SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ O GASKER - સત્સંગ-સંજીવની SSASASA () તે ગુરૂગમથી મળી હતી. તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો! નમસ્કાર હો ! - વચનામૃત :- “સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરૂષોએ કહ્યો છે.” મુનિશ્રી દેવકરણજીને વેદની પ્રબળ વેદતા તથા મરણ ઉપસર્ગને અવસરે તેમને સમતા ભાવતાં તો નિર્જરા છે. હવે જેમ બને તેમ અપ્રતિબંધ અને અસંગપણું પ્રાપ્ત થાય તે કર્તવ્ય છે. મુનિવરોને તે મુનિશ્રીઓનો સમાગમ સંયમને સહાયકારક હતો. વૈરાગ્ય ત્યાગનો વધારો થવામાં કારણભૂત હતો. અમને પણ તેજ કારણથી ખેદ રહે છે, તે ખેદ હવે કર્તવ્ય નથી, અમારે અને તમારે એક સરૂનો આધાર છે, તે શરણ છે.... સર્વ ભૂલી જવા જેવું છે....... નાશવંત છે તે વેલે મોડે મૂકવા જેવું છે....... પરભાવ ભૂલી * જવાય તેમ કર્તવ્ય છે.... ગૌતમસ્વામિએ પણ પ્રભુ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સરૂના સ્વરૂપમાં ચિત્ત જોડશો.... મંત્ર આપેલ છે તે બહુવાર યાદ કરશો. કોઈ વાતે મુંઝાશો નહીં, મુંઝાવા જેવું નથી.” ' શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો. શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણીયા થઈ મૃત્યુ વેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની (એટલી) સચોટતા એવી તો ખુમારી ભરી હતી કે એક વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુધી બોધ ભૂલે નહી. શ્રીમદ્ તેમને પ્રમોદ ભાવે ‘દેવકીર્ણ નામથી સંબોધતા. ૩૦૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy