SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ RESS સત્સંગ-સંજીવની 4 ) ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તારે મોક્ષમાળા, ભાવનાબોધ અને એક ત્રીજા પુસ્તકની (...) આજ્ઞા કરી કે આ પુસ્તકો વાંચવા, તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હમેશાં ‘બહુ પુણ્ય કેરા’ નો પાઠ વિચારવો તથા પરમગુરૂ એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હમેશા થોડો વખત પણ નિયમમાં બેસવું. આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો. તે વખતે હું એટલું જ સમજતો હતો કે કૃપાનાથ મળ્યા એ જ મહત્ પુણ્યનો ઉદય છે, અને તેમની આજ્ઞા થઇ છે એ પરમ લાભનું કારણ છે. ત્યાર બાદ બાલગમ્મતો કરતો, તેઓશ્રી એકાંતમાં એકલા બેઠા હોય તો એમની સેવામાં રહેતો. તે વખતે પૂજ્યશ્રી બીજું કાંઇ કહેતા નહીં. તેમની સેવામાં રહેવાનું તથા વાણી સાંભળવાનું બની શકે તો કેવું સરસ, એમ રહ્યા કરતું હતું. ત્યાર પછી કૃપાનાથનો સમાગમ ઘણું કરી થયો નથી. - વસો ક્ષેત્રમાં ઘણું કરી હું બે-ત્રણ દિવસ રહેલ હતો. પરમકૃપાળુદેવ વસો ક્ષેત્રમાં આનંદઘનજીના સ્તવનો માંહેના કેટલાક પદો ગાથાઓ બોલતા હતા - - સયલ સંસારી ઇઢિયરામી મુનિગુણ આતમરામી રે.. એ પ્રમાણે ઘોર શબ્દ કહેતા હતા તથા ત્યાં ઘણો જોસભેર એકધારા બોધ ચાલતો હતો. ક્ષેત્રમાં પૂજ્ય ભાઇ શ્રી વનમાલીભાઈ તથા પૂજ્ય ભાઇશ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી નગીનભાઇ વગેરે ભાઇઓ ત્યાં પધાર્યા હતા તથા ત્યાં ભાઇશ્રી રતનચંદભાઇ તથા ઝવેરચંદભાઇ તથા કલ્યાણજીભાઇ તથા વૃદ્ધિચંદભાઇ વગેરે ભાઇઓ ત્યાં હતા. કૃપાળુદેવના દર્શન કર્યા પછી ખંભાત આવ્યા પછી એક મહિનો લગભગ પ્રેમની ખુમારી ચાલી હતી અને જગતથી ઉદાસવૃત્તિ રહેતી હતી. તેવી વૃત્તિ હવે આજે જોવામાં આવતી નથી. તે વખતનો ધક્કો કેટલોક વખત રહ્યો હતો. એ જ. ઉતારો કરાવેલ સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૯ ને બુધવાર, શ્રી છોટાલાલ કુશળચંદ ભાઇ શ્રી છોટાલાલ કુશળચંદ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઇ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.' મારા મનમાં કોઇ આસામી સાથે કંઇક ભૂલેલ તેનો ચોક્કસ મારા મનને નિર્ણય નહીં અને તે ધણી અભણ ને વલી તે ધણીને મારી પ્રતીતિ ઓછી, તે ધણીને ભૂલ હતી તે વખતે હું કહી શક્યો નહીં. પછી એ ધણીની જે ભૂલ હતી તે મારા મનને ચોક્કસ થઇ ત્યારે એવી જે ભૂલ હતી તે મારે તે ધણી સાથે કેવા વિચાર હતા, પણ કુટુંબ વગેરેના દબાણથી જે મારે ભૂલ કહેવાની હતી તે હું કહી શક્યો નહીં અને તે વાત બીજા કેટલાકને પૂછી કે આ બાબતમાં મારે શું કરવું ? તેમણે જવાબ આપ્યો કે સારા માર્ગે વાપરો. તેમના કહેવાથી મેં સારા માર્ગે જૂજ વાપર્યું ખરું, પણ મારા મનની ખટક બેઠી નહીં. તેમ તે વાત મેં સં. ૧૯૫૩ની સાલમાં હું ભાઈ શ્રી છોટાલાલ | છગનલાલના હાથનો કાગલ લખાવી તેમાં લખાવ્યું કે આ ધણી કંઇક વાતચીત કરવા શ્રી મુંબઇ આપ સાહેબ (શ્રી પરમકૃપાળુદેવ) પાસે આવ્યા છે, એવો કાગળ લઈ હું તેમની પાસે ગયો. તે વખતમાં પ્લેગનું જોર ઘણું હતું અને મારે સીધું શ્રી મદ્રાસ જવાનું હતું. પણ અમારા કુટુંબને મુંબઇમાં ઊતરવા દેવાની સાફ મનાઇ હતી, સીધા જ તે ટ્રેનમાં શ્રી મદ્રાસ જવાનો ઓર્ડર હતો, પણ ભૂલની મારા મનમાં જે ખટક હતી તેનું સમાધાન મારા ૧૫૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy