SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ખસેડવું નહીં. કોઈની કિંચિત પણ સ્પૃહા ન રખાય તેવો અભ્યાસ પાડવો. દેહના વિકલ્પો મટાડવા પુરૂષાર્થ કરવો. જેમ બને તેમ રાગ દ્વેષની પરિણતિમાંથી ચિત્તને ખેંચી લેવું. વાણી ઉપર ઘણો જ કાબુ રાખવો. સત્પુરુષના આત્મામાં પોતાના આત્માને એકરૂપ કરવો. શ્રી સિંદુર પ્રકરણ ગ્રંથ મધ્યે ગુરૂની આજ્ઞાનું મહાત્મ્ય કહે છે : કિં ધ્યાનેન ભવત્વશેષ વિષય - ત્યાગૈસ્તપોભિઃ કૃત, પૂર્ણ ભાવનયાડલામિંદ્રિયદમૈઃ પર્યાપ્તમાપ્રાગઐઃ કિં ત્યેક ભવનાશનં કુરૂ ગુરૂ પ્રીત્યાઃ ગુરોઃ શાસનું, સર્વે યેન વિના વિનાથ બલવત્ સ્વાર્થાય નાલં ગુણાઃ અર્થ : હે ભવ્ય પ્રાણી ! ગુરૂની આજ્ઞા વિના ધ્યાન કરવાથી શું ? તો કે કંઈ નહીં. તથા સમસ્ત વિષયો ત્યાગ કરીને પણ કાંઈ નહીં. વળી ગુરૂની આજ્ઞા વિના તપ જે. ષષ્ટમ, અષ્ટમ, દશમ, દ્વાદશમ આદિ પક્ષ ક્ષપણ, માસક્ષપણ, સિંહ નિષ્ક્રિડીતાદિક તપ તેણે કરીને પણ શું કર્યું ? એટલે પૂર્ણ થયું – અર્થાત્ તેણે કરીને પણ કાંઈ નહીં. વળી સૂત્ર સિદ્ધાંતના પઠને કરીને પણ પૂર્ણ થયું. અર્થાત્ તેણે કરીને પણ કાંઈ નહીં. ત્યારે વળી શું કરવું ? કે જે થકી તે પૂર્વોક્ત સર્વ સફળ થાય ? તો કે અત્યંત પ્રીતિએ કરીને એક ગુરૂની શિખામણ તેને હે ભવ્ય જીવ ! તું કર. અર્થાત્ ગુરૂની જ શુદ્ધ આજ્ઞાને પાલન કર. તે ગુરૂની આજ્ઞા કેવી છે ? સંસાર ભ્રમણને નાશ કરનારી છે. કારણ કે જે એક ગુરૂની આજ્ઞા વિના સર્વ પૂર્વોક્ત ધ્યાનાદિક ગુણો પણ પોતાના ફળ સાધનને માટે સમર્થ થતા નથી. અર્થાત્ સર્વ નિષ્ફળ થાય છે. કેની પેઠે ? તો કે સેનાધિપતિ વિનાના સૈન્યની પેઠે અર્થાત્ જેમ નિર્માયક વિના સૈન્ય જય સાધક થતું નથી, તેમ ગુરૂની આજ્ઞા વિના ક્રિયાનુષ્ઠાનાદિક સર્વે નિષ્ફળ થાય છે. ગોશાલક, જમાલી, કુલબાલક, નિન્હવાદિકની પેઠે. માટે એવી રીતે જાણીને ગુરૂની આજ્ઞા સહિત સર્વ કર્મ કરવા યોગ્ય છે. તેથી હે ભવ્ય પ્રાણી ! એ પ્રકારે જાણી મનમાં વિવેક લાવીને શ્રી ગુરૂસેવા કરવી. ગુરૂસેવા કરનાર એવા સુજનને જે પુણ્ય ઉત્પન્ન થાય છે તે પુણ્યના પ્રસાદે કરીને ઉત્તરોત્તર માંગલિક માલા વિસ્તાર પામે છે. અંબાલાલ B 368 પત્ર-૧૯ વૈશાખ વદ ૧૩, શિન, ૧૯૫૬ શ્રી સ્તંભતીર્થ શ્રીમદ્ સદ્ગુરૂદેવને નમસ્કાર આત્માર્થી શ્રી મનસુખલાલ પ્રત્યે કૃપા પત્ર સંપ્રાપ્ત થયો હતો. શરીર પ્રકૃતિ વિશેષ નરમ રહેવાથી પ્રત્યુત્તર લખતાં ઢીલ થઈ છે. તે માટે ક્ષમા ઇચ્છું છું. શ્રી મોક્ષમાળાના ઉપોદ્ઘાત સાથે પુનરાવૃત્તિ લખી જવાની આપને પવિત્ર આજ્ઞા થવાથી આપ તે તરતમાં કરી શકશો એમ હું માનું છું. તરતમાં તે મહાન ગ્રંથ તૈયાર થઇ પુનરાવૃત્તિ બહાર પડેલી જોવાને હું ઇન્તેજાર થઈ રહ્યો છું. કારણ કે ઘણા સુલભબોધિ જીવો તેવા સગ્રંથોનો લાભ લેવાને મૃગજળની પેઠે તૃષાવંત થઈ રહ્યા ૨૦૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy