SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ RSS સત્સંગ-સંજીવની ) દિવાળીબેન પોતે કહે છે કે હું ફક્ત છ વર્ષની હતી મારા પૂજ્ય મામા (પરમકૃપાળુદેવ) મોરબી પધાર્યા હતા ને હું ત્યાં હતી ત્યારે ઉપરના વચનામૃતો મને ત્રણવાર બોલાવ્યા અને એમની કૃપાથી મને મુખપાઠે રહી ગયા છે. કોઈનો તાર આવ્યો હતો ને મને નીચેથી ‘મા’ એ ઉપરથી મામાને બોલાવા મોકલી. ત્યાં ઘણા ભાઈઓ બેઠા હતા. હું દાદરના પગથીયા ચઢીને દાદરમાંજ ઉભી રહી ત્યાં મામા નીચે ઉતર્યા અને મારો હાથ પકડી ઊભી રાખી ઉપરના વાક્યો મને ત્રણ વખત બોલાવ્યા તે મને ચોક્કસ સાંભરે છે. ને તે મને તરત જ યાદ રહી ગયા તે હજુ સુધી ૭૦ થયાં ભૂલાઈ ગયાં નથી... એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછયું કે આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે ? એમ પૂછયું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કૂદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો ને પકડી રાખ્યા (તેવી આશા વશ વૃત્તિ હતી.) પૂ. શ્રી ધારશીભાઈ જણાવતા હતા જે મોરબીમાં અમારા ભાયાત ભાઈશ્રી ઘેલા સંઘવીનો દીકરો કાપડના વેપારી હતા. તેઓશ્રી રેવાશંકર જગજીવનની કંપની દુકાને આડત હતી જેથી તેમની મારફતે ખરીદી કરતા હતા. એક વખતે ખરીદી કરવા ગયેલા તે સમયે ખરીદી કર્યા બાદ ગાંસડી બંધાવતા હતા અને તેનું ભરતીયું કરવાનું હતું. તે વખતે સાંજનો વખત હતો. ભરતીયા અવ્યવસ્થિતપણે હતા તેથી પાકા ભરતીયા કરવાના હતા. અને તે વખતે સાંજનો ટાઈમ હતો. તેથી જાવાનો વખત થઈ જતો હતો. રાત્રી ભોજનનો ત્યાગ હતો. જેથી કાંઈ કરતાં જમવા રોકાય છે તો ભરતીયા લેવા જવાનો ટાઈમ મળી નથી શકતો વિ. અગવડો હતી. તે વખતે ગાંસડી બંધાવતી વખતે પરમકૃપાળુદેવ ત્યાં હતા. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું ચાલો જમી લો. ત્યારે તેઓએ પોતાની અગવડો જણાવી ત્યારે ૫.કૃ.દેવે જણાવ્યું કે શા માટે મુંઝાઓ છો, ચાલો જમી લો પછી ભરતીયું તૈયાર થઈ જશે. પછી તે જમવા બેઠા, જમીને ઊઠયા બાદ પ.કૃ.દેવે જણાવ્યું કે બેસો, એક કાગળ લ્યો અને અમો લખાવીએ એ પ્રમાણે ભરતીયું બનાવો. પછી લખવા શરૂ કર્યું. લગભગ ૧૬૦૦ ૨કમો હતી તે તમામ જે ધણીને ત્યાંથી જેટલી રકમોની ખરીદી કરેલી તે તથા માલની જાત, આ જાતના આટલા તાકા, ત્યા તેનો આ પ્રમાણે તાકાનો ભાવ તથા વારના પ્રમાણેની ૨કમો તથા વારના ભાવ તમામ રકમોના ભાવ વિગેરે તમામ પરમકૃપાળુદેવ મોંઢે બોલતા જતા હતા. પછી પરમકૃપાળુદેવે તેઓને જણાવ્યું કે આ ભરતીયા પ્રમાણે જાઓ ને મેંળવી આવો, પછી મેળવતાં તમામ રકમો મળી, જેથી ઘણુંજ આશ્ચર્ય પામ્યા અને તેઓ જ્યારે મોરબી આવ્યા ત્યારે પોતાને ઘેર વડીલોને સુચવન કર્યું કે આપણે આડત તો આ ઠેકાણે જ કાયમ રાખવી, ત્યારે વડીલોએ જણાવ્યું કે એવું તો તેમાં તમે શું કે તમો આમ આશ્ચર્યપણે બોલો છો ત્યારે તેમને ઉપર પ્રમાણેની સઘળી હકિકતો વિદિત કરી. ૫. શ્રી કીલાભાઈ જણાવતા હતા જે શ્રી સોભાગભાઈ જે સાલને મહીને અને જે તિથિએ દેહોત્સર્ગ થયા છે તે વખતે શ્રી પ.ક.દેવ મુંબાઈ હતા. ગુજરી ગયાના વખતે એ જ મિનિટે ૫.કૃ.દેવ જે ઓરડીમાં બિરાજેલા હતા ત્યાંથી ઊભા થઈ સ્નાન કરવા માટે ઊઠ્યા હતા. દેહોત્સર્ગ થયાની ખબર તારથી સાંજે મલ્યા હતા. પરંતુ જે વખતે દેહોત્સર્ગ થયેલ તે જ વખતે ૧૦.૫૦ મિનિટે પ.કૃ.દેવે મુંબાઈમાં સ્નાન કર્યું હતું. આ હકિકતના રેવાશંકર જગજીવનની પેઢીના માણસો તરફથી ખબર મલ્યા હતાં. પૂજ્ય શ્રી પોપટલાલભાઈ તથા શ્રી માણેકલાલભાઈ તથા કચરાભાઈ વિગેરે જગજીવનદાસભાઈને ૧૭૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy