SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ દરેક સ્થળે બોધ લખ્યો, જે આપણને તે કાળ અને સમયના સત્સંગની સ્મૃતિ કરાવી અનુપમ સુખ આપે છે. સાથે નડીયાદ તીર્થની આત્મસિદ્ધિ, તેની ચાર પ્રત જીવંતતાની નિશાની છે. એક મહિનામાં તો તેમણે બીજી આઠ કોપી તૈયારી કરી, કેટલી ઝડપથી ! સાહેબજીના મુખારવિંદમાંહેથી જ્યારે ઉપદેશ ધ્વનિ ચાલતો હતો તે સમયે ભાઈશ્રી અંબાલાલભાઈ ઉતારો કરતા હતા. ત્યારબાદ સાહેબજી પાસે બંગલીમાં બેઠકની ગાદી પર ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. સાહેબજી જ્યારે તે સ્થાને પધારે ત્યારે તે દષ્ટિગોચર કરી લેતા. તે ઉતારામાં ભૂલ થઈ જાય તે સ્થળે સાહેબજી પોતે સ્વહસ્ત વડે સુધારો કરતા હતા. જે હાલમાં થોડા વખત પર તેઓશ્રીના મુકામે ગયેલ ત્યારે હાથ ઉતારાના ગ્રંથો જોવામાં આવ્યા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈનો એવો તો તિક્ષ્ણ ઉપયોગ વર્તતો હોય કે ઉતારો કરવામાં બનતા સુધી કાંઈપણ ભૂલ થતી ન હતી. આણંદ - ઉ. છાયા વિ. સં. ૧૯૫૨ વડવાથી સં. ૧૯૫રના આસો માસમાં કૃપાળુદેવ આણંદ પધાર્યા હતા. ત્યાં છોટાલાલ વર્ધમાન પ્રભુજીના દર્શને આવ્યા હતા, ત્યારે શ્રી ઝવેરબાપા તરફથી જમણ હતું. રાત્રે ૧૨ વાગતા સુધી બોધ ચાલ્યો હતો. પરમકૃપાળુદેવ આણંદ પધાર્યા ત્યારે પોપટભાઈ ગુલાબચંદ ત્યાં દર્શને હાજર હતા. એ સમયમાં આણંદમાં મરકીનો રોગ ચાલુ થયો હતો. એક માણસને રોગ લાગુ થવાથી તે મુંબઈની ગાડીયેથી ઉતરેલ, તેને સ્ટેશન ઉપરના માણસે કાઢી મૂકી સ્ટેશન પરની ધર્મશાળાની નજીકમાં નાંખી મુકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો, જેથી અંબાલાલભાઈને જણાવ્યું કે આ માણસને ધર્મશાળામાં લઈ જાવ અને તેની સારવાર કરો, - દવા વિ. લાવો, તેથી અંબાલાલભાઈએ ડૉક્ટરને બોલાવી દવા સેવાબદાસ્ત સારી કરી હતી, પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો. આ પૂજ્ય અંબાલાલભાઈની આજ્ઞાધીનતા. એ દેહને રોગ થવાનો ભય પણ ન લાગ્યો. જે આપણને વિચારમાં મૂકી દે છે. નડીયાદ - શ્રી આત્મસિદ્ધિજી | વિ. સં. ૧૯૫૨ આણંદથી આસો માસમાં પરમકૃપાળુદેવ નડીયાદ પધાર્યા હતા. સાંજના પરમકૃપાળુદેવ નડીયાદના તળાવ તરફ ફરવા સારૂ પધાર્યા હતા. સાથે પૂજ્ય સોભાગભાઈ, નગીનદાસ, પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે ચાલતા હતા. રસ્તામાં વડના ઝાડ નીચે પ્રભુ ઉભા રહ્યા. આ વડનું બીજ કેવડું હશે? પૂજ્ય સોભાગભાઈએ કહ્યું ઘણું જ બારીક - ઝીણું હોય છે. કૃપાળુદેવે કહ્યું – “જે આ બીજમાંથી આવડું મોટું વૃક્ષ થયું, તેમ અસ્તિત્વ ભાસે તો આત્માની પ્રતીતિ થાય છે, મોક્ષ છે એ નિશ્ચય થાય છે. અસ્તિત્વ ભાસવાથી દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી પ૬
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy