SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ જુદે સ્વરૂપે કહે છે, તેનો શાસ્ત્રથી નિર્ણય શી રીતે થાય ? પરમકૃપાળુદેવ કહે છે. “અમે તે આત્મા એવો જાણ્યો છે; જોયો છે; સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ.'' આપણને તેની પ્રતીતિ કરી સ્વરૂપસ્થ થવા માટે અવિરૂદ્ધ ઉપાય શું ? શાશ્વત સુગમ માર્ગ શું ? ત્યાં શિષ્યનું એ સમાધાન કરે છે કે : “સેવે સદ્ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજપદનો લે લક્ષ.’ "" જે વસ્તુ ગુરુગમ સ્વરૂપ છે, તેને આપણે ક્ષયોપશમથી, અભ્યાસથી, નિશ્ચયથી, અધ્યાત્મ ચિંતનથી પ્રાપ્ત કરવા મથીએ તે કેમ સંભવિત થાય ? વ્યવહારિક શિક્ષણ વકીલ કે ડૉક્ટર થવા માટે શિક્ષકના હાથ નીચે રહેવું જરૂરી છે તેમ આત્મસિદ્ધિ માટે શ્રી જિન વીતરાગ પરમગુરૂ આપ્ત પુરૂષના ચરણ સમીપ સ્વચ્છંદ છોડીને રહેવું જરૂરી છે એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. કૃપાળુદેવ આ શિક્ષાને સિદ્ધાંતરૂપ અને સર્વશાસ્ત્રના બોધના લક્ષરૂપ કહે છે. “જે પદનો વિશેષ અર્થ લખ્યો છે, તે સ્મરણમાં લાવી સિદ્ઘાંતરૂપ એવા ઉપરના પદને વિષે સંધિભૂત કરવું યોગ્ય છે.’’ “મન મહિલાનું વહાલા ઉપરે.’ “ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે.” - વ. ૩૯૪ કૃપાળુદેવ આપણને કેવો નિશ્ચય કરાવે છે - “માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.’’ સદ્ગુરૂ ચરણસમીપનો નિવાસ જીવને ઘણા હિતનું કારણ છે. ઉ. છાયામાં કૃપાળુદેવે કલ્યાણની ચાવીઓ બતાવી છે, જે અત્ર વિદીત છે. “જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય, કેટલાંય તાળાં ઊઘડી જાય.’’ ....કલ્યાણ શું હશે ? એવો જીવને ભામો છે. તે કંઈ હાથી ઘોડો નથી. જીવની આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તો તો સુગમ છે. .....કષાય ઘટે તે કલ્યાણ-જીવના રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. .....આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાન (તીર્થંકર) જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે, એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાંને લાગે છે. .....કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. .....સત્પુરૂષનાં (ભગવાનના) વચનોનું આસ્થાસહિત શ્રવણ મનન કરે તો સમ્યક્ત્વ આવે. જ્ઞાન તો માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. દયા, સત્ય, અદત્ત ન લેવું. એ આદિ (સદ્ગુણો) સત્પુરુષની સમીપ આવવાનાં સાધન છે. વૃદ્ધ, જુવાન, બાળ, એ સર્વે સંસારમાં ડૂબ્યાં છે. કાળના મુખમાં છે, એમ ભય રાખવો. તે ભય રાખીને ५१
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy