક એવો જે ધર્મ હોય. તે ધર્મથી વિશિષ્ટ જે હોય તેનાથી અવચ્છિન્ન એવા સાધ્યનું સામાનાધિકરણ્ય એ જ હેતુમાં રહેલી વ્યાપ્તિ છે દંડિમાનું સ્થલે દંડિસંયોગાધિકરણ ભૂતલાદિમાં તતુદંડીનો અભાવ મળે. એ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તાવિશિષ્ટદંડ બને. તેમાં અવચ્છેદકતા આવી. તેનો અવચ્છેદક તત્તાવિશિષ્ટ દંડત્વ બનશે. પણ દંડત્વ ન બને. અને તે દંડત્વથી અવચ્છિન્ન એવો દંડ બને અને તેનાથી અવચ્છિન્ન એવો દંડી અને તે દંડીનું સામાનાધિકરણ્ય દંડસંયોગમાં મળી જવાથી વ્યાપ્તિ ઘટી જાય છે. આવા સ્થલે દંડ જ સાધ્યતાવચ્છેદક બનેલ હોવાથી "દંડિમાનું પ્રાસાદ:" એવી અનુમતિ થઈ શકશે. હવે જો દંડત્વાદિને જ ત્યાં પરંપરાસંબંધથી સાધ્યતા-વિચ્છેદક માનીએ તો ત્યાં વ્યાપ્તિ લક્ષણ આ પ્રમાણે થશે કે-હેતુ-અધિકરણ-વૃત્તિ-અભાવપ્રતિયોગિતાનવચ્છેદક જે ધર્મ હોય. તે ધર્મથી પરંપરાસંબંધથી વિશિષ્ટ અવચ્છિન્ન જે બને તેનું સામાનાધિકરણ્ય એ હેતુમાં રહેલી વ્યાપ્તિ બનશે. આ અભાવ તરીકે તતુદંડાભાવાદિ મળે. તેની પ્રતિયોગિતાના અવદક તતુતતુદંડાદિ બનશે. દંડત્વ એ તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક ધર્મ બનશે. અને પરંપરાસંબંધથી તે દંડત્વથી અવચ્છિન્ન દેડિપુરૂષ બનશે. અને તેનું સામાનાધિકરણ્ય કદંડિસંયોગમાં મળી જતા અવ્યાપ્તિ ન આવે. આ સ્થળે "પ્રાસાદઃ પરંપરાસંબંધેન દંડત્વવદ્વાનુ" એવી અનુમિતિ જ થવાની. આમ પહેલામાં દંડાવચ્છિન્ન દંડિનું સામાનાધિકરણ્ય અને બીજામાં પરંપરયા દંડત્વાવચ્છિન્ન (દંડિ)પુરૂષનું સામાનાધિકરણ્ય એ વ્યાપ્તિ બનશે. જ્યાં સામાનાધિકરણ્યાંશમાં દંડનો નિવેશ હશે ત્યાં પ્રાસાદ દંડત્વવદ્વાનું અનુમિતિ થશે. જ્યાં દંડત્વનો નિવેશ હશે ત્યાં "પ્રાસાદઃ દંડત્વવદ્વાનું અનુમિતિ થશે. આમ કોઈ દોષ ન રહે. જાગદીશીમાં "દંડાદિવિધેયકત્વનિયમ" લખેલ છે. એમાં સમજવાનું કે ખરેખર તો દંડ એ વિધેય સાધ્ય છે જ નહીં. દંડી સાધ્ય છે. પણ દંડી સાધ્યમાં ઘટક તરીકે દંડ પણ હોવાથી તેને વિધેય તરીકે જણાવેલ છે. છે [પ્રશ્નઃ ભૂતલાદિમાં રહેલ તતંડાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તદંડાદિ બને છે. તેમાં પ્રતિ.અવચ્છેદકતા આવી. તે અવચ્છેદકતાનો અવચ્છેદક તો તત્તાવિશિષ્ટ દંડત્વ જ બને છે. અને શુદ્ધદંડત્વ વિશિષ્ટદંડત્વથી અભિન્ન હોવાથી આ અવચ્છેદકતાનો અવચ્છેદક શુદ્ધદંડત્વ બને જ છે. અનવચ્છેદક નથી બનતો. તો પછી ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૪૩
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy