SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 0 GિER SYS S સત્સંગ-સંજીવની (45) RS 50 ) | શ્રી વીતરાગાય નમઃ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત - શ્રી સુબોધક પુસ્તકશાળા, લોંકાપરી, ખંભાત, શ્રી સહજાત્મ સ્વરૂપાય નમઃ જન્મ | અથ // શ્રી // શ્રીમાન્ રાજચંદ્રદેવ જીવનવૃત્તાંત-કિવા ચરિત્રાનુયોગ . | ધન્ય ધન્ય તુજ માતને વીર ધન્ય ધન્ય તુજ તાત, પુરૂષનો ધન્ય ધન્ય કુળ વંશ તે, કલ્યાણ કે જયાં પ્રગટ થયો ગુરૂરાજ. અત્રે જેઓશ્રીનું જન્મવૃત્તાંત આલેખવામાં આવે છે તે પરમ પુરૂષનો જન્મકલ્યાણક વિક્રમ સંવત ૧૯૨૪ના કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિને સૂર્યવારે દેવદિવાળીના માંગલિક મહોત્સવે શ્રી સૌરાષ્ટ્ર દેશમાં વવાણીયા બંદરે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં પૂજ્યપાદ પિતાશ્રી રવજીભાઈ પંચાણભાઈના ધર્મપત્નિ દેવબાઈ માતુશ્રીની રત્નકુક્ષીએ થયેલ છે. પરમપૂજ્ય માતુશ્રી સ્વભાવે મહાસરળ છે. હૃદયે કોમળ છે, મનોવૃત્તિ શાંત છે, મહાભદ્રિક છે, વળી જેને સહેજે કર્મબંધ મંદભાવે વર્તે છે, એવું જેનું ચિત્ત અહોનીશ નિર્દોષિતપણે વર્તે છે તેઓશ્રીની રત્નકુક્ષીએ થયેલ છે. અત્રે જે વીરપુરૂષનું જીવનવૃત્તાંત આલેખવામાં આવે છે તે દિવ્યરત્ન પ્રકાશિત થયેલ છે. જેમ સૃષ્ટિમાંહે સૂર્યોદય પ્રકાશિત થવાથી આખી સૃષ્ટિમાંહે ઉજ્જવળતા વ્યાપિ રહે છે, તેમ છે જગતુમાતા, તાહરી રત્નકુખે જગતૂને વિષે શિરોમણી જળહળજ્યોતિ દિવ્યરત્ન પ્રકાશિત થયેલ છે. જે પ્રકાશિત થવાથી જગત્વાસી જીવાત્માઓને પરમ હિતકારી હેતુભૂત થયેલ છે. અર્થાત્ વર્તમાનકાળને વિષે સત્યમાર્ગની પ્રાપ્તિ થવામાં પરમજ્યોતિરૂપ દિવ્યરત્ન પ્રગટ થયેલ છે. હે જગત્માતા ! આ પરમનિધાનરૂપ વીરપુરૂષની ઉત્પત્તિ થવામાં તાહરો મુખ્યત્વે પરમોપકાર થયેલ છે. જે ઉપકારનું સ્મરણ કરી તાહરી કુખ ઉજ્જવાલક વીરપુરૂષનું જીવનવૃત્તાંત આલેખવા પ્રારંભ કરૂં છું. // અથ / શ્રી // આપ્તપુરૂષકી જન્મદાતા - વીરમાતાકું અભિવંદન દેતા હૂં // ઈહ પુરૂષ કી જન્મભૂમિકા વ્યાખ્યાન પ્રદર્શિત કરનેમેં આ ચૂકા હૈ. અબ આપ્ત પુરૂષકા જન્મધારણ કરણહાર વીર માતાના વ્યાખ્યાન લીખનેકા પ્રારંભ હોતા હૈ. ઈસ જગો પર કોઈકું ભી સવાલ ઉત્પન્ન હોયગા કી ઈસ જગો પર વીરમાતાના વર્ણન લીખનેકી ક્યા અગત્યતા હોયગી? તો મેરે યહ સવાલકા સમાધાનીમેં પ્રદર્શિત કરના હી પડેગા કે ઈસ પુરૂષકુ જન્મદાતા વીરમાતાકા અપને પર અનંત ઉપકાર હૂવા હૈ. ક્યું સૂર્યોદય હોનેસે ઉજ્જવલતા વ્યાપ્ત હોતી હૈ ઈસી માફક જળહળજ્યોતિ આપ્તપુરૂષ પ્રગટ હોને મેં સન્માર્ગ પ્રકાશિત હોતા હૈ, સત્ માર્ગોદ્ધાર હોતા હૈ, વા યોગ્ય જીવાત્માઓકું ભવસમુદ્રસે પારાવાર હોનેમેં જહાજ સમાન હૈ, વા ઊંચી શ્રેણીએ ચડનેમેં સીડીરૂપ હૂવા હૈ. મતલબમેં ઐસા આપ્તપુરૂષકા જન્મ ઈસકી માતુશ્રી શ્રી દેવબાઈકી રત્નકુખે હુવા હૈ. ઈસલીયે યહ મહાભાગ્યકી આ ચરિત્રવર્ણન કરે છે ત્યારે પૂ.દેવ મા વિદ્યમાન છે તેથી પૂ.અં. ભાઈએ માતુશ્રી સ્વભાવે સરળ છે તેમ જણાવ્યું છે. ૧૮૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy