SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSS સત્સંગ-સંજીવની GKSH SH) સુંદરલાલ વગેરે ભાઇઓ ભેગા થતા અને પરમકૃપાળુદેવના પત્રો આવે તે તમામ મને વંચાવતા, તેથી વિશેષ પ્રેમ થતો ગયો. મારી સાથે ખુશાલભાઇ તથા પોપટભાઇ મૂલચંદ એ હમેશા મારા ઘરે આવતા, પછી અમો સર્વે ત્યાં જતા. પછી સંવત ૧૯૪૮ના માગશર સુદ ૧ શ્રી આણંદ પધારવાના છે તેમ પત્ર મળ્યો જેથી સુદ ૧ ના દિને શ્રી આણંદ હું તથા બીજા દશ-પંદર ભાઇઓ ગયા હતા. શ્રી પરમકૃપાળુદેવ રાતના નવ વાગતાં જ્યારે રેલવેમાંથી ઊતર્યા તે વખતે સફેદ ફેંટો બાંધેલ અને સીધા નીકળી ચાલતા થયા અને અંદર જે પુસ્તકોની પેટી હતી તથા સરસામાન લેવાનો હતો તે વગરલીધે ચાલી નીકળ્યા અને ભાઇ શ્રી અંબાલાલભાઇ તમામ સરસામાન લાવ્યા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવ શા. પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ડાબા હાથ ભણીની ઓરડીમાં બિછાનું પાથરેલું હતું ત્યાં બિરાજ્યા હતા. એક કલાક સુધી શાંત ચિત્તથી મૌનપણે બેસી રહ્યા હતા. તે વખતનો દેખાવ ઘણો જ વૃદ્ધ પુરૂષ જેવો જોવામાં આવ્યો હતો, તેથી એમ કલ્પેલું કે પરમકૃપાળુદેવની ઉંમર પચાસ વર્ષની હશે. પછી મારા મનમાં એમ થતું કે આ પુરૂષ કેમ નહીં બોલતા હોય ? અને મારા મનમાં પ્રશ્નો પૂછવાની શંકા હતી, પણ ત્યાં આગળ પરમકૃપાળુદેવ બીજી ઓરડીમાં ચાલ્યા ગયા. ફરી થોડા વખત પછી સાહેબજી પધાર્યા. કેટલાક ભાઇઓ રાતના અગિયાર વાગતાના સુમારમાં નિદ્રાના આવેશમાં થયેલ જણાયેલ, પણ સાહેબજી આવ્યા કે તમામ ઊભા થઈ ગયા. પછી થોડોક વખત રહીને કેટલાક ભાઇઓને નિદ્રામાં આવેલા જાણી પરમકૃપાળુદેવે બીજી ઓરડીમાં પથારી કરાવી. સવારમાં આઠ વાગતાના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે બીજી ઓરડીના ઓટલે બિરાજ્યા હતા. તે વખતે ખુશાલદાસ શ્રી ખંભાતથી આવ્યા અને ઘણા પ્રેમથી પરમકૃપાળુદેવને દંડવત્ નમસ્કાર કર્યા. પછી કેટલીક વાર અંદર ઓરડીમાં સહેજે બોધ શરૂ થયો અને મારા મનમાં જે જે શંકાઓ હતી તે બધાનું વગર પૂછયે સમાધાન થઇ ગયું તેથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મારા મનની વાત પરમકૃપાળુદેવે શી રીતે જાણી ? એ આશ્ચર્ય લાગવાથી બહુ પ્રેમ જાગ્યો અને ત્યાર પછી મારે પ્રશ્ન પૂછવાની કાંઇ પણ ઇચ્છા રહી નહીં. શ્રી પોપટલાલભાઇ ગુલાબચંદ - ખંભાત સં. ૧૯૬૯, ચૈત્ર વદ ૧૦ સં. ૧૯૪૬ના માગસર માસમાં ભાઈ સુંદરલાલની જાનમાં આવતાં અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇ સાથે અમદાવાદ ઊતર્યા હતા અને તેમની સાથે જુઠાભાઈના પણ દર્શન થયાં હતાં અને ત્યાં શ્રી પરમકૃપાળુદેવની મહાત્મા તરીકેની વાત સાંભળી હતી અને જુઠાભાઇએ કૃપાળુદેવના આવેલા પત્રો આપ્યા હતાં, તે વાંચવાથી મને કંઇ ઓળખાણ થઇ નહોતી, પણ અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇનો ચહેરો બહુ જ વૈરાગી થઇ ગયો હતો ને વારંવાર તે બન્ને શ્રી પરમકૃપાળુદેવનું સ્મરણ કરતા હતા. પછી અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇ શ્રી ખંભાત આવ્યા બાદ ઉપાશ્રયે જતા, પણ બન્ને ભાઇ અલગ બેસતા હતા અને ઉપાશ્રયના સેક્રેટરી તરીકે અંબાલાલભાઇ હતા તેમાં તેમનો ઉછરંગ બહુ ઓછો લાગતો એટલે વૈરાગી ચિત્ત બહુ લાગતું હતું અને તેઓ વાંચતા-વિચારતા ત્યારે તેમની પાસે હું બેસતો. ત્યાર પછી કૃપાળુદેવનું સં. ૧૯૪૭ની સાલમાં શ્રી ખંભાત પધારવાનું થયું ત્યારે તે વખતે મને અંબાલાલભાઇએ કહેલું કે કોઇ વોરાના સારા સિગરામ કમાનવાળું જોઇએ. મને કૃપાળુદેવનાં દર્શન થયાં પહેલાં પણ સહજે પ્રેમ બહુ થતો હતો તેથી સાધનો ખોળીને બહુ લાવતો. કૃપાળુદેવ પધાર્યા ત્યારે સામા અંબાલાલભાઇ વગેરે ગયા હતા અને સુંદરલાલ તથા નગીનદાસ શ્રી ફેણાવ સુધી ગયા હતા અને નગીનભાઇની ઉંમર ઘણી જ નાની વર્ષ ૧૨-૧૩ને આશરે હતી, પણ તેનો ચહેરો નાનપણથી વૈરાગી હતો. શ્રી ફેણાવ અને જણસણના રસ્તા વચ્ચે ભાઈ નગીનદાસ ઊભા હતા અને કૃપાળુદેવ સિગરામથી ઊતર્યા અને ૧૬૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy