SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ “પત્રો સંપ્રાપ્ત થયાં, શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે - - - કવચિત્ અશાતા મુખ્ય રહે છે.” - વ. ૯૩૮ “પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમપુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે.” ૐ શાંતિઃ - સ્વ. ૯૧૯ - પૂજ્ય શ્રી અંબાલાલભાઈની દઢ ઇચ્છા તો પ્રભુ ચરણમાં શ્રી પર્યુષણ મહાપર્વ આરાધના કરવાની હોવાથી શ્રી પરમકૃપાળુદેવને પૂછાવે છે કે, “હે નાથ ! મારે ક્યાં રહેવું ? શું કરવું ?” જવાબમાં નબળી શરીરસ્થિતિમાં પણ સ્વહસ્તે લખે છે : કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા સુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સલ્ફાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણકર્તા થાય.” શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જો નિવૃત્તિમુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી યોગશાસ્ત્ર' નું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે.” “હે આર્ય! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે.” - વ. ૯૪૨ સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. “પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતીકાલ સુધીમાં બનવા યોગ્ય છે.” પૂજ્ય અંબાલાલભાઈની કેવી સંભાળ (આત્માની) લે છે. તે જ દિવસે શ્રી ધર્મપર્વની આરાધનાનો ક્રમ લખી મોકલ્યો છે તે આપણને ઉપયોગી છે. ત્યારપછી સં. ૧૯૫૬ના શ્રાવણ વદ ૧૧થી કારતક વદ ૫ સુધી વઢવાણ કેમ્પમાં લીમડી ઉતારે શ્રી પરમકૃપાળુદેવનું રહેવું થયું હતું. તે વખતે વનમાળીભાઈનો દેહ છૂટ્યો - તેની શાંતિ માટે શ્રી પ્રભુએ ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવા આજ્ઞા કરી હતી. શ્રી પરમકૃપાળુ બિછાનામાં સૂતા હતા, ત્યાં પાંચ-સાત ભાઈઓ સાથે પૂ. શ્રી અંબાલાલભાઈ વિગેરેને બોલાવ્યા અને ટીપ કરી, તમને વિકલ્પ નથી થતો ? એમ પૂછ્યું. શ્રી સુરેન્દ્રનગરમાં શ્રી પરમશ્રુત ખાતાની ટીપ કરી પ્રભુએ પૂછ્યું કે ભરવાડવાળું કરીએ ૭૨
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy