SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સત્સંગ-સંજીવની આતમ-અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની. સુમતિ. ॥ ૬ ॥ અર્થ : એ પ્રકારે બાહ્યાત્માની અર્પણતા કરીને એટલે બહિરાત્મપણું ત્યાગીને વસ્તુ કહેતાં આત્મસ્વરૂપને વિચારવું કે જે વિચારતાં પરપરિણતિને વિષે - સ્વસ્વરૂપની જે ભ્રાંતિ અને તદ્રુપ થએલી જે બુદ્ધિની દુષણતા તે ટળે અને તે મટી જવાથી આનંદ ઘન એવું જે આત્મિક સુખ તેનું પોષ કહેતાં જે એકાકારપણું ઉપજે અને પરમ પદારથ જે સર્વજ્ઞપણાની સંપત્તિનું સુખ ઉપજે, પ્રાપ્ત થાય. નોંધ : વાંચો પત્ર નં. ૩૪ (પાન નં-૩૯)માં પૂ. ભક્તરત્ન પ.કૃ.દેવને નમ્ર નિવેદન કરે છે કે મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજના ચોવીસી સ્તવનોનો આશય અતિ ગંભીર સમજાય છે. હાલ મારી અલ્પ મતિથી પ્રથમના પાંચ સ્તવનના અર્થ કર્યા છે. તેની પર્યટના પૂ.શ્રી. અંબાલાલભાઈ કરી રહ્યા છે. તે જ અર્થ અહીં છાપવામાં આવ્યા છે. ‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એજ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.’’ ૨૩૪ - ૧. ૪૬૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy