SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ કામસેવા ઈચ્છું છું. ભરૂચ. સત્સંગ-સંજીવની BUSINESS | 8-81-ચાર સાય STIFF પત્ર-૨૩ ખંભાતથી પૂજ્યશ્રી અંબાલાલભાઈએ લખેલ. મહા વદી ૦)) રવી, ૧૯૫૪ flig Amp ।। પરમ પૂજ્યશ્રી વનમાળીદાસ તથા શ્રી પોપટલાલભાઈ જોગ શ્રી ગોધાવી તમારો પત્ર મળ્યો હતો. તેમાં પત્ર દ્વારા પ્રશ્ન લખીને મારી પાસે ખુલાસો મંગાવ્યો છે. તો તેનો યથાર્થ ખુલાસો તો શ્રી પરમકૃપાળુદેવ શ્રી તરફથી મેળવવો યોગ્ય લાગે છે. કારણ કે શ્રી સદ્ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલો ખુલાસો વિશેષ પ્રકારે સમજી શકાય છે. તો પણ મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી શ્રી પરમકૃપાળુદેવની સહાયતાથી આપના પ્રશ્નો નીચે ટાંકીને તેનો ટૂંક ખુલાસો લખું છું. fer ipp is 5 & PRIS is le frsyll પ્રશ્ન ૧ : જીવ સમયે સમયે સાત આઠ કર્મ અનાદિકાળથી બાંધે છે તે કઈ અપેક્ષાએ ? 2 PIS RIK PS-k ઉત્તર : પોતાની અજ્ઞાનતાથી અને સદ્ગુરૂના આશ્રય વિના. પ્રશ્ન ૨ : ચૈતન્ય અને પુદ્ગલ જાણવામાં જાણવારૂપે આવ્યા છતાં તેનું છૂટવાપણું થતું નથી. અને આત્મસ્વરૂપની રમણતા કરવાનું કૃત્ય કરવા છતાં તે થતું નથી. તેનું શું કારણ ? ઉત્તર ઃ ચૈતન્યનું અને પુદ્ગલનું સ્વરૂપ સત્પુરુષની દૃષ્ટિપૂર્વક યથાર્થ જાણવામાં આવ્યું હોત તો પુદ્ગલ પ્રત્યેનો અભાવ – ઉદાસીનતા હોવા યોગ્ય છે. અને યથાર્થપણે જીવ – પુદ્ગલનું સ્વરૂપ અનુભવથી જાણવામાં હોય તો તે માન્યામાં હોય અર્થાત્ તેની આત્મસ્વરૂપમાં રમણતા સહેજે થયા કરે. બાકી હાલની લોકરૂઢી અનુસાર અથવા અધ્યાત્મશાસ્ત્ર વાંચવાથી, પોતાની કલ્પનાથી ચૈતન્ય-પુદ્ગલનું સ્વરૂપ જાણ્યું છે એમ જે માનવું તેને શ્રી સત્પુરુષો કલ્પના કહે છે. અર્થાત ચૈતન્ય-પુદ્ગલનું સ્વરૂપ જાણ્યું છે, એમ કહેતા નથી. પ્રશ્ન ૩ : વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકાર ધર્મના છે. તેમાં વ્યવહારનું સ્વરૂપ શું ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી હોય ? ઉત્તર : વ્યવહારનું સ્વરૂપ શ્રી જ્ઞાની પુરુષોએ એવું કહ્યું છે કે જે નિશ્ચયના અંગભૂત હોય. વ્યવહાર એટલે કંઈ જ નહિ, એમ તેનો અર્થ નથી, પણ તે નિશ્ચયને અનુસરીને હોવો જોઈએ. અને તે બારમા ગુણસ્થાનક પામવાની એક સમય અગાઉ સુધી હોય છે એમ જ્ઞાની પુરુષો કહે છે. પ્રશ્ન ૪ : આઠ કર્મ વડે કરીને જીવ ચાર ગતિમાં રખડે છે. તેમાં મુખ્ય ક્યું કર્મ ? ઉત્તર : મોહનીય કર્મ. 511-53 1510 પ્રશ્ન ૫ : જેને જીવાજીવની ઓળખાણ નથી અને જે જે ધર્મક્રિયાઓ કરે છે તેને કયું સમક્તિ કહેવાય ? ઉત્તર : જીવાજીવની ઓળખાણ સત્પુરુષથી થાય છે. જેથી સત્પુરુષના આશ્રય વિના ગમે તે ધર્મક્રિયા કરે તો તેને સમ્યક્ત્વ જ્ઞાની પુરુષો કહેતા નથી. છતાં એક નયથી એવું પણ જ્ઞાની પુરુષો કહે છે કે શાંત ભાવથી, નિર્દેભતાથી, લોક રંજનાર્થથી નહીં, જગત પૂજાની ઈચ્છા વગર કાંઈ ક્રિયા થાય તો તેથી પરિણામે ઉચ્ચ ગોત્ર, નોંધ : પત્ર નં-૨૩ થી ૩૭ નવા ઉપલબ્ધ થયેલ આ આવૃત્તિમાં મુદ્રિત કર્યા છે. BRIEL ૨૧૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy