SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ નથી અને તે પ્રવૃત્તિમાં રહ્યા કોઈક મહતું ભાગ્ય મુમુક્ષુને પ્રાપ્ત હોય છે. સામાન્ય વિચારવાનને સત્સંગ યોગ અવશ્ય મેળવવો ઘટે છે. સિદ્ધિશાસ્ત્ર તથા ભાવના બોધના વેચાણ પૈકી ગ્રંથ એકના રૂપિયા તેર અડધો આનો શાહ રેવાશંકર જગજીવનને ત્યાં ભરી સિદ્ધિશાસ્ત્ર છપાવવા પડે તો ત્યાં છપાવી પહોંચ લખશો. હાલ એ જ. સેવક અંબાલાલના પ્રણામ. હાલ કેમ વર્તે છે તે લખશો. સરનામું : ખંભાત સુબોધક પુસ્તકાલય. તમામ જાતના જૈન ધર્મના અને શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા, આત્મસિદ્ધિશાસ્ત્ર વિગેરે તથા બીજા સર્વધર્મને લગતા પુસ્તકો તેમજ નીતિ સંબંધી ઉપયોગી પુસ્તકો મળશે. શાળાના સરનામે મળશે. શ્રી સુબોધક પુસ્તકાલય તા. ૯-૧૧-૧૯૦૪ વિ. સં. - ૧૯૬૦ શ્રી સદગુરૂ ચરણાય નમઃ ૨) આત્માર્થી ભાઈશ્રી મનસુખભાઈ કીરતચંદ તથા પૂજ્ય ભાઈશ્રી દામજીભાઈ કેશવજી મુંબઈ મધ્યે વિ. વિ. બોટાદવાળા ફોટોગ્રાફર ઠાકરજી મોરારજીએ સં. ૧૯૪૮ની સાલના કૃપાળુશ્રીના ચિત્રપટ છપાવી તે વેચે છે. તે ચિત્રપટો અત્રેથી જીવોની યોગ્યતાનુસાર વિધિપૂર્વક બતાવી અશાતના ન થાય અને તેનો પ્રેમ વધે તેમ જણાવી મફત આપવામાં આવે છે. હવે મચકર ધણી કમાવવાની આશાએ પોતે વેચે છે. તે યથાર્થ છે કે કેમ ? અથવા તે વેચાણ તે ચાલુ રાખે તો તેથી પરમાર્થ દુભાય કે કેમ ? અથવા તેને અટકાવવાનો વિચાર થાય તો શું પગલાં ભરવાં જોઈએ તેનો વિચાર કરી યોગ્ય ઉત્તર તરતમાં લખવા કૃપા કરશો. એ જ. સેવક અંબાલાલના નમસ્કાર પત્રો - મુમુક્ષુના પૂ. અંબાલાલભાઈ પ્રત્યે ૧) શ્રી અંબાલાલ, લિ. સોભાગના ઘટારથ વાંચજો . તાર કૃપાળુદેવનો આવેલ તમને વાંચવા બીડ્યો છે. ઘણી સમજવા જેવી વાત છે એમ જાણી ચોપડી બાંધી ન હોય તો તમે ચોપડીમાં છાપજો . કદાપિ બંધાઈ હોય તો નવી ચોપડીમાં છાપજો . આવા ખુલાસા આ કાળ અને આ ક્ષેત્રમાં બીજો કોઈ આપે એવો પુરુષ મારી સમજમાં નથી. આપણા પૂરણ ભાગ્ય છે કે આવા પુરુષનો સમાગમ મળ્યો છે. સર્વ ભાયુને મારા ઘટાઉથ કહેશો. ફાગણ વદ – ૩ ગુરૂ (સાયલેથી) ૯૫
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy