SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ સ્વરૂપ પણ મને સમજાવ્યું. બોધબીજની દૃઢતા અને શુદ્ધતા એ રીતે કરી. ઇત્યાદિ વાતો કરતાં સવાર થયું હોવાથી – અંબાલાલભાઈ શ્રી પરમગુરૂના ચરણ સમીપ પધાર્યા. CO ખંભાતના પૂજ્ય શ્રી ત્રિભોવનભાઈને પરમકૃપાળુદેવે કહ્યું કે, “મુમુક્ષુએ મુમુક્ષુને અર્થે (સેવામાં) આ દેહ જતો કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.” શ્રી આગાખાનના બંગલે પૂજ્ય ભાઈશ્રી સેવામાં હતા. બંગલામાં નીચે રસોડું મુમુક્ષુઓ માટે હતું. ત્યાં પૂજ્ય અંબાલાલભાઈ પંદર દિવસ રહ્યા હતા ને ખંભાતના બીજા ભાઈઓ પણ ત્યાં રસોડે જમતા. - પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું - સાહેબ ! મારે વચનામૃતજીની પ્રસાદી માટે અરજ છે, અંબાલાલભાઈ તે નથી આપતા. - તેઓશ્રીએ કહ્યું કે – “અંબાલાલભાઈને એનો મોહ થયો છે.” આ ત્રણ નોટો - હાથ નોંધની છે તે તમને મળશે, ફરીથી માંગણી પૂજ્ય ભાઈશ્રીએ વચનામૃતની કરી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે – તને એ જ ગમે છે ? હા. ત્યારે કૃપા કરી પોતે જણાવ્યું કે - “અમો મુંબઈથી મોકલી આપીશું.” તે કૃપા કરી મુંબઈથી અંબાલાલભાઈના હસ્તાક્ષરની બે નોટો મોકલી આપી હતી. પૂનાવાળા ગગલભાઈ બંગલે આવ્યા હતા. પ્રભુ સાથે વાત કરતા હતા તે વખતે શ્રી અંબાલાલભાઈ જરા દૂર સામે ઊભા હતા, ત્યારે પરમકૃપાળુદેવશ્રીએ અંબાલાલભાઈને પૂછ્યું કે - “શા માટે એમ છેટા ઊભા છો ?’ ત્યારે શ્રી અંબાલાલભાઈએ જવાબ આપ્યો કે, “આપ એકાંતમાં વાત કરતા હતા, તેથી ઊભો હતો.” ત્યારે કૃપાળુદેવે ભાઈશ્રીને પૂછ્યું, “કેમ પોપટ ! આ ઠીક કહે છે ?” ત્યારે જવાબ આપ્યો કે, “શું કહેવું જોઈએ ?” ત્યારે પરમકૃપાળુદેવે ખુલાસો કર્યો કે “જ્ઞાનીને એકાંત કેવી ? અધિકારી પરત્વે વાત થતી હતી એમ કહેવું જોઈએ.” કૃપાળુદેવ અમદાવાદ શ્રી રાજપર દેરાસર જવાના હોવાથી પૂજ્ય પોપટલાલભાઈને આવવા આજ્ઞા થઈ તેથી પૂજ્ય ભાઈશ્રી પ્રભુના દર્શન કરવા ગયા. ત્યાં પહોંચ્યા પછી શ્રી જિનમંદિરમાં શ્રી આનંદઘનજી કૃત – છઠ્ઠા શ્રી પદ્મપ્રભુજીનું સ્તવન ભોંયરામાં શ્રી પરમકૃપાળુદેવે ગાયું હતું. તે ગંભીર અને મધુર સ્વરે હતું. તેનો અર્થ પણ કહી સંભળાવ્યો હતો. તે વખતે મુનિશ્રી દેવકરણજીનો હાથ પકડી શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજીને બતાવીને ભેટાડ્યા અને કહ્યું કે - “હે મુનિઓ ! જુઓ, આ મોક્ષનો નમુનો છે.” એમ કહી વૃત્તિઓ ઉજમાળ કરી હતી. અમદાવાદથી તિથ્થલ થઈ પરમકૃપાળુ પરમાત્મા શ્રી વઢવાણ પધાર્યા. સં. ૧૯૫૭ના મહા માસમાં પૂજ્ય અંબાલાલભાઈ પોતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ કૃપાળુનાથની સેવામાં એક મહીનો રહ્યા હતા. પછી કૃપાળુદેવે જવાની આજ્ઞા કરી તેથી ખંભાત આવ્યા. ખંભાતથી પૂજ્ય અંબાલાલભાઈ પરમકૃપાળુને પત્રથી શરી૨ પ્રકૃતિના યથાસ્થિત જાણવા લખે છે, તેના જવાબમાં પરમાત્મા લખે છે. (સ્વહસ્તથી) ત્યાં દેહાત્માનું ભિન્નપણું જ દર્શિત થાય છે. “શરીર પ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. શ્રી પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે.’’ વ. ૯૫૦
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy