SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ GRESS સત્સંગ-સંજીવની GPSC EXAM () છે. તો પછી એવી ભાવના સેવી પછી તેનાથી પ્રતિકૂળ ન વર્તવું તે તો શ્રેયના જ અંગભૂત થાય છે. માટે ચેલાદિક કરવાની કે વધારવાની ભાવના જતી કરીને હવે તો જેમ બને તેમ તાકીદે છૂટવાનો ઉપાય શોધાય અને તેમાં પ્રવેશ થવાય એ જ હિતકારી છે. કદાપિ કોઈ જીવ જો તેને છૂટવાની ઈચ્છા હોય તો આપે જે પ્રમાણે છૂટવાનો ઉપાય જાણ્યો છે તે પ્રકારે તે પુરૂષ પ્રત્યે નિવેદન કરી આ જીવ અનાદિકાળથી રખડયો છે તેનું શું કારણ ? તે કારણ શાથી ટળે ? એનો સુગમમાં સુગમ ઉપાય કયો ? એવી સહજ વાત કરીને તે જીવનો લક્ષ સન્માર્ગ પ્રતિ વળી અને સત્યરૂષના સમાગમમાં આવવાની ભાવના થાય એવી વાત કરવી તે જ હિતકારી છે. અને પોતાના દોષ જણાવી દેવામાં અપક્ષપાતપણું રાખવું જોઈએ કે આપ અમને સાધુ ધારતા હશો પણ અમારામાં સાધુના ગુણો નથી. તેમ અસત્ય માર્ગ અને અસતશાસ્ત્રથી બંધન થાય છે. તો અમે પણ કોઈ સહુરૂષની પ્રત્યે અવિચળ શ્રદ્ધા રાખી છૂટવાની ઈચ્છા રાખીએ છીએ બાકી તો આ જીવ હજુ તુચ્છ અને પામર જેવો છે. ત્યાં આપને શિષ્ય કરી અને હું ગુરૂપણું ધારણ કરૂં એ મારી દશા નથી. માટે આપ જો કોઈ રીતે આ ત્રાસરૂપ સંસારથી છૂટવાની ઈચ્છા રાખતા હો તો કોઈ પણ સત્યરૂષને શોધી તેના ચરણકમળમાં પડશો તો આપનું હિત સ્ટેજે પણ થઈ જશે એમ ધારવું છે. એવી હિતસ્વી વાત કરી કોઈ પ્રકારે તેનો આત્મા શાંત થાય અને શાંતિ પામવાના ગુણોમાં અનુરક્ત થાય એવો યોગ આપણાથી મળે તો કલ્યાણકર્તા છે. બાકી બીજા તમારા સહવાસીઓની દશા જોઈ કરૂણા આવે તેવું છે. એટલે હવે તેમને નમસ્કાર કરી અત્રે ફરી જવા હવે ઈચ્છા નથી. એ જ (અં.) “સત્ય પ્રભુને નમસ્કાર.” કરી ૧. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી, આદરતા નથી, પાળતા નથી તે સર્વે મિથ્યાદૃષ્ટિ જાણવા. ૨. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી, આદરતા નથી, પણ તે પાળે છે એટલે ક્રિયાકષ્ટ પ્રતિલેખનાદિ શિયળાદિકે કરીને શરીરને ગાળે છે તે સર્વે મિથ્યાષ્ટિ જાણવા. ૩. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી ને આદરે છે પણ પાળતા નથી. કેમકે દશવૈકાલીક સૂત્રને વિષે જે પ્રકારે મુનિને કહ્યા છે તે પ્રમાણે પાળતા નથી તે દુર્ભવી મિથ્યાદૃષ્ટિ જાણવા. ૪. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી પણ આદરે છે અને પાળે છે, દ્રવ્યથકી મુનિની ક્રિયા-પ્રતિલેખનાદિ કરે છે તે અભવી તથા ઉસૂત્રભાષી પ્રરૂપક તે સર્વે મિથ્યાદૃષ્ટિ જાણવા. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે પણ મુનિના વ્રતઆદરતા નથી, અને પોતાની પરિણતી જાણ્યા સિવાય પાળતા નથી. તે લોકને દેખામણ જુઠું ડાપણ કરતા નથી. એવા જૈન શાસનના ઉજ્જવળ કરનાર રાજા શ્રેણિકાદિ સર્વ સમ્યક્રદૃષ્ટિ જાણવા. ૬. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સાદ્વાદ શૈલીએ કરી જાણે છે પણ આદરતા નથી. શિલાદિક વૈમાનિકના દેવતા પાળે છે એટલે અલ્પ વિહારી છે. કેમકે તેને વિષય નથી. તે અનુત્તર વિમાનની અપેક્ષાએ કરી પાળનાર કહ્યા છે. તે સર્વે સમ્યક્રદૃષ્ટિ કહ્યા. ૭. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે, ને વ્રત આદરે છે. પણ પાળતા નથી ૨૧૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy