SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ કુંવરજીભાઈને કૃપાળુદેવ ખંભાત પત્ર પ્રસંગ રાખવા જણાવે છે. બે-ચાર કે આઠ દિવસને આંતરે તમારે પત્રાદિ લખવાનો પરિચય રાખવો અને પોતાની વૃત્તિ જણાવતા રહેવું. તેમ સવૃત્તિ વર્ધમાન થાય એવો લક્ષ રાખવો. જેમ બને તેમ સંસાર વધવાની જે પ્રવર્તના તેને જતી કરવી અને સવૃત્તિ, સદ્વિચાર અને સશાસ્ત્રને અંગીકાર કરવા અને આ ત્રાસરૂપ સંસારમાં કોઈ પદાર્થ ઉપર વિશેષ પ્રીતિ થવા ન દેવી. સાહેબજીની અંબાલાલભાઈ સ્નાન વિગેરે સેવાનો ઉપયોગ રાખતા. ડેલા પર ૧૧ વાગ્યા સુધી ઉપદેશ ધ્વનિ ચાલતો પછી સર્વે શ્રવણ કરેલ બોધની વાતચીત ચલાવતા. પ્રભુ કસોવાળી પાસાબંધી પહેરતા. કીરમજી રંગનો ફેંટો પહેરતા. એક વખતે પૂજય અંબાલાલભાઈને એક વેપારીએ પૂછેલ કે શ્રી રેવાશંકર જગજીવનની ક. શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેની આડત કરીએ, તે વખતે શ્રી પરમકૃપાળુદેવે ઉત્તરમાં જણાવેલ કે તેમાં અમોને શું પૂછવું, તેનો ઉત્તર તો તમારે પરભારો આપવો જોઈતો હતો. “સપુરુષ અન્યાય કરે નહીં, સપુરુષ અન્યાય કરશે તો વરસાદ કોના માટે વરસશે? વાયુ કોના માટે વાશે ? સૂર્ય કોના માટે ઉગશે?” એક દિવસ કૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે - “અમોને તો સર્વે મુમુક્ષુભાઈઓ સાથે બેસીને જમવાની ઇચ્છા છે પરંતુ અમારાથી તેમ બની શકે નહીં. એ માર્મિક હેતુઓ સહિત જણાવ્યું હતું. અમને સમાનતા જ ગમે, કોઈથી ભિન્નભાવ અમને નથી. છતાં જ્ઞાનીપુરુષની અભિન્ન ભાવના, જ્ઞાનીની ગંભીરતા, અલૌકિક દૃષ્ટિ જીવ ન સમજી શકે એટલે સામાન્ય મનુષ્યની જેવા જ છે એમ ગણે. માહાસ્ય ન રહે. વળી જ્ઞાનીનું અનુકરણ પણ કરી બેસે. વ. ૩૮૫ - માં જ્ઞાનીનું આત્મપણું, પરિતોષપણું અને મુક્તપણું જીવને જાણ્યામાં ન આવે એટલે તે પ્રસંગમાં પોતાની જેવી દશા થાય તેવી જ્ઞાનીમાં કહ્યું. એથી સામા જીવને આવરણ આવે એવી પ્રભુને અનુકંપા વર્તે છે.” શ્રી રાળજ વિ. સં. ૧૯૫૨ કાવિઠાથી પજુસણનો વખત થવાથી એકાંત અર્થે પ્રભુ શ્રાવણ વદ ૧૧ના રોજ સીંગરામમાં રાળજ પધાર્યા હતા. પૂજ્ય ઝવેર શેઠનો ડમણીયો - અરજ કરીને ત્યાં રાખ્યો હતો. પર્યુષણ ત્યાં કર્યા. - વ. ૭૦૧ - પૂજ્ય અંબાલાલભાઈ રસોઈ બનાવતા, બંગલાની નીચે જમવા પધારતા. ઉતારો ખરશેદજી શેઠના મકાનમાં હતો. ૧૯પરમાં બીજીવાર પધાર્યા હતા અને ૨૮ દિવસની સ્થિરતા થઈ હતી. ત્યાં શ્રી ઠાણાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીમાંથી થોડા પાઠો સમજાવતા, ત્યાં એક વખત આહાર લેવાની મુમુક્ષુઓને આજ્ઞા હતી. પ્રભુએ સમ્યગદર્શનની અદ્ભુત વ્યાખ્યા જણાવી, તે વિચારવા માટે દરેકને જુદા જુદા બેસવા આજ્ઞા કરતા હતા. કૃપાળુદેવ મેડા ઉપર વચલા હોલમાં છત્રપલંગ પર શયન થયા હતા, અને ગાથાઓની ધૂનના વારંવાર ઉદ્ગારો થતા હતા. એક દિવસ ખંભાતથી શ્રી ગાંડાભાઈ, વિગેરે આવીને મેડા પ૨
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy