SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSS સત્સંગ-સંજીવની મુમુક્ષુભાઈ, આત્મહિતાર્થ વાંચ્છક, પૂર્વના શ્રમણોપાસકરૂપ, સાધુને કરડીકાઠી શીખના દેવાવાળા, માવિત્રતુલ્ય - ચેતવણીના આપનાર, પૂર્વે પરમકૃપાળુદેવ તરફથી વ્યાખ્યાનની વખતે ચેતવણી આપેલી તે વિસર્જન ન થવા માટે ચેતાવનાર ભાઈ અંબાલાલભાઈને માલુમ થાય, જે હિતાર્થ ચેતવણી એ જ રીતે ઈચ્છે છે. પૂર્વે જે અજાણપણે દોષ દીઠામાં આવ્યા હોય તો ક્ષમાપના માગું છું. દસ્કત. મુની દેવકરણજી. સહજાત્મસ્વરૂપાય નમઃ નોંધ : પરમકૃપાળુદેવશ્રીએ વ. ૭૧૬માં ચેતવણી આપી છે. પત્ર-૯ ચૈત્ર સુદ ૫, ૧૯૫૪ શ્રી પરમપુરૂષ પરમાત્માને નમસ્કાર. પરમ પવિત્ર મુમુક્ષુભાઈ અંબાલાલભાઈ પ્રત્યે વિજ્ઞપ્તિ કે - આપનો પત્ર પહોંચ્યો. આપે જે દર્શાવ્યું છે તે તેમજ યથાસ્થિત મને લાગે છે. હાલમાં હું કાવ્ય દોહન તથા આનંદઘન ચોવીશી અવસરે વિચારવામાં લઉં છું. વિશેષમાં જણાવવાનું કે આપણે લખતા એમ જો વિચારમાં આવે કે આ શબ્દ લખવાથી વિકલ્પ ઉઠશે તો જણાવું કે મને વિષમષ્ટિ નથી, અને તે વિચારમાં લઈશ તેથી મને કાંઈ ગુણકારી હિતકારી શબ્દ હોય અને આપણને કઠણ શબ્દ જો માલુમ પડે. તો પણ જણાવવાને આંચકા ખાવાની હું જરૂર ધારતો નથી. આપે આરંભ પરિગ્રહની વાત જે જણાવી તે વાત સત્ય છે. અને મને તે વ્યવહારથી બહુ નડી શકતા નથી. પણ તે કાંઈ ગુણભણી થયા નથી, કારણ કે તેવો બુદ્ધિમાન પુરુષનો પ્રસંગ નહીં તેથી ઘણા કાળનો અભ્યાસ આડો આવે છે. માટે ઉત્તમ પુરુષનો જોગ જોઈએ છે. કારણ કે દીવે દીવો મળે, સામ-સામે તો અંધારું જાય છે. અને મને જે કાંઈ વ્યવહારિક ઉપાધિ નડે છે તે આપ જેવાનો સમાગમ મળેથી સંકલ્પ વિકલ્પ ટળવા સાધનભૂત થાય. બાકી મને આપ જેવાનો સમાગમ નથી તે મળેથી સુલભ વાત થશે. વિશેષમાં આપને આણી તરફ આવવા પ્રબળ કારણ નથી એમ લખ્યું, પણ જો કાંઈ વિચાર થાય તો મને વિશેષ રૂડું લાગશે. હું વ્યવહારિક ઉપાધિમાં છું. પણ તે પ્રસંગે મોહનું સ્વરૂપ વિચારવા જેવું છે. તો તેવા પ્રસંગમાં આપ જેવાનો સત્સંગ હોય તો મોહ બિલકુલ આડો આવી શકે નહીં. તો જો, આપણને આ વાત યથાર્થ લાગે તો વિચારમાં લેશો. - અત્રે અમીતિ, અવિનયનું સ્થાનક મારા જાણવા પ્રમાણે નથી. તો તે સંબંધમાં આપને જેમ યોગ્ય લાગે તેમ વર્તશો. બેન ઉગરીબેને નમસ્કાર કહ્યા છે. મારે મારો પોતાનો વિચાર કરવાનો છે. તેવો વિચાર રહે છે. પણ કોઈ ભાષાના પુદ્ગલ વધારે હોવાથી વાત થઈ જાય છે. હાલમાં તેવો વિચાર હંમેશા વરતે છે. પણ ઉપયોગમાં આવ્યો નથી તેથી લાચાર છું. હું તો નીર અને તીર બેથી ભ્રષ્ટ જેવો છું. પણ આપ જેવા સમાગમથી સુલભ થશે એવી આશાએ દિવસ નિર્ગમું છું. પણ કાળની વિષમગતિ છે તેથી વિચાર રહે એવું છે. આમાં જે કાંઈ અવિનય થાય તો ક્ષમા ઈચ્છું છું. કારણ કે હું બાળ છું. માટે મારા જેવા બાળકનો હાથ ઝાલવો ઉત્તમ પુરુષને ઘટે છે. હાલ અન્ને તરફની કામસેવા ઈચ્છું છું. લિ, કિંકર પોપટ મોકમચંદના નમસ્કાર ૨૩૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy