SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ ૫) શ્રી સદ્ગુરૂદેવને નમો નમઃ સં. ૧૯૫૩ મહાસુદ ૧૪ આત્માર્થી ભાઈશ્રી અંબાલાલભાઈ. પરમ શીતળકારી એવી કલ્પદ્રુમની છાયા નીચે બેસી અમૃતમય રસનું પાન એટલે અનુભવની પ્રાપ્તિ માટે ઝંખના કરતા અલ્પજ્ઞજીવ પોપટ મનજીના પ્રણામ. આજે પરમ પૂજ્યશ્રીની આજ્ઞાથી મોરબી આવ્યો છું. શ્રી સદ્ગુરૂનો યોગ તેમજ આપ સર્વે મુમુક્ષુબંધુઓનો સત્સંગ આ જીવ પ્રાપ્ત કરવા એ કૃપાળુનાથની પાસે યાચના કરે છે, એ યોગની પૂર્ણ શ્રદ્ધા છે. ચિત્રપટ વિષે હકીકત લખી તે જાણી. પરમ પૂજ્યશ્રીનો અભિપ્રાય થોડા દિવસમાં ઈડર જવાનો છે. સર્વે ભાઈઓને પ્રણામ. માતુશ્રીજીને શરીર સુખવૃત્તિ છે. લિ. સેવક પોપટના દંડવત્ પ્રણામ. શ્રી પુરુષોત્તમ ગુરૂદેવને પળે પળે નમસ્કાર હો ! ૬) મુમુક્ષુ પૂજ્ય પવિત્રભાઈ શ્રી અંબાલાલ લાલચંદની સેવામાં અમદાવાદથી વિનંતી સેવક લવજી મોતીચંદના દંડવત્ પ્રણામ વાંચશો. આપનો કૃપાપાત્ર પોંહતો છે. આપે જે કર્તવ્ય ધાર્યુ છે તે અતિ સ્તુતિ પાત્ર છે. હાલમાં હું અમદાવાદ છું, અને હજી તરતમાં રજા મળે તેમ નથી. અંજારમાં ઘર (વવાણિયામાં કૃપાળુદેવને ભણાવતા તે માસ્તર) આગળ કોઈ નથી જેથી કૃપાળુદેવ મહાત્માના કોઈપણ બોધિપત્રો મોકલી શકાતા નથી તેને માટે નિરૂપાય છું. આપ કેવા ભાગ્યશાળી છો કે મહાત્માને પુરણ ઓળખી શક્યા છો. અહીં તો સત્સંગ પણ મળતો નથી તેનું કારણ ઓછા પુન્યનું સમજું છું. વિશેષ મહાત્મા શ્રીજીનું સ્મરણ અહર્નિશ રાખશોજી, વળતો પત્ર લખશો. અમદાવાદ કચ્છ દરબારી ઉતારો ૭) શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમઃ પ્રિયભાઈ મુમુક્ષુભાઈ અંબાલાલ, આપનો પત્ર વાંચી સંતોષ ઉપજ્યો છે. આપે લખ્યું તે સત્ છે. ધર્મ આત્મામાં છે. પુદ્ગલિક તત્ત્વમાં ધર્મ નથી તે વાત સત્ય છે. તેમ કરવાની ઇચ્છા વર્તે છે. સત્સંગ મળેથી થશે. આ જીવ ઘણો અજ્ઞાનનો ભરેલો સત્સંગના અભાવે ઘણો વિક્ષેપ પામે છે, પરંતુ આપનો પત્ર આવે છે ત્યારે શાંતિ પામે છે. સત્પુરુષનું પધારવું ક્યારે થશે તે લખવા કૃપા કરશોજી. ભાઈ પોપટલાલની વૃત્તિ પણ તેમ જણાય છે. સત્શાસ્ર બતાવ્યા પ્રમાણે વાંચવા વિચારવાનું થોડું થોડું બને છે, પણ તેવા યોગના અભાવે લાચારી છે. લિ. ગોધાવીથી વનમાળી ૮) હું અનંતદોષથી ભરેલો છું. કૃપાળુદેવના દર્શન થવા ઘણા જ આગ્રહ થયા કરે છે છતાં અંતરાયના ડુંગરા આડા આવવાથી તથા કર્મની બહોળતાથી યોગ મળવો ઘણો દુર્લભ જણાય છે. આપના લખવાથી જાણ થઈ કે કૃપાળુદેવ દેશ તરફ પધાર્યા છે. તેથી કૃપાળુનાથના દર્શનની જે જે આ આશા હતી તે હમણાં તુટી ગઈ તેથી અંતરાયનો ઉદ્દે હશે એમ જણાય છે. ખેડાના પત્રથી ૯૭
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy