SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ SિS SS સત્સંગ-સંજીવની ) SYS S ) દયાવંત પુરુષ પરમાર્થ જ કરે, માટે પરમ ઉલ્લાસથી લખતા રહેશો. ) પત્રિકા લખો તેમાં મુનિ દેવકરણજીનું નામ લખજો. શાથી ! તે પત્ર તેમના વાંચવામાં આવે છે માટે, વખતે ખેદ થાય, તે પણ સમયસાર નાટક ને વેદાંતના ગ્રંથાદિક વાંચવાથી પરમાત્માના દ્વાર પર આવવું ઈચ્છે છે. પણ સત્ સમજાયું નથી માટે અટક્યું છે. પણ મને એમ લાગે છે જે ઘણું કરીને સમજશે ખરા. તે કોઈ પ્રકારે ખેદ કરતા નથી. ઘણું કરી મળતા રહે છે. સત્નો સમાગમ થવાથી ઘણો ઘણો ગુણ ઉપજે. પણ સમજાતું નથી. આ જીવ પૂર્વ સંસ્કાર કર્મોને બળે કાળનો વિશ્વાસ કરે છે. એ બધું મિથ્યા, ભ્રમ ટાળવાનું કારણ સાચા પુરુષોની ચરણ-કમળની સેવા ભક્તિમાં અને સત્સમાગમમાં રહ્યું છે. એ જ ભજવું શ્રેષ્ઠ છે. મને તો વિચારથી અનુભવી જોતા ખરું કારણ એ જ લાગે છે. વળી અન્ય હોય તો જણાવશો. જે આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તેનું મૂળ કારણ તો સત્ જ્ઞાનીઓ જ જાણે છે. આપે મૌન વિષે લખ્યું તે ખરું છે. અમારાથી વાણી સંયમ બનતું લીધું છે. તે વિષે ત્યાં સાધુજી આવ્યા છે તેમના કહેવાથી જાણશો. પત્ર લખો તો સસ્વરૂપને અભેદભાવે વંદન કહેશોજી, તમો તથા તમારા સહવાસી ભાઈઓ જિજ્ઞાસુઓ સર્વત્ર સસ્વરૂપને અમારી વંદના છે. બીજું અમોને જણાવા જેવી વાત હોય તો પત્રિકાથી જણાવશો. ઘણું કરીને પુરુષની વાણીને સંભારી જાણવાની ઈચ્છા છે. પત્ર લખતા રહેશો. મુંબઈ મધ્યે મરકીનો ઉપદ્રવ વધારે સંભળાય છે. મુંબઈથી લોક ગાડીએ ઉતરે છે તેને ગામમાં પેસવા દેતા નથી. તારીખ ૨૯મીએ મુંબઈમાંથી લોકને કાઢી મૂકવા અને મુંબઈ ખાલી કરવી, વળી મુંબઈથી હાઈકોર્ટ ઉપાડી મૂકી પૂના તથા સૂરતમાં લાવવી. આવી વાત ચાલી રહી છે. ત્યાંથી લોક નાસાનાસ થઈ રહી છે. હવે આવો મહાદુષમકાલ હળાહળ જોઈ આ દુષ્ટ આત્માને જરા પણ લાજ નથી. આયખું ચાલ્યું જાય છે. હજુ તો જાણે ઘણાં કાળનો આગ્રહ કરી રહ્યો છે. આજ નહિ કાલ કરીશ. આ કેવી મૂર્ખાઈ જીવની છે. જાણે મરવું જ નથી. જરાય ભય પામતો નથી. હે પ્રિય ! ધન્ય છે તે મુમુક્ષુને જે સદ્ગરૂની અહોનિશ સેવા ભક્તિ કરે છે. તેના કૃતકૃતાર્થને ધન્ય છે. સમય માત્રનો પ્રમાદ કરતા નથી. હે ભાઈ ! હું તો મહાદુષ્ટ પાપીથી કાંઈ બનતું નથી. તે પ્રભુના વચનામૃતો સાંભળી જિજ્ઞાસુ તો જાગૃત થઈ જાય છે. હૃદય ભીનું ભીનું પલળી જાય ને વૈરાગ્યમાં આવી જાય છે, અને પ્રતિબંધને ત્યાગે છે. જેમ બને તેમ સ્વછંદને રોકે છે. હે પ્રિય ! આ મૂઢથી એવી દશા થતી નથી. હવે તો પ્રભુનું સ્મરણ કરતાં જો કૃપાળુનાથના દર્શન થાય તો સારું. પણ આ દુષ્ટ જીવથી કાંઈ ભક્તિ બનતી નથી. અને દર્શનની અંતરાય તૂટતી નથી. કોઈ મહાપાપના અંતરાયથી પરમ પૂજ્યના દર્શનનો વિજોગ છે. અહિંયા તો તે જોગ આવવો દુષ્કર લાગે છે. બીજું પ્રભુ કૃપાળુનાથજી ઉપર એક પત્ર લખ્યો છે. તેમાં આજ્ઞા મંગાવી છે. જો વવાણિયા તરફની આજ્ઞા આવે તો તે તરફ જઈએ. અને નહિ આવે તો આ ક્ષેત્રમાં જ રહીશું. એ જ વિનંતી. પત્રની રાહ જોયા કરીશ. પરમકૃપાળુનાથ સમીપેથી જે પ્રભુના દર્શનનો લાભ મળવાનો પત્ર આપને ભેટ થવાથી આ દાસને ખબર કરશો. અને તે જોગે આપનું પધારવું થશે અને પરમકૃપાળુનાથના પૂર્ણ દર્શનનો લાભ મળવાથી આ દીનદાસ પરમાનંદને પામી કૃતાર્થ થશે. હે ભાઈ ! હું શું લખું. આપ તો દયાળુ છો, સર્વ જાણો છો ! આપની સ્મૃતિ આવવાથી આનંદ પામું છું. આ દુષ્ટ જીવનું બહું મૂંડું થઈ જાત. પણ જે જે આપે પરમાર્થ જાણી વચનો કહ્યાં તે અમૃત તુલ્ય લાગ્યાં છે - લાગે છે. વહેલા પધારો, વહેલા પધારો. | મુમુક્ષભાઈઓ પ્રભુની ભક્તિના ઈચ્છક એવા ત્રિભોવનભાઈ, કીલાભાઈ, મગનભાઈ, છોટાભાઈ, નગીનભાઈ વિગેરેને અમારા હરિસ્મરણ. પરમકૃપાળુ પ્રભુ ઉપર એક પત્ર મોકલવા ઈચ્છા છે. પણ અલ્પબુદ્ધિના ૨૬૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy