SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ RERS સત્સંગ-સંજીવની | REKH શ્રી મનસુખભાઇ દેવશીભાઇ પરમકૃપાળુદેવની સેવામાં કાયમ હાજર હતા તેમજ ડોકટર પ્રાણજીવનદાસ પણ કાયમ હાજર રહેતા હતા. તેવા સમયમાં શરીર એટલું બધું તો સુકાઇ ગયેલ હતું કે શરીરનું વજન આશરે ૭૦ રતલ હશે અને તે વખતે ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપન કરવાની ઘણી જ ત્વરાથી આજ્ઞા થઇ હતી અને ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપવા માટે કેટલાક પુસ્તકો ખરીદ કરી મારી સાથે મોકલ્યા હતા અને મને વારંવાર જતી વખતે જણાવ્યું હતું કે ખંભાત જઈને તુરત જ ગમે તે મકાન ભાડે લઈ પુસ્તકશાળા સ્થાપન કરજો. ત્યાં ભાઇ શ્રી દામજીભાઇ કેશવજી પણ હમેશા પરમકૃપાળુદેવના સમાગમમાં પધારતા હતા. શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવની સ્થિરતા દશ-બાર દિવસની થઇ હતી, તેટલો વખત હમેશા દર્શનનો લાભ મેળવી શક્યો હતો. શ્રી આણંદ મુકામે પાંચ-છ દિવસ દર્શનનો લાભ મળ્યો હતો. મુંબઇમાં ચાર-પાંચ વખત દર્શન લાભ મળ્યો. દરેક વખતે આઠ-દસ દિવસ થતા અને ત્યાં જ ઊતરતો હતો.. શ્રી આનંદઘનજી કત ચોવીશીમાંથી અમુક સ્તવનો મુખપાઠે કરવા આજ્ઞા થઇ હતી. શ્રી મોક્ષમાળા વાંચવા-વિચારવાની આજ્ઞા થઇ હતી. તે સિવાય પુસ્તકોના નામ લખાવેલ તે હાલમાં યાદ નથી. હું જ્યારે મુંબઇથી ખંભાત આવ્યો હતો ત્યારે પરમકૃપાળુદેવે એક પત્ર અંબાલાલભાઇ ઉપરનો લખી આપ્યો હતો જેમાં અંબાલાલભાઇને શ્રી સાયલા મુકામે શ્રી સોભાગભાઇ પાસે જવાની આજ્ઞા ફરમાવેલ હતી. એક વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આ માર્ગ દશ હજાર જીવો પામશે એવું રૂબરૂમાં જણાવ્યું હતું. ઉપર પ્રમાણેનો ઉતારો પોતાની સ્મૃતિ પ્રમાણે કરાવેલ છે. કાર શ્રી નગીનભાઇ - ખંભાત સંવત ૧૯૪૬ના આસો વદ ૧૨ના દિવસે મને સુંદરલાલ માણેકચંદે કહ્યું કે આજે ગામ જવાનું છે, તારે આવવું છે ? ત્યારે મેં કહ્યું કે ક્યાં જવાનું છે ? ત્યારે તે બોલ્યા કે ફેણાવ સુધી જવાનું છે અને એક પુરૂષ પધારવાના છે. તેમના સામા હું તથા ત્રિભોવન જવાના છીએ. ત્યારે મેં કહ્યું કે હું જરૂર આવીશ, મને જરૂર તેડી જજો. ત્યારે તેમણે કહ્યું કે હું જઇશ ત્યારે બોલાવીશ, તું ઘરે રહેજે. પછી બપોર પહેલાં ખંભાતથી નીકળી સુંદરલાલ તથા ત્રિભોવનદાસ તથા હું ત્રણ જણા એક ગાડીમાં ફેણાવ તરફ રવાના થયા. (આ સુંદરલાલ મારા પરમ ઉપકારી છે અને સત્યરૂષના પ્રથમ દર્શન અને પ્રથમ મેળાપ કરાવનાર હોવાથી મારા પર તેમનો અનહદ ઉપકાર થયો છે.) હવે રસ્તે જતાં મનમાં એમ વિચાર આવ્યો કે સત્યરૂષ એટલે તે કેવા હોતા હશે ? અને તેમને બીજા માણસો કરતાં વધારે શું હશે કે જેથી સત્પરૂષ કહેવાતા હશે ? અને તેમના શરીરની આકૃતિમાં અને આપણા શરીરની આકૃતિમાં શું ફેર હશે ? અથવા માથે કાંઇ હોતું હશે ? અથવા આંખોમાં કંઈ ફેરફાર હશે ? વગેરે ઘણા વિકલ્પો થયેલા. એમ કરતાં અમો ફેણાવ પહોંચ્યા. ત્યાં શા છોટાલાલ કપૂરચંદ કે જે અંબાલાલભાઇના ભાગમાં વેપાર કરે છે તેમણે અમને ફેણવની ભાગોળે જોયા. એટલે તેમણે કહ્યું કે ક્યાં જાઓ છો ? ત્યારે એક ભાઇએ જવાબ આપ્યો કે અંબાલાલભાઇ, સત્પરૂષ આવવાના છે તેમની સામા પેટલાદ ગયા છે અને અમો સામા આવ્યા છીએ, તે થોડે સુધી સામા જઇશું. હવે તે આવવાનો વખત થયો છે. ત્યારે તેમણે કહ્યું કે અંબાલાલભાઇને અમો રોકીશું અને તમો અહીં રોકાઓ. જમ્યા પછી બધાને જવાનું થશે. ઘણો આગ્રહ કરવાથી ત્યાં ગાડી છોડી અને ભાગોળે જે ગાડીનો રસ્તો હતો ત્યાં અમો બેઠા. થોડી વાર થઇ એટલે ત્યાં નજીક ગાડી આવતી દીઠી, એટલે અમો ઊઠી સામા ગયા. એટલે ગાડી જણસણ ફેણાવની ભાગોળમાં કે જ્યાં બાવળનાં ઘણા જ ઝાડો છે ત્યાં ઊભી રાખી અને અંબાલાલભાઇ તથા પરમકૃપાળુદેવ તથા મણિલાલ (સૌભાગ્યભાઇના પુત્ર) ગાડીમાંથી ઊતરી એક ૧૬૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy