SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ OMER SR SEC) સત્સંગ-સંજીવની GPSC HS સત્સંગપૂર્વક કરવો, નહીં તો પૂર્વવત્ થઈ જાય તે ધ્યાનમાં રાખવું. ત્રિભુવન ભોળો માણસ છે પણ ત્યાગમાં હિંમત હારી જાય છે માટે તેને હિંમત આપતા રહેવું અને અનુક્રમે સદ્ગત અંગીકાર થાય તેમ જણાવતાં રહેવું. જે આગાર કહ્યાં છે તે ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં. જેમ જ્યારે એની ભાવના ઉત્કૃષ્ટ થાય તેમ પ્રસંગે કહેવું. - “સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ !” (ઉ.છાયા.) લિંબડીવાસી તથા કલોલવાસી ભાઈઓને જણાવવું કે .... આપણે જે વારંવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ તે કરતાં સહુરૂષના ચરણે સમીપ રહેવાની ઈચ્છા વિશેષ રાખવી.” (પૂ. અંબાલાલભાઈ) - શ્રી સોભાગ્યભાઈના સમાગમ અર્થે આપ તથા બને તો બીજા કોઈ એક મુમુક્ષુ સાયલે જશો, આજ્ઞાથી લખ્યું છે. ઉપદેશ પત્રનો ગ્રંથ ત્થા આત્મસિધ્ધિ ગ્રંથ તમારા પ્રત્યેથી શ્રવણ કરવા વિગેરેની શ્રી સૌભાગ્યભાઈને વિષેશ જિજ્ઞાસા છે. પ્રસંગોપાત કોઈ સામાન્યજનો મુમુક્ષુ સમાગમમાં હોય ત્યારે બનતાં સુધી આધ્યાત્મિક પત્રો ન વાંચવા, તેમજ આત્મસિધ્ધિ તો શ્રી સૌભાગ્યભાઈની સાથે એકાંતમાં વિચારાય તેમ કરશો. કેટલાક તેના આશય શ્રી મુખે કહ્યા છે તે સ્મૃતિમાં હોય તો તેમને દર્શાવશો. મનસુખના પ્રણામ I સં. ૧૯૫૩ જેઠ વદ ૩ સહજાત્મ સ્વરૂપ શ્રી સદગુરૂ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર હો. આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ આદી મુમુક્ષુ ભાઈઓ પ્રત્યે, પ.ક. પ્રત્યે આપના પત્રો બે, પ્રાપ્ત થયા છે. શ્રી સૌભાગ્ય સાહેબના દેહત્યાગના ખબર વાંચી ઘણો ખેદ થયો છે. તેઓનો સદૈવનો વિયોગ થયો તેથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. તથાપી તેઓના અદ્ભુત ગુણો ને દેહ ત્યાગતાં મોટા મુનિયોને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, તેથી આનંદ થાય છે. તેઓની મૃત્યુ વખતની સમતા, દેહાદી પ્રત્યેનો અપ્રતિબદ્ધભાવ તેમજ તેમના સ્વાભાવિક સમતા, નિરાભિમાનતા, નિશ્ચલ મુમુક્ષુતા અને આત્મજ્ઞાનનું તારતમ્ય એ આદિ ગુણો તેમના સત્સમાગમને પામેલા પ્રત્યેક મુમુક્ષુને વારંવાર સાંભરી આવવા યોગ્ય છે. ૫.કૃ.નાથ પ્રત્યે પ્રાર્થના છે કે તેમને અખંડ શાંતિ આપો. ૫.પૂ. શ્રીમદ્ સૌભાગ્યભાઈના દેહત્યાગના ખબર તેમના દેહત્યાગ વખતની આત્માની સ્થિતિ સહિત જે જે મુમુક્ષુઓને આપવા ઘટે તેઓને આપશો એમ આપને લખવા માટે મને પ.કૃ. તરફથી આજ્ઞા થઈ છે. જેમ જેમ શ્રી પૂજ્યપાદ સૌભાગ્યભાઈ સાહેબના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ દઉં છું તેમ તેમ અધિક ખેદ થાય છે. જે લખતાં હૃદય ભરાઈ આવે છે. વિષેશ શું લખું ? વીર મનસુખના પ્રણામ - મુંબઈ - ચંપાગલી .. આપના તરફથી પત્ર મળ્યો તે વાંચી વારંવાર ખેદકારક વિચાર થાય છે. પરંતુ તેઓના ઉત્તમોત્તમ ૨૮૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy