SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS સત્સંગ-સંજીવની ) ( 2 ) સમાન પ્રભુની સેવામાં બિરાજો છો તે ધન્ય છે. તે તમને ધન્ય છે. તમારી દૃઢતાને ધન્ય છે. નમસ્કાર વારંવાર કરૂં . કે પામર દુષ્ટબાળ આ માયાની લોલુપતાના કારણે સાક્ષાત પ્રભુની સેવા ચૂકી અહીં આવ્યો છું. જ્યારે સ્મરણ થાય છે ત્યારે બહુ પશ્ચાતાપ થાય છે. તે વિચારતાં કલ્પિત લાગે છે. યથાર્થ વિચાર હોય તો તરત બધું ત્યાગીને તે સંગમાં જાય, અનંત દોષિત છું. પણ કરૂણાસાગરની માથે હિંમત છે, તે સેવા કરીશું. હાલમાં રાતના સમાગમ થાય છે તેમાં યોગવાસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ વંચાય છે. પરમશાંત મૂર્તિ પરમાત્મા પ્રભુને મારા વારંવાર વિનય સહિત નમસ્કાર કરશો. પત્ર-૧૮ માગશર સુદ ૧૧, મંગળ,૧૯૫૩ રા. રા. શ્રી શાહ અંબાલાલ લાલચંદ તમારો કાગળ આવો તે પોતો. સાહેબજીના આવેલા ૬૦ અને પત્તા ૬૧, ના બે બુકપોષ્ટ કરી બીડ્યાં છે. હવે મારા સમજવામાં કાગળ એકે નથી માટે છાપવા જેવા લાગે તે બુકમાં છાપજો. ને કોઈ કાગળમાં વ્યવહાર સંબંધી લખ્યાનો જવાબ હશે તે ન છાપજો. તમારી ઘણી તાકીદ એટલે થોકડો હાથ આવ્યો, એવો વગર વાંચ્યો, તમે અમારું અંગ જાણી બીડ્યા છે તે ધ્યાનમાં રાખજો. અને ચોપડીમાં છાપ્યા પછી આગળના ને આ કાગળ પાછા બીડજો. તાવ ઝીણો આવે છે પણ ઠીક છે. સાયલેથી લિ. સોભાગના ઘારથ. પત્ર-૧૯ પૂર્ણ મહાત્મા પ્રભુને ત્રિકાળ નમસ્કાર. પવિત્ર સત્યમાર્ગ પ્રત્યે પૂર્ણ ઉલ્લાસથી ઈચ્છક, સરળ, શાંત એવા આર્યભક્ત પ્રત્યે વિનંતી. અંબાલાલભાઈ, આપે પુસ્તક “ભાવનાબોધ' મોકલ્યું તે પહોંચ્યું. તે પ્રથમ શ્રીજીનો પત્ર એક મોકલ્યો તે વાંચી પરમ ઉલ્લાસથી પ્રફુલ્લિત થયા. વળી એ જ રીતે અવસરે અમો ઉપર કરૂણાથી મોકલવા કૃપા કરશો. આ જે અપુર્વ વસ્તુ સત્યરુષના વચનામૃત, બોધ અમોને મળ્યો તે વિષયોનો ભાવાર્થ અગર શ્રદ્ધા જેમ મોરલી ઉપર સર્પની દૃષ્ટિ કરે તે પ્રમાણે એ વચનો ઉપર મુમુક્ષુ જીવોનું ચિત્ત ઠરશે. મુજ પાપીને આવો જોગ સત્પરુષનો અને આવા ભાઈઓનો તે દુર્લભ છે. તો મારી ઉપર દયા લાવી આ ભિખુ જેમ ભૂખ્યાને ભોજન આપે તેમ તમો જરૂર અતૃપ્ત આત્માને સત્પષના વચનોથી તૃપ્ત કરશો. વારંવાર સ્મૃતિ દેશો. અમારે એક તમારી સમીપથી તે દયાળુ સત્પષનો બોધ આવે છે તે અમારે આધારભૂત છે. તે આપના સમાગમથી અમને મળે છે તે સત્સંગની બલિહારી છે. કપાળુદેવને પત્ર લખ્યો છે. આજ્ઞા મંગાવી છે. આજ્ઞા આવ્યાથી આપને જણાવીશું. તમોએ ક્યું અમો કાંઈ વાંચવા લાવ્યા નથી પણ સત્સંગે ચેતવણી મળે અથવા સ્મૃતિ આપે તો પણ જીવને બહુ આનંદ થાય. તમોએ જે શ્રીજીના પત્ર તથા ચોપડી મોકલી તેમાં અગાધ વાત છે. જીવ સમજે તો ઘણું જ છે. વાહ ! વાહ ! એથી મને પણ ચિત્ત બાહિર ફરતું જરા અચકાય છે. તે ગુણવાળી વસ્તુ મોકલી છે. ધન્ય છે તમને. આવો જોગ મેળવી આપનારને ! હું પ્રેમ ઉલ્લાસથી જાણું છું કે આ આપણા આત્માનું કલ્યાણ ઈચ્છનાર ખરા હેતુ છે. તેથી બીજા અવલંબનો મિથ્યા છે, ખોટા છે. સંસાર તો સ્વાર્થનો મતલબી છે. આપને કોઈ અવસરે પત્ર લખાયો હોય તેમાં કોઈ દોષ હોય તો ખમો. એટલું જ નહિ પણ મને લખવાની ઢબની સાવચેતી આપી ચેતાવશો. જેથી કરી ૨૪૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy