SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની અને તે વખતે શરીર ઘણું નબળું પડી ગયેલું. જે પ્રથમ સં. ૧૯૪૭ની સાલમાં શરીરનું વજન ૧૪૦ રતલ હતું તે મંદવાડ વખતે વજન રતલ ૫૭ આશરે થઇ ગયેલું. તેથી ચાલવાની શક્તિ મંદ જેવી ને વારંવાર ઝાડે જવું પડે તેથી એક પેટી તેમાં મોટું કાચનું કુંડુ વચમાં રહે તેવી પેટી મુંબઈથી આવેલ તેમાં કળશે જવાનું બનતું તે વખતે ઝાડે પોતે જતા અને તે કુંડુ આ બાલ લઇ જતો ત્યારે તેમાં સુગંધ આવતી. તે ગંધ જાવંતરી કેસર સુખડ વિગેરે જેવી સુગંધદાર છેવટ સુધી જોયેલ. વળી તેવી જ રીતે શરીર પણ સુગંધદાર રહેતું જોવામાં આવેલું. ભગવાનને શરીરે કોઈ વખત તાવ આવતો તે તાવ ઉતરે ત્યારે પરસેવો વળતો તે પણ ઘણોજ સુગંધદાર વખતો વખત જોયેલ અને આવી શરીર સ્થિતિ વખતે પણ મુદ્રા અત્યંત પ્રફુલ્લિત આનંદમય જોવામાં આવતી અને આત્મા આત્મા ભાવે જ અખંડીત વર્તતો તે વિચારતાં સ્પષ્ટ લાગે છે. જ 11551 હે ભગવાન ! અપૂર્વ વીતરાગતા ! સં. ૧૯૫૭માં વવાણીયા છોડયું ત્યારે બે હાથ જોડી બોલેલા - ચારે ગતિને અમારે લેવાદેવા નથી.આ જગતને ને અમારે લેવા દેવા નથી. અને આ દેહને અમારે લેવા દેવા નથી.’’ એ આદિ સ્વરૂપ વિચારતાં આત્મામાં ભગવાનનું સ્વરૂપ સ્પષ્ટ ભાસશે. હે ભગવાન ! મોહનીયનો ક્ષય થયો હતો. 30698 પ.કૃ. દેવે છેલ્લે વવાણિયા છોડયું ત્યારે ચાલતી વખતે તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રીને મિત્રોને વિ.ને. નમસ્કાર વારંવાર કરેલા. છેવટે જતાં જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઇને તેમના મિત્રે પૂછ્યું કે કદી નથી ને આજે કેમ આમ ? તો ભગવાને કહ્યું કે ‘આગળ ઉપર સમજાશે’ ! તે ભાઇ હજી કહે છે કે હવે સમજાયું કે તેઓશ્રી ફરી વવાણિયા આવનાર ન હતા. હે ભગવાન ! આત્મા અત્યંત જાગૃત ઉપયોગે વર્તતો હતો અને દેહ રહેવાનો નથી તેમ જાણતા હતા. પણ તેથી આત્મામાં મંદ દશા કોઇ વખતે જોયેલ નથી. પણ વર્ધમાન જાગૃત ઉપયોગ વર્તતો હતો અને તે છેવટ સુધી. નિર્વાણ પામવાના વખતે ચરણમાં તે પ્રભુની કૃપાથી રહેવાનું બનેલ પણ કોઇ વખતે રાગદ્વેષ, કષાય, નોકષાય જોવામાં આવેલ નથી પણ તેનો ક્ષય કરેલ તે જોવામાં આવેલ હતો. વેદનો ક્ષય કરેલ તે જોવામાં આવેલ. સાક્ષાત્ ભગવાન બીજો મહાવીર જેવી તે દશા પ્રત્યક્ષ જોવામાં આવેલ છે. તો હે ભગવાન ! સમયે સમયે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર. હે ભગવાન ! આપ સર્વજ્ઞ ભગવાન છો. અસંગ દશા, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ હતા. સં. ૧૯૫૭ના ચૈત૨ વદ પાંચમ મંગળવાર બપોરે સ્ટાંડર ટેમ અથવા મદ્રાસ ટેમ બાર ઉપર એકને પાંચ મિનીટ થઇ છે તે વખતે હે ભગવાન ! આપ સ્વરૂપમાં લીન થયા હતા. તે જ સ્વરૂપે સર્વે તીર્થંકર દેવ તથા તમામ ભગવાન સ્વરૂપમાં સ્થિત થયા છે. તા. ૧૬-૮-૧૯૦૧ મુંબઈ T WIE FICHSEN શ્રી સહજાત્મસ્વરૂપ પરમાત્માને ત્રિકાળ ત્રિવિધ નમસ્કાર હો. પરમ પૂજ્ય મોક્ષાભિલાષી ભાઈશ્રી રેવાશંકર જગજીવન તથા પવિત્ર ભાઈ શ્રી મનસુખભાઇ વિગેરે તમામ મુમુક્ષુઓ, hesis HURUS bilus hap ભાઇશ્રી ! આપે જે વિચાર ધાર્યાં છે તે ઘણાં ઉત્તમ છે. અમારી વિનંતી તો એ જ છે જે પરમ પ્રભુની ધારેલી યોજના જલ્દી પાર પાડવાનું કોશિષ થાય, જેમ બને તેમ તાકિદથી બહાર પાડવા કૃપા કરશો, અમો ઘણાં દિલગીર છીએ. પરમાત્માના વિયોગથી જે ખેદ થાય છે તે અવર્ણનીય છે. કોઇ પણ પ્રકારે આત્મા શાંત થતો ૩૦૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy