SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબ શ્રી વચનામૃતજીના ખૂબ જ અભ્યાસી છે. પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે, વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રધ્ધા ભક્તિ ધરાવે છે અને શ્રી વચનામૃતજીમાંથી ભગવાનના ગંભીર આશયો સમજાવે છે તેથી ૫.કુ. પ્રત્યે તથા વીતરાગ ભગવંત પ્રત્યે શ્રધ્ધા ભક્તિ દઢ થાય છે. મુમુક્ષુઓને પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે તથા વીતરાગ માર્ગ પ્રત્યે શ્રધ્ધા વધારવામાં અમોને સાચા સહાયકરૂપ છે. અત્યારે તેઓશ્રીની શ્રી સુબોધક પુસ્તકાલયમાં સ્થિરતા છે, સાથે પૂ. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, તથા પૂ. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ બિરાજમાન છે. તેઓશ્રી મુમુક્ષુઓને ભગવાન પ્રત્યે શ્રધ્ધા ભક્તિભાવ વધારવામાં સહાયક થયાં છે. અમારા સમાજના ભાઈ-બહેનો તેઓશ્રીના ઉપકારી ગુણોને યાદ કરી તેઓશ્રીને નમસ્કાર પાઠવે છે. ખંભાત સુબોધક પુસ્તકાલય – જ્ઞાન ભંડાર ૧) શ્રી ખંભાત તીર્થક્ષેત્ર સ્થિત સુબોધક પુસ્તકાલયના જ્ઞાન ભંડારમાં શ્રી પરમકૃપાળુદેવના સ્વહસ્તે લિખિત વચનામૃતોની ફોટોકોપીના બાવીસ આલ્બમ છે. ૨) પૂ. અંબાલાલભાઈએ ઉતારેલ હસ્તાક્ષરની આત્મસિધ્ધિજી શાસ્ત્રની બુક ગુજરાતી તથા બાળબોધ લીપીમાં ૧૧૦ વર્ષ જૂની છે, તથા પૂ. અંબાલાલભાઈના હાથના ઉતારાની શ્રી વચનામૃતજીની છ (૬) નોટબુકો લેમિનેશન કરાવેલ હાલ વિદ્યમાન છે જે જોતાં આશ્ચર્ય ઉપજે તેમ છે. તે સિવાય પરમકૃપાળુદેવે સ્વહસ્તે આપેલ સંવત ૧૯૫૬ની સાલના મૂળ ચિત્રપટો (૧) કાઉસગ્ગ મુદ્રા અને (૨) પદ્માસન મુદ્રા સુરક્ષિત છે. જે (૧૦૫) એકસો પાંચ વર્ષે પણ આજે દર્શનાર્થે વ્યવસ્થિત સચવાયેલ છે. ૩) શ્રી પરમકૃપાળુદેવે ખંભાત સુબોધક પુસ્તકાલયને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર ભેટ આપેલ છે. ૪) પૂ. અંબાલાલભાઈને આજ્ઞા કરેલ શ્રી સમયસાર ગ્રંથ તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા વિગેરે શાસ્ત્રની પ્રતો તથા બીજા દીગમ્બર તેમજ શ્વેતાંબર શાસ્ત્રો વસાવ્યાં છે. તેમજ નીતિ, વૈરાગ્ય અને કથાઓના જૈન જૈનેતર પુસ્તકો હજારેકની સંખ્યામાં છે. યોગવાસિષ્ઠ, વિદુરનીતિ, મણિરત્ન માળા, કસ્તુરી પ્રકરણ, પ્રકરણ રત્નાકર, આદિ કેટલાંક પુસ્તકો મુમુક્ષુઓએ શ્રી શાળાને ભેટ આપેલ છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી આચારાંગાદિ આગમો પ્રતાકાર છે, તેની પોથીઓ બાંધેલા છે. શ્રી રણછોડભાઈ મોદીએ તથા શ્રી પદમશીભાઈએ નીચેના પુસ્તકો ખરીદી આપ્યાં હતાં તેના નામ અત્રે દર્શાવેલ છે. ૧) શ્રી પ્રકરણ રત્નાકર ભાગ-૪ ૨) શ્રીપાળ રાસ ૩) શ્રી યોગશાસ્ત્ર ૪) શ્રી અધ્યાત્મસાર ૫) શ્રી કર્મગ્રંથ ૬) શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૭) શ્રી વીસ સ્થાનકનો રાસ ( ૮) શ્રી પુનર્જન્મ ૯) શ્રી દ્વાદશાનુપ્રેક્ષા ૧૦) શ્રી ધર્મ સર્વસ્વ અધિકાર ૧૧) શ્રી આચાર્ય હરિભદ્રાષ્ટક તેમાંના કેટલાંક પુસ્તકો અમદાવાદ ભીમસિંહ માણેકને ત્યાંથી ખરીદેલા. જૈનેતર પુસ્તકો
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy