SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ O A RE - સત્સંગ-સંજીવની ) કોઈ મહતુપુણ્યનો યોગ થાય તો મહાપુરૂષ મળે અને આ જીવની સાચી ઈચ્છા હોય અને આ જીવ સમજે તો ભૂલ ટળે અને સત્સુખની પ્રાપ્તિ થાય. વળી પોતાને ભૂલવાથી પોતાની દશા તો રાગદ્વેષવાળી છે. તેથી જે કાંઈ ધર્મ ક્રિયા કરે તેમાં જેના ઉપર રાગ હોય તેને પકડે અને વળી તે ક્રિયા ઉપર દ્વેષ-અરૂચિ થાય એટલે તે છોડી દે. વળી બીજી ક્રિયા ઉપર રાગ થાય એટલે બીજી પકડે. એવી રીતે પોતાનો કાંટો રાગદ્વૈષવાળો છે ત્યાં સુધી જે કરે તે બધું ભૂલમાં કરે છે. ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. - શ્રી આનંદઘનજી આ પદમાં કીધા પ્રમાણે તો આ જીવનું થતું નથી અને ચરણ ગ્રહ્યું છે એમ માને છે. તેથી તે ભૂલ મટતી નથી. પોતાની ભૂલ સમજાયા પછી તો કોઈ જીવ ભૂલ રાખવાને માટે ખુશી નથી. દુ:ખી હોય તો દુ:ખ રાખવા ખુશી નથી. માટે જે કરે છે તે બધું સ્વચ્છેદે કરે છે. જેથી ભૂલમાં જ થાય છે. કોઈ માણસ કુટુંબાદિક ક્લેશથી આત્મઘાત કરે છે તે કંટાળાથી કરે છે. તે પણ અનાદિની ભૂલમાં છે. કેમકે કંટાળો જીવને આવ્યો અને નાશ કર્યો દેહનો. તેથી કંટાળો તો ઊભો રહ્યો. માટે ભૂલમાં જ તે (આત્મઘાત) થયું હોવાથી દુ:ખ તો ઊભું જ રહ્યું. | વળી કોઈ જીવ શાસ્ત્ર વાંચીને શાસ્ત્રની અસંખ્ય આજ્ઞાઓમાંથી પોતાને જે ગમે તે આજ્ઞા ગ્રહણ કરીને ચાલે અને માને કે :- હું શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલું છું. તે પણ સ્વચ્છેદે થવાથી ભૂલ ટળે નહીં પણ મહપુણ્યનો યોગ થાય ત્યારે સત્યુરૂષ મળે અને હું પણું તે સત્યરૂષ ભેગું ભેળવી દે એટલે હું તો આત્મા છું અને સત્પરૂષ તેરૂપ છે. એટલે હું તો જગતમાં છું જ નહીં, એક સત્યરૂષ જ છે. એમ કરવાથી જે ભૂલ પોતાની છે તે મટે છે. એટલે એ સટૂરૂષ સિવાય બીજાં કાંઈ છે જ નહીં. એમ મારાપણાનું અભિમાન ભૂલી જવું અને એ સત્યુરૂષને જ મુખ્ય ગણવા તેને લઈને જ આ બધું છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. સત્યરૂષના વચન ઉપર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસનું બળ રાખી મંદ વીર્ય થવા દેવું નહીં. તેની સાથે પોતાના દોષ જોવાનો લક્ષ ચૂકવો નહીં. કોઈ પૂછે તો જવાબ ઢીલો આપવો નહીં. મજબૂત જવાબ આપ્યો હશે તો ફરી કોઈ વખત આપણી ભૂલ થાય તો શરમાઈને પાછું વળવાનું થશે. કારણ કે આગળ વિશ્વાસ મજબૂત કર્યો છે, તેને લઈને સુધરવાનું બનશે. પત્ર-૨૫ શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમઃ આ લોક લજજાદિ કારણે જોગ ન થઈ શકતો હોય ત્યારે જીવ પોતાની ઈચ્છાએ અને પોતાથી જ્ઞાન થવાના પ્રસંગે પ્રવર્તવું કરે છે. પણ બીજા પ્રકારથી હજારો દોષો વર્ધમાન થઈ જતાં હોય અને આત્માનું સ્વરૂપ વિચારવામાં સહજ આનંદ મળતો હોય તે આનંદના કારણથી બીજી બાજુના વર્ધમાન થતાં દોષો જાણવામાં ન આવી શકતા હોય તેટલા માટે બારમા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત થવાના એક સમયના અગાઉ સુધી સગુરૂનો આધાર શ્રી જિને સ્વીકાર્યો છે, તે યથાર્થ લાગે છે. કારણ કે પડવાના જીવને અનંત કારણો દેખીને અને જીવને તે સમજવામાં ન આવે તેટલા જ માટે વારંવાર સદ્ગુરૂનો યોગ સ્વીકારવાને જૈન શાસ્ત્રમાં જણાવેલ છે. વળી અગ્યારમા ગુણ સ્થાનકે સંજ્વલનનો લોભ રહેવાથી અને તે વૃત્તિના ઉપશમથી પ્રગટ થતી રિદ્ધિ સિદ્ધિ આદિના લોભથી પડવાનો મોટો સંભવ ધારી શ્રી જિને કહ્યું છે કે ૧૦મે ગુણસ્થાનકે આવી સદ્ગરૂનો યોગ આરાધે તો ૧૨મેં ગુણસ્થાનકે ૨૧૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy