SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ દિવસ જઈ શકાય તેવું બને તો ઠીક, જેમ યોગ્ય લાગે તેમ જણાવશો. - સેવક પોપટના સવિનય નમસ્કાર ત્રણે કાળને જેણે મુઠ્ઠીમાં લીધો એવા સદૂગુરૂ વર્ધમાન શ્રીમદ્ રાજ્યચંદ્રને ત્રિકાળ નમસ્કાર ! મૃત્યુથી જે નિર્ભય થયા, મન જેનું નિંદામાં અને સ્તુતિમાં સમવર્તે છે તે મહાત્માઓને નમસ્કાર ! ૧૭) પરમ પૂજય ભાઈશ્રી અંબાલાલભાઈ પ્રત્યે આપની તરફથી આજે કાર્ડ પહોંચ્યું, વાંચી ઉપકાર થયો છે. હે ધર્મબંધુ ! આપના વગર આ મૂઢને આવી લાગણી કોણ આપત? આપનો પરમ ઉપકાર થયો છે તેથી સેવકને કૃપા કરી યોગ્ય અવસરે શિક્ષા આપવા કૃપા કરશો. હાલ સવારના ૮ થી ૧૦ સુધીમાં “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ સમજણ પ્રમાણે વિચારું છું. અત્રે હું તથા વનમાળીભાઈ સહજસાજ ભક્તિનો વિચાર કરીયે છીયે. સાણંદથી મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ વાંચવા સારૂ અત્રે આવી ગયો છે તે વાંચવાને ધારવા વિચાર રહે છે.... “માર્ગોપદેશિકા' પુસ્તક હાલમાં નવાં છપાય છે તેથી મળ્યાં નથી. સંસ્કૃત બીજી ચોપડીનો રૂપિયો એક આપ્યો છે. ‘પુરૂષાર્થ સિદ્ધિઉપાય' ગ્રંથના શ્લોક એકાવન ઉતાર્યા છે, કુલ ૨૨૫ છે. હાલ એ જ સેવક પોપટ ૧૯૫ર અષાઢ વદ ૨ રવિ વિરમગામ શ્રીમદ્ પ્રભુ મહાત્મા શ્રી રાજ્યચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર ૧૮) મુરબ્બી પૂજ્ય બંધુ શ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. આપનો કૃપામય પત્ર તથા વચનામૃતનું પુસ્તક મને મળ્યું હતું તે પુસ્તક ઉતારી લઈ આપની આજ્ઞા અનુસાર બંધાવી ભાઈશ્રી કુંવરજીભાઈને કલોલ મોકલાવ્યું છે. આપે મને સપુરુષના ચરણકમળમાં તલ્લીન થવાનો ઉપદેશ આપી ઉપકાર કરેલ છે. અવશ્ય મારા શ્રેયનો માર્ગ એ જ છે. આપને પણ પુરુષોમાં ટેકારૂપ એક છો એમ ગણું છું, કારણ કે શ્રી સદ્દગુરૂની કૃપારૂપ પ્યાલો જેણે પિધેલ છે. વચનામૃતનું પુસ્તક સર્વે વાતે શ્રેયકર છે. જેના વખાણ યથાયોગ્ય કરી શકવા આ લેખકની શક્તિ નથી. કૃપા કરી આ લેખકને કૃપાળુ ગુરૂથી મળેલા આશય સમજાવી પત્ર દ્વારા રસ્તે ચડાવવા વિજ્ઞપ્તિ છે. સદ્દગુરૂ તરફથી પવિત્ર થયેલ આપના વચનો મને હિતકર નિવડે એમ ઈચ્છું છું. જે પવિત્ર પુરૂષ વિષે આપ લખો છો તે પુરૂષ તરફ મારો પ્રેમ કેવો છે તે હું શું કહું? કદાચ પ્રેમના બદલામાં આત્મા અર્પણ થાય તો પણ થોડું એમ હું સમજું છું, પણ મારાથી જે પ્રેમ તેમની તરફ રખાય છે તે ખરા પ્રેમ સાથે સરખાવતા ઘણો અલ્પ છે, કારણ કે ભવ દુઃખના તારણહાર પવિત્ર સદ્દગુરૂની સેવા જયાં સુધી થઈ શકતી નથી ત્યાં સુધી સર્વ વૃથા છે. એ પવિત્ર પુરૂષના ચરણ ઉપાસવા આ જીવની ઉત્કંઠા છે પણ કર્મની બહુલતાને લીધે કે માયાનો મોહ છે એટલે એટલો પુરૂષાર્થ કરવા સમર્થ થતો નથી એ શ્રીજીની કૃપા થશે ત્યારે એ પણ થશે એમ મને નિશ્ચય છે. સંસાર તરફ હજી કેમ વર્તાય છે તે સૂઝ પડતી નથી, ૧૦૧
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy