SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ ભાઈ અંબાલાલ આપશે. અને અમારા પર અખંડ વિશ્વાસ રાખજો.” પૂજય દેવકીર્ણજી મહારાજની વિનંતીથી ખેડે પધાર્યા હતાં. ત્યાં મુનિ શ્રી દેવકીર્ણજી મહારાજ કૃપાળુદેવને પૂછતા હતા, “સાહેબ ! આપ દશા શ્રીમાળી કે વીશા શ્રીમાળી ?” પરમકૃપાળુશ્રીએ સામે પૂછ્યું કે, “તમારે શું કામ છે ?” મુનિશ્રીએ કહ્યું કે, “વીશાનો હું વિશ્વાસ કરતો નથી.” ત્યારે પરમકૃપાળુશ્રીએ જણાવ્યું કે, “વીશા શ્રીમાળીમાં એક ગુણ છે કે લીધું મૂકે નહીં.” આ પ્રકારે પૂજ્ય ભાઈશ્રી ખેડાના સત્સંગમાં પોતે સાંભળેલ વાત જણાવે છે. ખેડામાં દસ દિવસ સ્થિતિ હતી. “હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા.” આ વીતરાગ પ્રવચન છે. શ્રી ખેડાથી પરમગુરૂ મહેમદાવાદ થઈ મુંબઈ પધાર્યા. મુંબઈ વિ. સં. ૧૯૫૫ પૂ. અંબાલાલભાઈને પોતાની પૂર્વભવની યોગભૂમિકામાં નિવાસ માટે વિહારક્રમ જણાવે છે. “ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીથી ઉપરામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યત ઘણું કરીને ઇડરક્ષેત્રે સ્થિતિ થશે.” - વ. ૮૫ર પૂજય અંબાલાલભાઈને અપૂર્વ અવસરની નિવૃત્તિ સમાગમની પ્રબળ ઇચ્છા હતી, પણ પ્રભુ એકાંત ઇચ્છતા હતા તેથી રજા ન મળી. ‘પદ્મનંદી શાસ્ત્ર' આદિનું નિદિધ્યાસન કરવા સમ્યગુદર્શન દેઢ કરાવવા માટે લખે છે. “ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક પ્રવૃત્તિ હોય ત્યારે મહતુ પુરૂષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દેઢિભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે.” - વ. ૮૮૬ - ઇડરથી સં. ૧૯૫૫માં શ્રી પરમકૃપાળુદેવ પૂજય ભાઈશ્રીની વિનંતીથી તેમના ઘેર ઘાંચીની પોળે પધાર્યા હતા અને પૂજ્ય અંબાલાલભાઈ પણ ત્યાં પધાર્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ ઘર આગળ અટલસના તાકા પથરાવ્યા ને પોતાના પ્રભુ પ્રત્યે પ્રેમભક્તિ પ્રગટ કરી ઉપાસના કરી. - એક વખત પૂજ્ય અંબાલાલભાઈ ઘાંચીની પોળે રાત્રે અગિયાર વાગે આવ્યા હતા. તેઓશ્રીએ જણાવ્યું કે શ્રી પરમકૃપાળુદેવે મને જણાવ્યું છે કે – “તું પોપટને મળીને જજે - તેના મનનું સમાધાન કરીને જજે.” પછી અમો બંને રાત્રે બે વાગ્યા સુધી બેઠા અને જ્ઞાનવાર્તા કરી ત્યારપછી રાત્રે બે વાગે મુનિશ્રી પાસે સરસપુર ગયા હતા. | સંવત ૧૯૫૫ના ભાદરવામાં શ્રી પરમકૃપાળુદેવ મુંબઈ બિરાજમાન છે. પૂજય અંબાલાલભાઈ રતલામથી વળતાં પ્રભુ સમાગમ અર્થે ત્યાં પહોંચે છે. ત્યાં આગળ દુકાને શ્રી નાનચંદભાઈ પૂનાવાળા તથા શ્રી દામજીભાઈ પધારતા હતા. સાંજના સાત વાગ્યા પછી અદ્ભુત ઉપદેશ થતો. કદી ન સાંભળ્યા હોય એવા અપૂર્વ અર્થનું નિરૂપણ કૃપાનાથ કરતા. એકવાર પૂજય અંબાલાલભાઈ સત્સંગમાં વાત કરતા હતા કે શ્રી પરમકૃપાળુદેવ પૂર્વભવે તિબેટના રાજકુમાર હતા. આ વાતનો ઈશારો વ. ૨૧૨માં થયેલ જણાય છે. તે વખતે દિગંબર મુનિદશા બહુ પાળી હતી, વળી જણાવ્યું હતું કે “મહાવીર સ્વામીના યોગબળે તેઓના અતિશયના પ્રભાવથી હજુ પણ ધર્મ વિદ્યમાન છે, ધર્મ અચિંત્ય ચિંતામણી છે, તેને આરાધતાં ફળ માટે ચિંતવન SC
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy