SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ નયને – નયન મલ્યાં – મનભ્રાંતિ ભાંગી ગઈ. પ્રભુ ચરણમાં બધુ સોંપી, વિનય ભાવે ઢળી પડ્યા. એના સંત સ્નેહીમાં એનો આતમ ઠરી ગયો. શાંતસ્વરૂપી સ્વામી પરમકૃપાળુદેવ ડેલામાં વચલા હોલમાં બહાર ગાદી પર બિરાજ્યા હતા. અબ હમ અમર ભયે ન મરેંગે.' ‘કમઠ દલન જિન બંદત બનારસી,’ એ પદો ઉચ્ચારતા હતા. સાંજના ઘોડાગાડીમાં પરમકૃપાળુદેવ અને પૂજ્ય અંબાલાલભાઈ દરિયા તરફ ફરવા સારૂ પધાર્યા હતા. રસ્તામાં આવતાં સ્થળો વિષે પરમકૃપાળુદેવ પૂછતા હતા. (પૂર્વની સ્મૃતિ પ્રમાણે) રાતના ફરીને આવ્યા. અંબાલાલભાઈના ઘરે અંદરની ઓરડીમાં બિછાનું પાથર્યું હતું ત્યાં પધાર્યા. સવારે શ્રી લાલચંદભાઈને જયોતિષ જાણવાની ઇચ્છાથી કૃપાળુએ કહ્યું કે ‘તમારો જન્મ શ્રાવણ વદમાં ફલાણી તિથિએ થયેલ છે ?” લાલચંદભાઈએ કહ્યું - ‘હા, જી, આપે કહ્યું તે ખરૂં છે.” બીજે દિવસે ઉપદેશ ચાલ્યો હતો. સત્સંગનું મહાભ્ય પૂર્વભવે વેડ્યું હતું તે જ કર્તવ્યરૂપ છે એમ પ્રેરણા આપતા હતા કે – “સત્સંગ શોધો. સપુરૂષની શ્રદ્ધા વિના છૂટકો નથી.” સાંભળીને લોકો આશ્ચર્યચકિત થતાં. ૧૨ વાગ્યા પછી પૂજ્ય અંબાલાલભાઈના આગ્રહથી સ્થાનકવાસીના ઉપાશ્રયે પ્રભુશ્રીજીની જિજ્ઞાસાથી ગયેલા ને ત્યાં હરખચંદજી મહારાજ સમક્ષ સિદ્ધાંતોના અનુપમ અર્થ અને ૮ અવધાન કર્યા તેથી બધા મુનિઓ વિગેરે અહોભાવ પામ્યા. ત્રીજે દિવસે ગામ બહાર નારેશ્વર બાગમાં ફરવા ગયા હતા. ત્યાં બોધ ચાલ્યો હતો. કૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી સર્વેએ અત્યાનંદ અનુભવ્યો હતો. વ. ૧૩૯માં ભગવાને લખ્યું હતું કે - “અમારી પૂર્ણ કસોટી કરજો..... તેમાં તમને યોગ્યતાનું કારણ છે.” જેની પાસેથી જે વસ્તુ લેવા જઈએ તે, સોનું વિગેરે ચોકખું છે કે નહીં તેની તપાસ કરીએ છીએ ને ? તેમ જેની પાસેથી ધર્મ લેવા જઈએ તેની પાસે ધર્મ છે કે મત? તેવા સમદર્શી ગુરૂ છે? તેની પરીક્ષા કરવાનું શાસ્ત્રકારો કહે છે. કસ, તાપ અને ભેદ એ ત્રણ પ્રકાર કસોટીના છે. કૃપાળુદેવ તો સાચા પુરૂષ છે તેની ખાત્રી પૂજય અંબાલાલભાઈને હતી જ. - હવે જે મુમુક્ષુ ભગવાનને આશરે આવ્યો તેને પોતાની સંપત્તિ એ ક્યારે આપે ? કસોટી કરીને. પૂજ્ય અંબાલાલભાઈની કસોટી તે દયાળુએ કરવા ધાર્યું - એક વખત પૂજ્ય અંબાલાલભાઈને આજ્ઞા કરી કે - “અંબાલાલ, બહારથી ફળિયું સ્વચ્છ કર.” તે વખતે પૂજય અંબાલાલભાઈના ઘરા આગળ નોકર સાફસૂફીનું કામ કરતો હતો. અંબાલાલભાઈ પ્રભુનો આશય ન સમજી શક્યા તેથી કેશવને કહ્યું કે - તું બધું જ બહારનું પણ ફળિયું વિ. સાથે સાથે સ્વચ્છ કરી નાંખજે, કચરો ઘણો છે તે ન શોભે. ૨૮
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy