SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ GિHER SR S સત્સંગ-સંજીવની RSS) CR) ભક્તિની પ્રેરણા જ આ પુસ્તકમાં છપાએલા મુમુક્ષુઓનાં પત્રો જે વૈરાગ્યરસથી ભરપૂર અને શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રત્યેની ભક્તિ સાથે સર્વાર્પણતા તેમાં જોવા મળે છે, જે આપણને પણ તેવી શ્રી પ.કૃ. દેવ પ્રત્યેજ ભક્તિની પ્રેરણા આપે છે. શ્રી પરમકૃપાળુદેવ ઉપદેશ છે કે : (વચનામૃત ૨૫૪માં) “...એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ ? અનંતકાળે એજ માર્ગ છે તે આપણા લક્ષ બહાર ન જવો જોઈએ. તે પ્રેમાર્પણ જો અન્યથા સ્થાને, અસમાં થાય તો વચનામૃત ૬૯૩માં શ્રી મુખે પ્રભુએ પ્રકાણ્યું છે તેમ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય.” આ પરમ પુરૂષની કરૂણાયુક્ત શિક્ષાની જો અવગણના કરી, જાણે અજાણે આપણી અલ્પમતિથી કે દૃષ્ટિ રાગથી વિરાધના થાય, આ વચનામૃતની કલ્પિત અર્થથી વિરાધના થાય તો જીવને અશ્રેયનું કારણ થાય. ભવભીરૂ કે હળુકર્મી જીવે ખૂબ વિશાળ બુદ્ધિ રાખી તે સદ્ગણતત્ત્વ ઓળખવા, પામવાને ઉત્તમ પાત્ર બનવું જોઈએ. પરમકૃપાળુદેવે પોતે પ્રગટ કરેલ, અનુભવેલ અનુપમ તત્ત્વ જે સહજાત્મ સ્વરૂપ તેનો વિચાર કરવાનું ક્ષમાપનામાં જણાવે છે ને પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પણ નિરંતર કૃપાળુદેવના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો, શુદ્ધ પરમાત્મ સ્વરૂપનો વિચાર કરી રટણ કરતા હતા તે તેમનું ભક્તિસભર વેદન આ શ્લોકમાં જણાઈ આવે છે. महादिव्याः कुक्षिरत्न, शब्दजीत वरात्मजम्; श्री राजचंद्रमहं वंदे, तत्त्वलोचन दायकम् । આ શ્લોકમાં તેમણે (પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ) જ્ઞાન આપ્યું એમ નથી કીધું. તત્ત્વ ‘લોચન’ આપ્યું એમ કહ્યું. તેનું કારણ તેમને શ્રી પરમકૃપાળુદેવની આશ્રય ભક્તિથી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તત્વ લોચન કેવી રીતે મળે ? એ પુરૂષને પરમ પ્રેમાર્પણ કરી તેના ચરણ સમીપ રહીએ તો તત્ત્વદૃષ્ટિ મળે, મર્મ મળે. શ્રી પરમકૃપાળુદેવે મારગનો મર્મ એક પૂજ્યશ્રી અંબાલાલભાઈને જ આપ્યો છે. એટલે આ પૂજ્યશ્રી અંબાલાલભાઈના સંવેદનના - અનુભવના શબ્દ છે કે આપે તત્ત્વ લોચન આપ્યું. લીંમડીવાળા ડોસાભાઈ પ્રત્યેના પત્રમાં શ્રી પરમકૃપાળુદેવશ્રી મોક્ષમાળા માટે લખે છે કે:- “દરેક વર્ગના મુમુક્ષુઓ, મોક્ષમાળાને પોતાનો ધર્મગ્રંથ' ગણે” આવી ઉચ્ચ ભાવના અતિ લઘુતાપૂર્વક જણાવી છે તેને આપણે કેટલી દાદ આપવી જોઈએ, જેમ મોક્ષમાળા માટે તે સમયે જણાવ્યું છે તેમ સમજી આપણે આખા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથ માટે આ મારો ધર્મગ્રંથ' છે, અને આ જીવંત પુરૂષ મને ધર્મદાતા છે એવી એક શ્રી પરમકૃપાળુદેવમાં જ નિષ્ઠા ને શ્રદ્ધા વધારવા યોગ્ય છે. શ્રી પરમકૃપાળુદેવશ્રી વચનામૃત ૬૩૧માં ‘ઠામ ઠામ પૂછવા જવાની ના કહે છે... પણ એકમાં જ ભાવ આશ્રયપૂર્વક નિષ્ઠા જ રાખવા ઉપદેશે છે. આ નિષ્ઠા જ આપણને કલ્યાણના માર્ગે લઈ જશે. વચનામૃત ૪૦૩માં કહ્યું છે, પોતેજ દઢતા કરાવી છે “તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેય જોગ છે. દૃઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.” આ વચન એમ બોલે છે કે – તમે કંઈપણ વિકલ્પ વગર પ્રત્યક્ષ સંપુરૂષ રૂપે અમારામાં નિઃશંકતા રાખીને ભજતા રહો. વચનોને પ્રત્યક્ષ સહુરૂષ તુલ્ય જાણી વિચારો, તેમજ આરાધો તો સમ્યકત્વ થઈ પરિણામે આત્મસ્થિતિ પ્રાપ્ત થશે. ઉંડા ઉતરી વિચારી જોશું તો કૃપાળુદેવશ્રીના જ્ઞાનમાં ભાવિની સ્થિતિ દશ્યમાન હતી જ. ભવિષ્યમાં કોઈ ખરો વીતરાગ પુરૂષ દેહ છતાં દેહાતીત એવો પ્રત્યક્ષ પુરૂષ કોઈ નથી, જેથી કોઈ વચનામૃતના અભ્યાસી કે
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy