SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ER REMARO તથા તેમાંથી વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત થાય તે આત્મહિતાર્થે વાંચવું યોગ્ય છે. આપણાં ધર્મનું છે એમ ધારી વાંચવાથી કુળ-ધર્મનો આગ્રહ દઢ થાય છે. જીવને જ્ઞાની પુરૂષની સન્મુખ રાખી એટલે એ આશ્રયે વાંચવાનું થતું હોય તો વાંચવામાં બાધ નથી એમ મારી સમજણ છે. લી. અલ્પજ્ઞ અંબાલાલના પ્રેમપૂર્વક, વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર.ર0 પત્ર-૨૭ સુમતિરતન સાધુની હકીકત લખી તે જાણ્યું છે. કોઈ પણ જીવને અસંતોષનું કારણ ન બને તેમ પ્રવર્તવું એ જ્ઞાની પુરૂષનો માર્ગ છે માટે તમારાથી તેના આત્માને અસંતોષ થવાનું કારણ નથી બન્યું તે સારું છે. લાયક સમકિત વિષે આપે લખ્યું કે ચાર ભવે પણ મોક્ષ થાય તે વાતનું સમાધાન જણાવ્યું છે. ગમે તેટલે ભવે મોક્ષ જાય (થાય) એની જરૂર નથી અથવા ક્ષાયિક સમકિતને આવવું હોય તો આવે તેની પણ જરૂર નથી મતલબ કે ક્ષાયિક સમકિત જેવી દશા પ્રગટ થાય અને તેટલા દોષો ટળી જાય તેની જરૂર છે અને જ્યારે તેટલા દોષો ટળી જાય તો પછી ભલેને નર્કની ગતિ પૂર્વબંધનથી પ્રાપ્ત હોય તેનો પણ ઉચાટ નથી માત્ર પછી તો જે ગામે જવું છે અને રસ્તામાં રાત્રિ વાસો રહેવો હોય તે જેમ રહી શકે છે. તે પ્રકારે વર્તવાનું છે. કદાપિ મોડું પહોંચાય તો બે રાત્રિ રહેવું પડે અથવા તો ચાર રાત્રિ રહેવું પડે. છતાં તેની ઈચ્છા કેવી છે તે વિચારવા જેવું છે માટે કેટલા ભવે મોક્ષ થાય એ વાત પછી પણ તેટલા દોષો ટળે એટલે પત્યું. બીજી કાંઈ જરૂર નથી. કૃપાળુદેવ તરફથી એક પત્ર મલ્યો હતો જેનો ઉતારો આ સાથે પછવાડે લખ્યો છે જે પત્ર અપૂર્વ છે અને પ્રમાદિને ભાન કરાવનાર છે તે વિચારવા જેવો છે. વ૮૧૦ પત્ર-૨૮ બીજું એકજ વિચાર કર્તવ્ય છે જે અનાદિકાળથી જીવને યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો જોગ જીવને અતિ અતિ દુર્લભ છે. જ્ઞાની મળે તો તેના ઉપર પ્રતીતિ આવવી મહાદુર્લભ છે. તેથી આજ્ઞા પાળવી વિશેષ દુર્લભ છે માટે અપૂર્વ સરૂનો લાભ મળે સમ્યકત્વ દશા થાય છે. જ્યાં સુધી રાગદ્વેષ અને મોહની પ્રબળતા છે ત્યાં સુધી જ્ઞાનીઓ તેને સમ્યક્ત્વ સમજતા નથી, કહેતા નથી. વળી પોતાને ડાપણથી એમ સમજે છે કે દેહ આત્મા જુદા છે. પછી એમ માની રાગદ્વેષ અને અજ્ઞાનમાં વર્તે ત્યાં મિથ્યાત્વ છે. માટે રાગદ્વેષને જીતવા એજ ધર્મ છે અને પ્રગટ રાગદ્વેષ અને મોહ જીતવાથી સમ્યકત્વ કહેવાય છે. | સર્વ જીવો પ્રત્યે અનંતી દયા રાખવી એ અહર્નીશ વિચાર કર્તવ્ય છે વળી આ જીવે ઘણા કાળ સુધી સાધુપણું ઘણા ઘણા ભવમાં પાળ્યું છે. તપાદિક ઘણું ઘણું કીધું છે. શાસ્ત્રો મુખપાઠ કર્યા તો પણ સમ્યકત્વ થયું નથી તેનું શું કારણ હશે ? તે વિચારો. સાધન અનંતીવાર કર્યા તેથી જ આજ દિન સુધી જન્મ-મરણ રહ્યા છે. તેનું ખરૂં કારણ મતાગ્રહ અને કુળગુરૂ જે જે યોનિઓમાં ગયો, જાતિઓમાં ગયો ત્યાં માન્ય કર્યા છે એજ મિથ્યાત્વ સમજો. પણ સરૂનો આત્મા ઓળખાય તો સાચા સરૂનું ઓળખાણ થાય છે, તે વાત યથાસિદ્ધ છે. પત્ર-૨૯ શ્રીમદ્ પરમ વિતરાગ સદ્ગુરૂભ્યો નમઃ ૨૧૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy