SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની વિશેષ આપનો પત્ર એક પ્રિય જૂઠાભાઈની દિલગીરી વિષેનો અફસોસ ભરેલ તે પહોંચ્યો છે. તેમજ તે મધ્યે કાગળ એક બેન ઉગરીનો હતો તે પણ તેમને હાથોહાથ આપ્યો છે ને વાંચી સંભળાવ્યો છે. વળી તમારા અમૃતરૂપ વચનોથી તે બાઈને ધીરજ દીધી છે. પણ શું કરીએ ? બાઈની ઉંમર ઘણી જ નાની તો તેને નાની વયમાં મહાભારત સંકટ આવ્યું. તે તેનાથી કેમ વેઠી શકાય ? તેમજ તેમના ઘરમાં મુરબ્બી લહેરાભાઈ તથા જેશીંગભાઈ વિગેરે બહોળું કુટુંબ સર્વે હાલમાં તો ખરેખર દિલગીરીમાં જ છે. તે વાત કાંઈ લખી જાય તેવી નથી. SIPLO વળી આપણને એક ફક્ત ધર્મસખાઈથી મિત્રાઈપણાનો હેત હરદમ સાંભળી આવે છે. વખતોવખત પર અફસોસ પેદા થાય છે. તો તેમના ઘરના તથા તેમની પત્નીને આ મહાભારત દુઃખ કેમ વિસર્જન થાય, પણ તેઓ સમજુ છે. તો કલેશ ઓછો થાય તેમ કરાવીશું. કલેશ એ જ કર્મબંધનો હેતુ છે એમ તેઓ જાણે છે. વળી સંસારનું અસારપણું તેઓ જાણે. પણ આ મોહનીયના ઉદયથી કલેશ પેદા થાય છે. તે એકદમ વિસરી જતો નથી. પછી દિવસ જતાં સર્વે વિસારે પડશે. વળી તેમના ભાઈ જેશીંગભાઈએ કીધું જે પ્રિયનો તો સ્વર્ગવાસ થયો છે. મારા સરખું કંઈ કામકાજ હોય તો લખશો. હું મારી બનતી રીતે બજાવીશ. બેન ઉગરીએ તમો સર્વેને ઘણું કરી સંભાર્યા છે તે જાણશો. વળી કવિરાજનો કાગળ અત્રે કાર્ડ અફસોસીનું આવી ગયું છે. તેમાં અફસોસી સિવાય બીજું કાંઈ લખ્યું નથી. તમારે ત્યાં શું સમાચાર છે તે લખી જણાવશો. તમારો લખેલો પત્ર પ્રિયભાઈને મરણની આગલી રાત્રે એકાંતમાં વાંચી સંભળાવ્યો હતો. પણ તે કાગળ સંબંધી કાંઈ નવિન વાતચીત થઈ નથી. ફક્ત તેમણે ખુશી બતાવી હતી. તમારા સંબંધમાં બીજું કાંઈ બોલ્યા નથી. એ જ. גון પત્ર-૩૮ કારતક વદી ૧, સોમ, ૧૯૫૫ પરમપૂજ્ય અંબાલાલભાઈ લાલચંદ સાણંદથી લિ. આપના દર્શનનો અભિલાષી ભૂરા અભેચંદના જય જીનેન્દ્ર વાંચશો. વિશેષ આપનો પત્ર આવ્યો. તે વાંચી ઘણો જ આનંદ થયો છે. વળી કૃપા કરી પત્ર લખશો. પરમકૃપાળુનો સમાગમ થયો, ત્યારે મને તેમની પાસે રહેવાનો વખત મળ્યો નહીં. તેથી કેટલીક બાબતોનો ખુલાસો થઈ શક્યો નહીં. પરંતુ તેમના દર્શનનો મોટો લાભ થયો છે. તેમ કેટલીક બાબતનો સંશય ટળી ગયો છે. બીજું મારા લખેલા પ્રશ્નનો ખુલાસો કાગળથી થાય તેમ નથી. સમાગમ થયેથી થશે તેવું આપે લખ્યું તે જાણ્યું છે. બીજું મુનિ લલ્લુજી તથા મુનિ દેવકરણજી વિગેરે મુનિઓ હાલમાં ક્યાં પધારવાના છે તે લખવાને કૃપા કરશો. મારૂં અંતઃકરણ પણ પરમકૃપાળુ શ્રીમદ્ તરફ ખેંચાઈ રહ્યું છે. પણ હાલ નિવૃત્તિ મળે તેમ નથી. પછી થાય તે ખરૂં. હાલ એ જ. કામ સેવા ફરમાવશો. સર્વ મુમુક્ષુઓને ધર્મસ્નેહ કહેશો. ભૂરા અભેચંદના પ્રણામ વાંચશો. 888 પત્ર-૩૯ વૈશાખ વદ ૧૧, ૧૯૫૫ સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર પરમ પૂજ્ય મુરબ્બી બંધુ શ્રી અંબાલાલભાઈની સેવામાં ange મારૂં પત્તું પહોંચ્યું હશે. કૃપાળુદેવ ઈડર વિચર્યા છે, બિરાજ્યા છે. સોમવાર સુધી સ્થિતિ છે. આજે જ ૨૫૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy