SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ SHERS સત્સંગ-સંજીવની ) Km પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ થઈ પડી છે. કદાપિ મહાન પુણ્યોદયે તેવા પ્રગટ જ્ઞાની પુરૂષની પ્રાપ્તિ આ કાળને વિષે થઈ ને તે યથાર્થ સ્વરૂપ અને પરમાર્થ માર્ગ બોધે તે પુરૂષ પ્રત્યે જગતના જીવો તેથી વિમુખપણું પામ્યા કરે છે. કારણકે તરતમ જોગે એટલે જે જે કુલ સંપ્રદાયના યોગે જે જે ધર્મમતમાં પોતે પડેલા હોય છે તે તે મતમાં ને તે જોગની વાસનાયુક્ત બોધથી પ્રવૃત્તિ રહે છે, કે જેથી યથાર્થ માર્ગ કયાંથી પામી શકે ? હે પ્રભુ ! પણ મને તો આપ જેવા યથાર્થ માર્ગના ઉપદેશકના સુગંધરૂપી બોધબીજ જ્ઞાનનો મારે આધાર છે. (૬) કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, તે જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ ....પંથડો // ૬ / અર્થ : જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા સ્વરૂપ એવા સદ્ગુરૂ પ્રત્યે, રાગાદિ દોષના વિલયપણે નિષ્કામી થઈને તાદાભ્ય પણે અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થવા રૂપ પરમાકાંક્ષા એવી કાળરૂપ લબ્ધીને લઈને તમારો જે સ્વરૂપમય માર્ગ તેને જોઈશું એજ મારી પરમ પ્રેમે પૂર્ણ આશા અવિલંબપણે વર્તે છે એટલે પામવાની ઈચ્છા તારતમ્યતાએ છે. અને એ જ ઈચ્છાએ હે જિનજી ! તમે જાણજો કે હું જીવું છું. અને પૂર્વોક્ત રીતે જે કોઈ પણ જીવ પામવાની ઈચ્છાએ જીવશે, પ્રવર્તશે, તે આનંદઘનનું જે અતિંદ્રિય એવું જ્ઞાનાનંદરૂપ ફળ તેને પામશે. ઈતિ બીજા અજિત જિનનું સ્તવન સમાપ્ત. . ત્રીજા શ્રી સંભવનાથ જિનનું સ્તવન (૧) સંભવ દેવ તે ધુર સેવો સવે રે, લહી પ્રભુ સેવન ભેદ રે, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ રે. સંભવ... // ૧ / અર્થ : શુદ્ધ ચેતના શ્રદ્ધા સખીને કહે છે, અને જગતના જીવોને ઉપદેશ રૂપે જણાવે છે. હે ભવ્ય જીવો ! સંભવદેવ ને ધુર કહેતાં પ્રથમ સેવો. કારણ કે - આ આત્મા અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, તે પ્રાપ્ત થવાને માટે પ્રથમ આમ એટલે પ્રગટ જ્ઞાની પુરૂષને સેવવાની પરમ આવશ્યકતા છે. જેમકે સુવર્ણ, ખાણમાં છતાં માટીના મેળાપે માટી રૂપ થઈ રહ્યું છે, તેમ અનાદિ કાળથી વિભાવ દશાએ કરી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જઈ અન્યરૂપે થઈ ગયો છે. માટે જે આત્મસ્વરૂપને પામ્યા છે એટલે સંભવ જિનની દશાને જે પ્રગટરૂપે પોતે અનુભવે છે એવા પ્રગટ જ્ઞાની પુરૂષને પ્રથમ સેવવાં અને તે સેવનાના ભેદને જાણીને તે સર્વ ભવ્યો તેવો કારણકે આત્મસ્વરૂપ પામવાને માટે દરેક જીવે એવા જ્ઞાની પુરૂષની જે સેવના તે સેવનાની રીતે કરવી ઘટે છે, અને તે દરેક જીવની પ્રથમ ભૂમિકા છે. જે સેવનાના ત્રણ પ્રકાર છે. તે કહું છું ૧-અભય, ૨-અદ્વેષ, ૩-અખેદ... (૨) ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકિયે રે, દોષ અબોધ લખાવ. સંભવ.... // ૨ // અર્થ : હવે એ ત્રણ પ્રકારનું સ્વરૂપ કહું છું. ભય : કહેતાં યથાર્થ બોધના દાતા એવા પરમ જ્ઞાની પુરૂષના સ્વરૂપ ધર્મમાં ચિત્તનું અસ્થિરપણું થાય તથા મનનું બાહિર પ્રવર્તવું થાય તેને ભય કહીએ. અને તેના પ્રતિપક્ષપણે એટલે બોધબીજદાયક એવા પુરૂષના સ્વરૂપ ધર્મમાં ચિત્તનું જે સ્થિરપણું - એકાગ્રપણું - અખંડિતપણું તે અભય કહીએ. ષ : કહેતાં પરમ બોધબીજદાયક એવા જ્ઞાની પુરૂષની સ્તુતિમાં, ઉપદેશમાં ચિત્ત રોકાય નહીં- મન સ્થંભે નહીં તે દ્વેષપણું કહેવાય. અને તેથી પ્રતિપક્ષપણે એટલે એવા જ્ઞાની પુરૂષના સ્વરૂપના ચિંતવનમાં પરમ ૨૨૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy