SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ પ્રેમ જાગ્યો. આણંદમાં બે-ત્રણ દિવસનો સત્સંગ, હરિરસ માણ્યો. પૂજ્ય શ્રી સોભાગભાઈ આણંદ આવ્યા નથી તેથી હૃદયસખાને યાદ કરીને લખે છે. “(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” - વ. ૩૦૭ “જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે.” આ પત્ર પૂજય અંબાલાલભાઈને વાંચવા ને બીડવા આપે છે. વળી આણંદ મુમુક્ષુઓ પર કૃપા કરી મુંબઈ કર્મક્ષયાર્થે પધાર્યા. પોતે શ્રીમુખે પ્રકાશ્ય છે. “મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે; જીવોના કલ્યાણને અર્થે.” - વ. ૩૭૩ - ૧) જગ પાવન કરતાં કરતાં પ્રભુ આણંદથી મુંબઈ પધારે છે. ત્યાંથી પૂજ્ય અંબાલાલભાઈને અંતરંગ વર્તતી અપૂર્વ સંયમ શ્રેણીનું દિગ્દર્શન કરાવે છે. જે પત્ર લખે છે – “ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ.” - વ. ૩૧૨. જે દશાનું ધ્યાન કરતાં આત્મા સ્વરૂપાનંદની શ્રેણિએ ચડતો જાય - આવા (અનુપમ) અચિંત્ય સ્વરૂપનું પૂજ્ય અંબાલાલભાઈને વ. ૩૧૨માં કેવું અદ્ભુત દર્શન કરાવે છે કે જેથી અંબાલાલભાઈની ચિત્તવૃત્તિમાં તે દશા સ્મૃતિરૂપ રહે, જેથી સહેજે આત્મબોધ થાય, એ તેમની ઉત્તમોત્તમ પાત્રતા હતી. ૨) પરમાત્માની છાયામાં વસવાથી જેમ જેમ અંબાલાલભાઈની મુમુક્ષુ દશા, જિજ્ઞાસા બળ, વિચાર બળ વધતાં જાય છે તેમ તેમ પ્રભુ પાત્રમાં તત્ત્વ રસાયણ રેડે છે અને – “હીરા પારખુ ઝવેરી મળતાં માલ બધોય બતલાવે.” તેમ પરમાત્મા વ. ૩પ૬માં પોતાનો અંતરંગ વૈભવ – (ઝવેરાત) તેમને બતાવે છે અને ગ્રાહક થવાની સીધી પ્રેરણા કરે છે. “આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.” “સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જ આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; ...તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે, કરવા યોગ્ય પણ એમ જ છે.” - વ. ૩૫૩ ( ૩) પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મને અબંધ પરિણામ ભોગવી સર્વથા છૂટી જવાની પરમકૃપાળુ દેવે સ્વચર્યાથી આ એક ચાવી આપી કે તમે પણ તેમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. પ્રીતિ - અપ્રીતિ જેમ ઉત્પન્ન ન થાય તેમ તેવા પ્રસંગમાં સવિચારથી વર્તો. ૪) શાસ્ત્રવાંચનની અંબાલાલભાઈ પૃચ્છા કરી આજ્ઞા માંગે છે ત્યાં નિષ્પક્ષપાત દૃષ્ટિ આપે છે. “વિચારસાગર અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ.” - વ. ૩૫૮ 38
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy