SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ આખાને જોઈ રહ્યા છે તે પરમાત્માને પ્રકાશની ક્યાં જરૂર હતી. એ તો લોક વ્યાપક અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત છે તે જગતના નાથે અંબાલાલભાઈની અંતર ઓરડીયે અંધારૂ દૂર કરવા ફાનસ ધરી રાખવા આજ્ઞા કરી હોય જાણે ! – એ રીતે તલ્લીનતા થતાં અંબાલાલભાઈના ઘણા આવરણો - કર્મ પડળોનો નાશ કર્યો. તેનો ચેતનરામ અંતરભૂમિમાં ઉજ્જવળતા પ્રગટાવી ગુણમણીથી દીપી ઊઠ્યો. પછી પ્રભુની કલમ અટકી અને અંબાલાલભાઈને જગાડ્યા, સાદ કર્યો – અંબાલાલ, “લે આ આત્મસિદ્ધિજી, તેની ચાર કોપી કરી લાવ” પરમકૃપાળુના હસ્તકમળમાંથી શ્રી આત્મસિદ્ધિજી અંબાલાલભાઈના હસ્તકમળમાં આવી ચડી – સ્વરૂપસિદ્ધિ જેવી, પૂર્ણ જ્ઞાનરિદ્ધિ જેવી, ખરા રતનની ખાણ જેવી, જીવનસિદ્ધિને હૃદય દેશમાં સ્થાપિત કરી લીધી. પરમ હર્ષથી પોતાના માથે ચડાવી નમસ્કાર કર્યા. “અહો ! અહો ! શ્રી સદ્ગુરૂ, કરૂણાસિંધુ અપાર,” ઉચ્ચારી પુનઃ પુનઃ નમસ્કાર કર્યા, સત્કાર કર્યો, સન્માન કર્યું, જય જય વધામણી કરી. ચાર પ્રત તેની ઉતારી તે પ્રથમ પૂજ્ય સોભાગભાઈને મોકલી આપી. ત્યાં નગીનદાસ ગુલાબચંદ, પૂજ્ય મનસુખભાઈ દેવશીભાઈ વિગેરે દર્શનાર્થે આવેલા. ત્યાં પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજી શાસ્ત્રના અર્થ પૂરવા માટે શ્રી અંબાલાલભાઈને ફરમાવ્યું હતું. તે અર્થે પૂજ્ય અંબાલાલભાઈ નગીનને પાસે રાખી વંચાવતા હતા. આણંદનું સરકારી મકાન છોડી પરમકૃપાળુદેવ નડીયાદ પધારેલ હતા, અને તિહાં નાના માતુશ્રી મુંબઈથી આવેલા હતાં. ત્યાં ૧ માસની સ્થિરતા હતી. તિહાં એકવાર અંબાલાલભાઈ એક મોટા થાળમાં પાણીનો લોટો - દૂધનો લોટો - તેમાં એક લોટની કણીકની કોડીયું - ૪ ભાગમાં – દીવેટ રહે ને આરતિ ઉતરે તેવું બનાવી - આરતિ - પૂજા – કરવાની તૈયારી કરતા હતા, તે જોઈ પરમકૃપાળુદેવે કહ્યું – “શું ઢોંગ કરો છો.” એટલે તુરત બધો સામાન એક તરફ મૂકી દીધો. ત્યારપછી – શ્રી સૂયગડાંગ સૂત્રમાંથી બોધ જે અઠ્ઠાણું પુત્રોને શ્રી ઋષભદેવજી ભગવાને આપ્યો તેવો બોધ આપ્યો હતો. તે શ્રવણ થતાં પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય શ્રી ઝવેરબાપા વિગેરેને આંસુની ધારા છૂટેલ – સંસારથી છૂટવાનો ભણકાર થવા લાગ્યો. એવી પરાપશ્યતિ વાણી હતી. આત્માના પ્રદેશમાંથી લુછાઈને પ્રવહતી હતી. એની ખુમારી જેને ચઢી હોય તે જાણે. શ્રીમાન યશોવિજયજી મહારાજ - “તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો.” શ્રી સદગુરૂની આજ્ઞાએ શાસ્ત્રવાંચન કરવામાં આવે તો તે જીવને સંશય - વિકલ્પનું સમાધાન કરી દે. ગમ પાડી દે કે જો આનો આશય આમ છે, એટલે સદ્દગુરૂને પૂછવાથી – આજ્ઞાથી શાસ્ત્ર ઉપકારના હેતુ થાય, એટલે પૂજય અંબાલાલભાઈના પૂછવાથી પરમકૃપાળુદેવ જણાવે છે કે - “કર્મગ્રંથ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. જ્ઞાનનું ફળ વિરતી છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. .......વિચારવૃત્તિ સાથે (વિભાવ - કાર્યોની) ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ પ૯
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy