SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS સત્સંગ-સંજીવની કડી RSS સમ્યત્વ' જ્યોતિ જાગતિ, જે મોક્ષમાર્ગ બતાવતી, રે ! પુણ્ય આત્માના ગુણોની શું કરું હું તો મૃતિ ? આજે સંવત્સરી સત્પરાયણ, સંતની છે, પશતિ, (૧૦૬) સ્મરણાંજલી ચરણે સમર્પ, ભક્તિભાવે હું નમી, ધન્ય ધન્ય હો એ ભક્તને, તેની મને ભક્તિ ગમી, ભવ અંત કરવા સાધનામાં, કાંઈ ન રાખી એણે કમી. પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈને (સત્યપરાયણને) | સ્મરણાંજલી ૐ શાંતિઃ - સંયોજિત : ભાવપ્રભાશ્રી , - પૂજ્ય અંબાલાલભાઈએ પોતાના બનેવી ખુશાલદાસને લખેલ પત્ર ભાઈ, તમારો ધર્માત્મા જોઈ મને કાંઈ કરૂણાબુદ્ધિથી કહેવાની ઈચ્છા થાય છે. પણ તમારી તેવી દશા નહીં હોવાથી મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે છતાં પણ ફરી ફરી વિચારી જોતાં છેવટે પત્ર વાટે જણાવું છું. જણાવવાનું કારણ ફક્ત નિસ્વાર્થ ને પરમાર્થ જ છે. તમારી સાથે, સગાં સંબંધના કારણે કહેવાની જરાપણ આત્મઈચ્છા નથી. એમ સ્પષ્ટ તપાસીને પરમાર્થના કારણે આ લખ્યું છે. ભાઈ, તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરીયે અત્યંત તોફાનમાં પડેલું છે એમ સામાન્યપણે લોકોને દેખાય છે તેમ તેમને પણ તમારા અસહ્ય દુ:ખથી અનુભવવામાં આવતું હશે તથાપિ હવે તે વહાણ ભગવત્ કૃપાએ પાર ઉતરશે એમ દૃઢ છે. છતાં અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલાં દુઃખોને અશરીરાદિભાવે વેદન કરવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. પૂર્વે આ જીવે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે. સ્વરૂપવાન શરીરો ધારણ કરતાં, તેમાં અત્યંત મોહ રાખતાં તે શરીર આખરે મુકવા પડ્યા છે. કોઈ મહાત્મા કે જ્ઞાની પુરૂષ જીવન વધારી શક્યા નથી. તેમજ આ આત્મા પણ જીવન વધારી શકે તેમ નથી. ગમે ત્યારે એક વખત ઍલે કે મોડે આ શરીરને મૂકવું છે અને શરીરનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે તો તે નાશવંત પદાર્થ પ્રત્યે બુદ્ધિવાનને પ્રીતિ કેમ હોય ? અને આવાજ શરીર પૂર્વે તિર્યંચગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયાં હશે તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નરકાદિ ગતિ ઉત્પન્ન કરશે ત્યાં પણ તેને ભાવ પૂછનાર કોઈ મળશે નહીં. ને આ મનુષ્યભવને વિશે જે કુટુંબાદિક સ્નેહીઓ છે તે ફક્ત પોતાના સ્વાર્થને જ માટે ચાકરી કરે છે. કોઈ નિસ્વાર્થપણે એમ નહીં કહે કે ભાઈ તુંને સારું થાય તો અવશ્ય ધર્મ આરાધન કરવામાં હું વિધ્ર નહીં પાડું. એ ઉપરથી આ સ્વાર્થી સંસારનું સ્વાર્થપણું તાદૃશ્ય બતાવે છે. પ્રત્યક્ષ રીતે અનુભવવામાં આવી જાય છે છતાં આ જીવને તેવો વિચાર કેમ નહીં આવતો હોય ? વિચારો, સ્ત્રિઆદિક પદાર્થો પૂર્વે સુશીલ, સ્વરૂપવાન અને ગુણજ્ઞ મળ્યા છે. જેના વિના નહીં જીવી શકે તેવો મોહાદિ પ્રકારથી દૃઢત્વ થયું છે. તે પણ અનંતવાર ત્યાગી ત્યાગીને તેને જ ઘેર દાસપણે જન્મ લેવો પડે છે. અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાન સ્થિતિએ ડામાડોળ થયું છે. ફક્ત એને એક ધર્મ જ સહાયભૂત છે. તેમ છતાં ધર્મ આરાધન ઉપરથી જીવ ભૂલી જઈને સ્ત્રિઆદિક પદાર્થોમાં મોહાદિ ભાવે કેવું ૨૯૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy