SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ {} સત્સંગ-સંજીવની કોઇ પણ પ્રકારના ગચ્છ મત સંબંધી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઇએ. એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું “શ્રી સુબોધક પુસ્તકાલય.’’ આ પ્રમાણે ધવલ પત્ર ૫૨ સ્વહસ્તાક્ષરે લખી જણાવ્યું હતુ, એટલે નામાભિધાન પણ તેઓશ્રીએ કહ્યા પ્રમાણે જ રાખ્યું છે. શ્રી પ.કૃ.દેવના વિદ્યમાનપણામાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલના મકાનના મેડા પર સં.૧૯૫૭ ના મહા શુદ-૫ના દિને શ્રી ગાંડાભાઇના હાથે સ્થાપન વિધિ થયેલ છે. શ્રી પ.કૃ.દેવના ચિત્રપટની પધરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પધરામણી બીજા માળે થઇ હતી અને વાંચન વિચારની બેઠક ત્યાંજ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કેટલાક વર્ષ વીત્યા બાદ સર્વે ભાઇઓને વિચાર થયો કે શ્રી શાળા માટે એક મકાન બંધાવવું. તે વિચારથી તેના ખર્ચ માટેના સાધનો મેળવી શ્રી લોંકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું. તે મકાન તૈયાર થયા બાદ ખંભાત સંસ્થાનના રા.રા.દીવાન માધવરામ હરીનારાયણના હાથે સં.૧૯૬૮ ના આસો વ.૫ ના રોજ શ્રી સુબોધક પુસ્તકાલયના નવા મકાનની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે. શ્રી શાળાના પાયામાં સર્વોપરી ભક્તિ માર્ગનું શુધ્ધ અનુષ્ઠાન કરનાર અનન્ય ભક્ત પૂ.શ્રી અંબાલાલભાઇની સહાયક્તા, પ્રેરણા અમોને રૂડા આશિર્વાદરૂપ નિવડી છે. તેમને પ્રેમભક્તિથી આ શાળાના પાયાને સિંચી મજબુત બનાવેલ છે, એમનો આભાર માની વિનયભાવે નમીએ છીએ. શ્રી પ.કૃ.દેવના વિરહમાં તેમણે જીવનનો શેષ સમય આ શ્રી સુબોધક પુસ્તકાયલના પવિત્ર પરમાણુની છાયામાં બેસી ભવાબ્ધિ તારિણી શ્રી રાજવાણીના સ્વાધ્યાય સત્સંગથી આત્મશ્રેણીની અતિ ઉજ્જવળતા પ્રાપ્ત કરી હતી, અને સમાધિ મરણની સાધના સિધ્ધ કરી લીધી હતી. વળી પ.કૃ.દેવના પત્રોનું આલેખન, શાસ્ત્રની પ્રતો લખાવવી વિ.સદ્કાર્યથી શ્રુતજ્ઞાનની વૃધ્ધિ અર્થે અથાગ પરિશ્રમ તેઓશ્રીએ લીધેલ છે. પૂ.શ્રી અંબાલાલભાઇના સ્વર્ગવાસ બાદ પૂ.શ્રી. ત્રિભોવનભાઇ, પૂ.શ્રી. કીલાભાઇ આદિ ઉપકારી વડીલોએ આ શાળાને ફાલીફુલી રાખવામાં પોતાના તન-મનથી સેવા આપી છે. ઘેર ઘેર જઇ મુમુક્ષુની સંભાળ લઇ સત્સંગ રસથી ભીંજવ્યા છે. એ રીતે ભક્તિના ગુંજન ચાલુ રહ્યા છે. ‘વ. ૪૬૫- તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે.’’ એવી આ શાળાને પરમવિનયભાવે વંદીયે છીએ. Amy - શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ. -: શ્રી સુબોધક પુસ્તકાલય માટેના ગ્રંથોની યાદી : ૧. શ્રી આચારાંગ સૂત્ર ૨. શ્રી સુયગડાંગ સૂત્ર ૩. શ્રી ઉત્તરાધ્યયનજી ૪. શ્રી ઠાણાંગ સૂત્ર ૫. શ્રી રાયપસેણીયાજી ૬. શ્રી પ્રશ્નવ્યાકરણ ૭. શ્રી આત્માનુંશાસન ૮. શ્રી પદ્મનંદીજી ૯. શ્રી સમયસાર ૧૦. શ્રી જ્ઞાનાર્ણવ ૧૧. શ્રી પરમાત્મપ્રકાશ ૧૨. શ્રી સુદૃષ્ટિતરંગીણી ૧૩. શ્રી યોગશાસ્ત્ર ૧૪. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ૧૫. શ્રી વિચારસાગર ૧૬. શ્રી મોહમુદ્ગર ૧૭. શ્રી પંચીકરણ ૧૮. શ્રી દાસબોધ ૧૯. શ્રી મણીરત્નમાળા ૨૦. શ્રી યોગવાસિષ્ઠ ૨૧. શ્રી ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર ૨૨. શ્રી ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ૨૩. શ્રી પ્રકરણ રત્નાકર ૨૪. શ્રી સુંદરવિલાસ ૨૫. શ્રી આઠદષ્ટિ ૨૬. શ્રી પુરૂષાર્થ સિધ્ધિઉપાય ૨૭. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ ૨૮. શ્રી અષ્ટપ્રામૃત ૨૯. શ્રી વૈરાગ્ય શતક ૩૦. ઇદ્રીય પરાજય શતક ૩૧. શ્રી શાંત સુધારસ ૩૨. શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ ૩૩. શ્રી ધર્મબિંદુ ૩૪. શ્રી અધ્યાત્મસાર ૩૫. શ્રી ઉપમિતિ ભવપ્રપંચ ૩૬. શ્રી મૂળપધ્ધતિ કર્મગ્રંથ ૩૭. શ્રી આનંદઘનચોવીશી ૩૮. શ્રી ભાવનાબોધ ૩૯. શ્રી મોક્ષમાળા ૪૦. શ્રી ભગવતીજી સૂત્ર. ૧૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy