SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ O RSS S SS) સત્સંગ-સંજીવની ( 2) D () છે, અને આપનો પણ અભિપ્રાય તે જ પ્રમાણે આપના હાલના પત્રથી જાણેલ છે. આપ વવાણીયા પધારો ત્યારે અમુક વખત મોરબીમાં સ્થિરતા કરવા અરજ કરું . કારણ કે હવે શું કરવું તે વિચારી ત્યાર પછી અરસપરસ પત્રવ્યવહાર ચાલુ થઈ, છેવટે આપની આજ્ઞાને તાબેદાર થયા છીએ. હાલ ચર્ચાપત્રીઓ વર્તમાનપત્રમાં ઉપરાચાપરી વિષય આપવા માંડ્યા છે. તે કોઈ કોઈને પૂછતું નથી. પોતાની ઈચ્છાનુસાર જ્યે જાય છે. ત્યાં તરફથી કોઈને આટિકલ આપવાનું મન થાય તો આપની સલાહ લઈ તેમજ પૂ. રેવાશંકરભાઈનો અનુમત મેળવીને આપે, એમ ગોઠવણ થવા વિનંતી છે. લિ. મનસુખ. પત્ર-૪૧ વૈશાખ વદ - અમાસ પરમપૂજ્ય પ્રભુને ત્રિકાળ નમસ્કાર શ્રીજી ઉપર મુંબઈ એક પત્ર લખીશ. પવિત્ર ભાઈ. આપની સેવામાંથી પત્ર એક મળ્યો છે. તેમાં લખ્યું છે તે પ્રભુનું પધરવું થશે. પણ મારી કોઈ પૂર્ણગાઢી અંતરાયને લીધે તે સત્યરુષના દર્શનનો લાભ લઈ શક્યો નહિ. શમ એટલે ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું. અહંભાવ, મોહ, રાગ, દ્વેષ, સંકલ્પ, વિકલ્પનું ઓછું થવું. ચિત્તની ફુરણા થાય છે તેનું સ્થિર થવું. વાસના, ઈચ્છા, વાંચ્છા, તૃષ્ણા, રાગદ્વેષ, ઈદ્રિયોની મંદતાથી તથા રૂંધવાથી અવિદ્યાનું મંદ થવું, ભ્રાંતિનું ટળી જવું, દેહના મમત્વનું ત્યાગવું, મૂછનું કાઢવું, જગતની માયાનો ત્યાગ, સંસારમાં વૃદ્ધિપણું ન કરવું, સ્વજન કુટુંબમાં વસ્ત્ર, પાત્ર, ચેલા ચેલીમાં, પુસ્તકમાં, પાટપાટલા, આભૂષણમાં, ગામમાં, નગરમાં, પશુપક્ષીમાં, મનુષ્યમાં, વૃદ્ધમાં, બાળકમાં, સેજ પલંગમાં, ગાદી તકિયા, અરીસો, બાગબગીચામાં, સોનારૂપામાં, હવેલીમાં, પોળમાં, ફળિયામાં, ઘરમાં, સીમમાં, ખુરશીમાં, પેટીપટારામાં જગતમાં જેટલું દ્રવ્ય આવે છે તેથી નિવર્તવું. સર્વ ભ્રાંતિરૂપ છે, એમ સમજવું. જગતમાં કોઈ વાત ખરી નથી. કોઈ વસ્તુ ખરી નથી. સર્વનો નાશ છે. કોઈ અચળ રહેવાનું છે નહિ. સર્વ ચળ વસ્તુ છે. ખોટાની માન્યતા છે, તેથી વિરમવું. જગતની દૃષ્ટિ વિકારી છે, તેથી પાછું વળવું. તેમાં ચિત્તને પરોવવું નહિ. કંઈ મારુ કરી માન્યતા કરવી નહિ. સર્વથી નિવૃત્ત થઈ નિજભાવમાં આવવું તે શમ. હવે પદર્શનના જે જે શાસ્ત્રોના ભાવાર્થ તેમાં બહિમુર્ખ છોડી સટુરુષના વચનમાં લીન થવું તેનું નામ શમ છે. કોઈ વાતનો સંકલ્પ ઊઠે તે આપણાથી ન સમજાય તો સત્સમાગમ પૂછી તેનું સમાધાન કરવું તે શમ છે. જ્યાં જ્યાં હિયમાન પરિણામથી વર્ધમાન પરિણામ થાય તેનું નામ શમ. ખોટા આચરણોથી છૂટવું,ખોટા સ્વભાવથી મૂકાવું, થોડું બોલવું, હાસ્ય, રતિ, ભય-શોક, દુર્ગચ્છા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદથી મૂકાવું, સાતભયથી મૂકાવું, આઠમદથી મૂકાવું, ચાર રસનાથી મૂકાવું, ચાર સંજ્ઞાથી મુકાવું. સર્વ જીવ સાથે મિત્રભાવ. હે હરિ પુત્ર ! શમની તો વાત બહુ મોટી છે. એક આત્મા વિના કાંઈ છે નહિ તેમજ સમજવું. સ્વર્ગવાસ એ ખોટું છે. કોઈ ઠેકાણું જીવે ગ્રહવા જોગ નથી. હું અલ્પમતિથી કહેવા સમર્થ નથી, માટે બંધ કરૂં . વળી આપના સમાગમે વધારે સમજીશ. ના પૂ. મુનિશ્રી ૨૫૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy