SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ {} સત્સંગ-સંજીવની હે સાહેબ થોડી મુદતમાં અત્રે પધારી દર્શનનો લાભ આપવા કૃપા કરશો. હું આપના સમાગમમાં આવેલો નથી. તેથી આ રંક જીવ આપના ધ્યાનમાં ન હોવા યોગ્ય છે. પરંતુ આ રંક સેવક તો સત્પુરુષ આદિ પવિત્ર ધર્માત્મા પુરુષના દર્શનની અભિલાષા રાખ્યા કરે છે. હમણાં અમદાવાદમાં જ છું તો જેમ બને તેમ તાકીદે દર્શન આપવા સેવકની વિનંતી છે. શ્રી ત્રૈલોક્યપૂજ્ય કરૂણાસિંધુ સદ્ગુરૂદેવના ચરણારવિંદને વિષે આપણ સર્વનું અંતઃકરણ આત્મભાવે અખંડ સ્થાપિત રહો. - ઠાકરશી પરમ પૂજ્ય ભાઈશ્રીની સેવામાં લિ. સેવક પોપટ. ભાઈશ્રી ઠાકરશીએ લખ્યું તે જ મારી જિજ્ઞાસા છે. તે દર્શનની ઈચ્છા પૂર્ણ કરશો. હાલમાં હું પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય પુસ્તક વાચું છું. પત્ર-૭૦ ફાગણ સુદ ૭, ૧૯૫૫ શ્રીમદ્ પરમગુરુભ્યો નમઃ પરમ પૂજ્ય શ્રી વીતરાગ આજ્ઞાનુસારી સકલ ગુણ સંપન્ન શ્રી અંબાલાલભાઈ - ખંભાત. પૂ. શ્રી મનસુખભાઈ પ્રત્યેનો પત્ર આજે પ્રાપ્ત થયો છે. તે વવાણીયે મોકલી આપીશ. પરમ પૂજ્ય દેવાધિદેવ શ્રી રાજ્યચંદ્ર પ્રભુ ગયા મંગળવારે શ્રી વવાણીયા પધાર્યા છે. આપે આજ્ઞાનુસાર વર્તન કરી લાભ લીધો છે. રાત્રીએ સત્સમાગમમાં પણ લાભ લીધો છે, તેથી આપને ધન્યવાદ ઘટે છે. પરમ પૂજ્ય દેવાધિદેવશ્રી અત્રે બિરાજ્યા હતા ત્યારે દર્શનનો તથા અમૃતવાણી શ્રવણ કરવાનો અમોએ લાભ લીધો છે. અલ્પજ્ઞ દીનદાસ નવલચંદ ડોસાના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર-૭૧ સંવત ૧૯૫૪ સકળ શ્રેયસાધક શ્રી અંબાલાલભાઈ. ઉદયાનુસાર મારી અહીં સ્થિરતા છે. વીતરાગ ભગવાન, અતિ નજદીક બિરાજતા છતાં ઘણા આવરણોને લઈને દર્શન કરવા પણ જઈ શકાતું નથી. ધન્ય છે આપને કે વખતોવખત દર્શનનો તથા સેવાભક્તિનો લાભ લ્યો છો. આપનો ઉપદેશ પત્ર પણ જે દિવસે આવે છે તે દિવસ હું મારો માંગલિક ગણું છું. અને તેવો માંગલિક દિવસ એમ જ આવ્યા કરે એવી મારી વિનંતી છે. આપનો પત્ર જે સાથે દીનદયાળને વિનંતી કરેલો પત્ર હતો તે મને ગઈ કાલે રાત્રે મળ્યો છે. તે વખતે વવાણીયા બંદરની ટપાલ ચાલી ગઈ તી. તેથી અમલ કરી શક્યો નથી. આજે મહાસ્વામીજીની સેવામાં તે વિનંતી પત્ર મોકલાવ્યો છે. પરમાત્માનો હમણાં પાંચ, છ દિવસ થયા પત્ર નથી, તેથી વવાણીયામાં કેટલી સ્થિરતા છે તે જાણવામાં નથી. મુંબઈમાં રોગનો ઉપદ્રવ વિશેષ છે. હાલ મુંબઈ તરફ ન પધારવાની આપે વિનંતી કરી તે મારી સમજ મુજબ ઠીક કરી છે. ૨૭૯ અહો ! પ્રભુ હું ઘણોજ પ્રમાદી, અધમાધમ, પામરમાં પામર, દાસાનુદાસ, જ્યારે આત્મામાં પ્રગટ થશે રાગાદિકમાંથી આસક્તિ ઊઠી જશે, સત્પુરુષના ચરણ કમળમાં પડશે, તનથી, ધનથી, મનથી આસક્તિ સર્વ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy