SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ શ્રી રાજછાયા, ખંભાત વિ. સં. ૧૯૪૯ સં. ૧૯૪૯ની સાલમાં પર્યુષણ બાદ પ્રભુ પેટલાદ થઈ નિવૃત્તિ અર્થે ખંભાત પાસે કંસારી ગામે પધાર્યા. ત્યાં કીડીયોનો ઉપદ્રવ હોવાથી દીનાનાથ ખંભાત પધાર્યા. ખંભાતથી લખેલ પત્ર છે. શ્રી છોટાભાઈના મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા થઈ હતી. તે મકાનની અગાશીમાં શ્રી યશોવિજયજી કૃત - સાડી ત્રણસો ગાથામાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા. એક દિવસ સાયંકાળે દરિયા પર ફરવા પધાર્યા ત્યારે પૂજય અંબાલાલભાઈ વિગેરે બીજા ભાઈઓ સાથે હતા. આવતી ફેરા પ્રભુએ શ્રી ડુંગરશીભાઈને કહ્યું - ગામમાં ક્યાંથી જવાશે ? તેઓ રસ્તા જાણતા ન હતા છતાં જ્ઞાનીપણું માની લીધેલું તેથી કીધું કે ચાલો મારી સાથે. કૃપાળુદેવ જાણતા હતા કે આ રસ્તો ગામમાં જતો નથી. છતાં તેની સાથે અંબાલાલભાઈ વિગેરે ગયા, પછી આગળ જતાં ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે પ્રભુએ દયા કરી કડક ભાષામાં ઠપકો દીધો કે – આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર વિસ્તારથી સમજાવી વ્યાખ્યા કરી હતી. ત્યારથી ડુંગરશીભાઈનું અભિમાન જ્ઞાન પામ્યાનું ગળી ગયું હતું. પછી બોધમાં કહ્યું કે – એક સપુરુષ પ્રત્યે - પ્રત્યક્ષ ભગવાન પ્રત્યે જેનો ઓઘે પણ રાગ હોય તે પણ કલ્યાણ પામે આ વાત “સુમતિ' ગ્રંથમાં કહી છે. માટે તમો અમારી પૂર્ણ શ્રદ્ધા રાખજો.” આમ રોજ રાજછાયામાં સત્સંગ વર્ષા ચાલતી હતી અને પૂ. અંબાલાલભાઈ, શ્રી છોટાભાઈ વિગેરે અમૃત પાન કરી અભય થતા હતા. એક દિવસ – પ.પૂ. કુંદકુંદાચાર્યકૃત “સમયસાર’ - નામનો ગ્રંથ વાંચતા હતા તે વેળા જાણે એકલો આત્મા જ બોલે છે એવો ભાસ – અનુભવ થતો, પ્રતીતિ આવતી. ભ્રાંતિથી પોતામાં જ્ઞાન માન્યું હોય તેનો સંશય દૂર થાય એવું દૃષ્ટાંત આપી સમજાવતા કે – “આત્મજ્ઞાન તેને કહેવાય છે કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિત્ માત્ર રૂંવાડામાંય ભય થાય નહીં.” - શ્રી રાજછાયામાં નિવાસ દરમ્યાન એક દિવસ પ્રભુ પૂજ્ય અંબાલાલભાઈને ઘેર પધાર્યા. તે વખતે સત્સંગ અર્થે ઉગરીબેન પણ અંબાલાલભાઈના ઘેર આવ્યા હતા. શ્રી લાલચંદભાઈને ઢંઢીયાના શ્રાવકોએ કૃપાળુદેવની વિરૂદ્ધ ઉશ્કેર્યા હતાં એટલે વ્યાખ્યાનમાંથી ઊઠી બધા અંબાલાલભાઈના ઘેર આવ્યા એટલે લાલચંદભાઈ કૃપાળુદેવ પ્રત્યે ઘણા જ આક્રોશ વચનથી બોલ્યા કે - તમે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું. અંબાલાલ કંઈક બીજું સ્મરણ કરે છે. ઇત્યાદિ ઘણાં જ કઠણ વચનો કહ્યાં. પરમાત્મા તો શાંત રહ્યા. અંબાલાલભાઈ પણ જોઈ રહ્યા. તે બોલતા બંધ થયા ત્યારે પરમકૃપાળુદેવે લાલચંદભાઈને પૂછ્યું કે - “તમે ૬૦ વર્ષથી ધરમનો અભ્યાસ કરો છો - વ્યાખ્યાન સાંભળો છો તો કહો જીવનું સ્વરૂપ શું છે?” લાલચંદભાઈ ગૂંચાયા – જવાબ ન દઈ શક્યા, એટલે ઢુંઢીયાના શ્રાવકો ભણી જોયું ને કીધું કે - આ લોકો જવાબ દેશે. લાલચંદભાઈના કહેવાથી કૃપાળુદેવે તેઓને પૂછ્યું તે પણ કંઈ જવાબ દઈ ન શક્યા ને ક્ષોભ પામ્યા અને બધા શ્રાવકો ઊઠી ચાલ્યા ગયા. એક વખત કૃપાળુદેવ પધાર્યા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ, શ્રી કલાભાઈ, શ્રી ગાંડાભાઈ ૩
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy