SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ SિMS SS સત્સંગ-સંજીવની SERS AS TO વંચાવવો શરૂ કર્યો હતો. તે થોડો અંધૂરો રહ્યો તે વખતે કહે કે હવે મને ઊંઘ આવે છે. કીલાભાઇએ કહ્યું કે હવે થોડો પત્ર બાકી છે. તે પૂરો થયે ઊંધી જજો. ત્યાં સુધી બિચારા જીવે યત્ન તો ઘણું કર્યું. પણ અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું. ત્યાં દુઃખના આવેશથી આંખો ઢળી પડવા માંડી અને પાંચ વાગ્યાના સુમારે દેહ નાખી દીધો. એટલે અત્યંત પીડામાં પ્રવેશ કર્યો. આ સઘળી હકીકત બબે કલાકે મંગાવતો રહેતો હતો. પણ આજે જ રહી જશે એવું કોઇના કલ્પવામાં આવેલ નહીં. અને તે દિવસે સારૂં વર્તાયું હતું, તેથી મારા મનમાં એમ હતું કે તેવે વખતે જઇશ, અને મને પણ શરીરની અશાતાનું કારણ હતું. ચાર વાગે સ્ત્રીઆદિકની સ્વાર્થી ગરબડની વાત સાંભળી એમ વિચાર થયો હતો કે આ વખતે એ બિચારા આત્માનું એમાં ચિત્ત ક્યાં પરોવાયું ? માટે હું જાઉં. વળી વાળુ કરી જવાય તો રાતના દસ વાગ્યા સુધી એમની સમીપ રહી શકાય, એમ ધારી એક પત્ર લખી રાખ્યો. તે એના વાંચવામાં આવે તો ઠીક, કારણ વાંચવાની અથવા લખવાની એમની શક્તિ હતી. તે પત્ર લખી વાળુ કરી પાંચ વાગે ગયો. જઈને જોયું તો શરીર નાખી દીધું હતું. તેમ વધુ સાંભળવા જેવી સ્થિતિ ન હતી. તેથી બે બે મિનિટે એક શ્રી સદ્દગુરૂનું શરણ સહાયકારી છે એ જ શરણું સાચું છે. એમ ઉચ્ચાર આપતો હતો. જે પોતે સાંભળી આંખ ઉઘાડી માથું હલાવી હા કહેતા હતા, અને તેમ મરણના પાંચ મિનિટ અગાઉ સુધી રહ્યું હતું. વારંવાર તેજ ઉચ્ચાર આપતો હતો. છેવટને વખતે ફક્ત પાંચ જ વાર માથા શ્વાસ થઇ શરીર ખેંચાયું હતું, અને સહજવારમાં જીવ હતો ન હતો થઇ ગયો. અહોહો ! હે પ્રભુ ! તે વખતનો ચિતાર આ લેખકને વારંવાર હજુ સ્મૃતિમાં આવ્યા કરે છે. જે દેહને પંપાળવાનું કહેતા હતા તે જ દેહને મૂકીને જરાવારમાં ચાલ્યા ગયા. એવો એ પવિત્ર ખુશાલદાસનો આત્મા જેતો જોઇ આ લેખકને બહુ જ સ્મરણ થાય છે કે જરાવારમાં ફના થઇ જવાનું છે. આખો એ દેહ મૂકી જવો છે. અને આ જ દેહ પ્રત્યે મમત્વ કરાય છે. એ તે આ જીવની કેટલી અનંત ઘણી મૂઢતા કહેવાય ? પંદર દિવસ થયા પવિત્ર વચનામૃતો સંભળાવવાનું થયું હતું, એમને પણ એજ પ્રિય હતું. બીજા પુસ્તકો સાંભળવાની ઇચ્છા થોડી રહેતી હતી. પોતે જણાવ્યું હતું કે કોઇની લાજ કે લોક ભય રાખશો નહીં. પ્રગટપણે મને પત્રો વાંચી સંભળાવજો. મને લોક ભયની જરૂર નથી. મરણના દિવસે ચાર વાગે તો કીલાભાઇને કહ્યું હતું કે જો જો આ પુસ્તકની આશાતના ન થાય. ચિત્રપટનું દર્શન અપાતું હતું. આવા કારણમાં કુટુંબાદિક વિશેષ પ્રતિકૂળ નહોતા રહેતા. આવા પ્રકારે આ દેહથી રહિત થવાનું છે, ક્ષણવારમાં ચાલ્યા જવાનું છે, એમ પ્રત્યક્ષ જોતાં છતાં અને જવું છે એ વાત ખરી છે એવું માનતા છતાં, એવું યથાર્થ મનાતું નથી, અને જીવને જરાપણ વિચાર થતો નથી, કે પાછું વાળી જોતો નથી. એ આ આત્માનું કેટલું બધું અજ્ઞાન છે. | મુનિ પણ વખતોવખત ત્યાં જતા હતા. અને એ જ સ્મરણ રહેવું કહેતા હતા. પ્રથમથીજ કેટલાક પ્રત્યાખ્યાન મુનિ સમીપે લીધા હતા. એ વિગેરે સહજ જાણવા માટે લખી જણાવ્યું છે. બાર તેર પાનાનો પત્ર ખુશાલદાસને વાંચવાને માટે લખી રાખ્યો હતો. તે તેમના વાંચવામાં આવ્યો હોત તો આપ સાહેબની પવિત્ર સેવામાં મૂકી અયોગ્ય લખાણ થયું હોય તેની ક્ષમાપના ઇચ્છતો છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવા દયા થશે તો આનંદ માનીશ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર : મુનિ સમાગમ ચાલે છે. વૃત્તિ ઠીક રહે છે. સત્યરૂષો પ્રત્યે સામાન્યપણું ન થાય અને વિશેષ વિશેષ પરમોલ્લાસ વૃત્તિ રહે તેમ તેમજ પ્રીતિભક્તિ થાય એવા પ્રસંગની વાતચીત વિશેષ ચાલે છે જી. - કોઇપણ પ્રકારે અવિનયાદિક દોષ થયો હોય તે વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy