SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ એટલે હું બપોરે દોઢ વાગ્યાના સુમારે જીરાળા પાડે ગયો ત્યારે પાટ ઉપર સૂતા હતા. તે દિવસ હું મુંબઈ જવાનો હતો. મને કહ્યું કે તું મુંબઈ જઈશ નહીં. તે પછી પિતાશ્રીને બોલાવવા માણસ મોકલ્યું. તે વખતે તેમની શ્રદ્ધા પરમકૃપાળુ દેવના ગુણગ્રામમાં તથા વિચાર ભક્તિમાં હતી. પછી ચાર વાગે પિતાશ્રી મગનલાલભાઈ પધાર્યા, તેમણે તથા મેં કહ્યું, “સુતારવાડે તમે ચાલો.” તે વખતે પોતાના ઘર ઉપરનો મમત્વભાવ તજી આવવા હા કહી અને આત્મામાં અખંડ લીન હતા અને અમો ત્યાં વાતચીત કરતા હતા તે ઉપર તેઓ બીલકુલ ધ્યાન આપતા નહીં. સાંજે પાંચ વાગ્યાના અરસામાં સત્સંગી ત્રિભોવનભાઈ પધાર્યા. પૂજય અંબાલાલભાઈના પગે બે હાથ લગાડી નમસ્કાર કર્યા ત્યારે પૂજય અંબાલાલભાઈએ કહ્યું કે - “આ દેવું હું ક્યારે ચૂકવીશ ?” એમ કહી પોતે બેઠા થઈ જે સેવા બજાવતા હતા તે બંધ કરાવી ત્યારપછી ઘોડાગાડી લાવવા મને કહ્યું પણ તું જમીને જા, એટલે જમીને ગયો. તે વખતે પોતે હિંચકા પર બેઠા હતા તે પોતાની મેળે ઊઠીને પાટ ઉપર બેઠા. પરમકૃપાળુદેવનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળ્યા, મને ગાડીમાં બેસવા કહ્યું પછી પોતે પોતાની મેળે બેઠા. ગાડી બજારમાં આવી તે વખતે બોલ્યા કે આ સેજ સાજ તાવ રહ્યો છે. બીજું કાંઈ દુઃખ નથી એમ મને ધીરજ આપી. પછી સુતારવાડાની ખડકીમાં આવ્યા. મારા પિતાશ્રી ઊભા હતા. પિતાજીએ કહ્યું કે - હાથ ઝાલું, ઊતરો. ત્યારે જવાબ આપ્યો કે ના, હું ઊતરીશ એમ કહી ગાડીમાંથી ઘરે ઊતર્યા. તે વખતે વૈદ્ય મણીશંકરે નાડ તપાસી કહ્યું કે તાવ છે પણ દવા સંબંધી કાંઈ પૂછપરછ કરી નહીં. શરીર ઉપરથી મોહ દશા ઊતરી ગયાનું લાગતું. પછી રાતના દસના સુમારે સુંદરલાલના મકાને સૂતા અને કહ્યું કે મારી પાસે કોઈને સૂવાડશો નહીં. પરંતુ બિમારી તે પછી વધી ગઈ. બીજે દિવસે ચૈત્ર વદ આઠમ રવિવારે સવારના ઊડ્યા પણ ઈશ્વર ભક્તિમાં લીન હતા. આખો દિવસ હે પરમકૃપાળુ, હે પરમ ગુરૂ, સર્વજ્ઞ દેવ તથા શાસ્ત્રોની ગાથાનું સ્મરણ કરતા હતા તે વખતે શ્રી છોટાભાઈ, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી કીલાભાઈ, શ્રી લલ્લુભાઈ પટેલ, શ્રી મોહનલાલ, શ્રી જગજીવનદાસ વિગેરે અવારનવાર આવતા અને પૂજય અંબાલાલભાઈને જણાવતા કે – “પરમકૃપાળુદેવનું સ્મરણ – ધ્યાન અખંડ રાખવું. આત્મા અખંડ છે, જે આપ જાણો છો. સર્વજ્ઞ દેવનું સ્મરણ જે આપ કરો છો તેવી રીતે કર્યા કરશો.” તેવી હકીકત સાંભળવા પોતાની ઈન્દ્રિયો બરાબર સતેજ રાખતા અને પોતે અણસારો હાથની આંગળીથી બતાવતા હતા – “કે એ જ છે.” છાતિએ પિત્તનું જોર વધુ હતું. રવિવારે બપોરે ટપાલ આવી, કેશવે કહ્યું - પૂજય દામજીભાઈ તથા પૂજ્ય મનસુખભાઈ કીરચંદની ટપાલ છે. તો કહ્યું - “શું લખે છે તે વાંચ.” કેશવે બેય પત્ર વાંચ્યા પણ કાંઈ બોલ્યા નહીં. શું જવાબ લખવો તે કહ્યું નહીં. તેવી મોહદશા ઊતારેલી ચોક્કસ જણાઈ. બાદ પાંચ વાગતાં મિત્ર રતનલાલ આવ્યા, પોતે શુદ્ધ રીતે ભાનમાં છતાં કહ્યું નહીં કે પધારો. તેમના મિત્ર ભાઈચંદભાઈ જ્યારે આવે ત્યારે ધર્મ સંબંધી તેમજ નીતિથી ચાલવું, વિવેકથી વર્તવું, અસત્યનો ત્યાગ કરવો એમ ૯૧
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy