SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ SSAGES સત્સંગ-સંજીવની SK GR ( ભક્તમૂર્તિને ભાવાંજલી હો !) પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુધ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા, તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પરુષોને નમસ્કાર.” – શ્રીમદ્ રાજચંદ્ર જેની નિષ્કામ ભક્તિના આકર્ષણે નિર્વિકાર પરમાત્માને ખેંચી લીધા. નિજ મન મંદિરમાં સ્થાપન કરી, ઘર આંગણે પધરામણી કરી પૂર્વ સંબંધ અવિહડ રાખ્યો, પ્રત્યક્ષ સત્પષના દર્શનથી કૃતકૃત્ય થયા, પરમાત્માની દિવ્ય વાણી સુધાનું પાન કરી, તૃષાતુર &ય તૃપ્ત થયું. એવા પ્રભુના અનન્ય ભક્તનો આજે, દર્શન શતાબ્દિ નિમિત્તે, ઉપકાર સંભારવાનો સુઅવસર આપણને મળ્યો તે આપણું સદ્ભાગ્ય છે. ભરયુવાવસ્થામાં જેણે શ્રીરાજના ચરણે પોતાનું જીવન, તન-મન-ધન સર્વસ્વ સમર્પણ કર્યું હતું. સાંસારિક સુખને તિલાંજલી આપી, ગૃહાદિ કાર્યથી ઉદાસીન થઇ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યુ હતું. જગતના કલ્પિત સંબંધો અને સ્નેહના તંતુઓથી છુટી સજીવન મૂર્તિ સાથે અતુટ શાશ્વત સંબંધ બાંધી લીધો હતો. પરમ દૈન્યત્વ ભાવે પ્રભુના સાચા સેવક બન્યા હતા અને શ્રી કૃપાનાથની આજ્ઞામાં પરમપ્રેમાર્પણ કર્યુ હતું. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એવી પરીક્ષા પૂર્વના સંસ્કારથી અને પરમ યોગ્યતાથી સહજમાં એમને થઈ હતી. એવા ઉત્તમ અધિકારીપણાથી શ્રી પ્રભુએ માર્ગનો મર્મ એમને આપી દીધો હતો. વળી શ્રીમુખે એમની સ્મરણ શક્તિની તથા વૈરાગ્યની પ્રશંસા કરી હતી. | શ્રી રાળજ, શ્રી વડવા, શ્રી ઉત્તરસંડા, કંસારી, વીરસદ આદિ નિવૃત્તિસ્થળોની શોધ કરી શ્રી પરમકૃપાળુદેવના પરમ સત્સંગનો લાભ પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત કર્યો હતો. અંતિમ સંદેશમાં શ્રી પ્રભુએ નિર્દિષ્ટ કરેલી સુપાત્રતા રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.” એવી ઉત્તમ પાત્રતા એમના અંગમાં શોભી રહી હતી. “ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.” નિવૃત્તિયોગમાં જ્યાં જ્યાં પરમકૃપાળુની સેવામાં રહેતા, ત્યાં નિદ્રા, વિકથા તજી પતિવ્રતારૂપ ભક્તિ ઉપાસતા હતા. એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. એક અનન્ય ભક્ત કેવો હોય ? તે જીવંત જાગતી ભક્તિની જ્યોતનું એમનામાં આપણને દર્શન થાય છે અને એવા સાચા આશ્રિત બનવાની આપણને પ્રેરણા મળે છે. - શ્રી આત્મસિદ્ધિજી - શ્રુતસાગરના નિચોડરૂપ અને અતિ અતિ ગંભીર આશયથી ભરેલ, જે શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલ છે. તેનું ટૂંકું વિવેચન પ્રભુની કૃપાદષ્ટિથી લખીને તે સદ્ભુતને વિચારવામાં એક અવલંબન આપ્યું છે. વળી પ્રભુના પ્રત્યક્ષ સત્સંગમાં શ્રવણ થયેલ બોધ-મેઘધારારૂપ તે દયભૂમિમાં ઝીલી લઇ ઉપદેશ છાયારૂપ શ્રીસદ્ગુરુ પ્રસાદી આપી આપણા પર અનન્ય ઉપકાર કર્યો છે. તે ઉપકારનો બદલો શું વાળી શકીએ ! તે ઉપકારને સંભારી તે મહાભાગ્યવંતના ચરણમાં નમસ્કાર કરીએ છીએ. It શ્રી મહાવીર પ્રભુના અંતર આશયને પામ્યા છે એવા તે પુરુષ ભગવાનની સ્યાત્ વાણી, જે મુમુક્ષુઓ ઉપર લખાયેલ પત્રાકારે હતી, તેને સ્વહસ્તથી આલેખી (ઉતારા કરી) ગ્રંથારૂઢ કરી, તે સકળ જગતનું હિત કરનારી વાણી આજે દિગંતમાં ગુંજી રહી છે. હર કોઇ જિજ્ઞાસુ, પિપાસુ કે સંસારથી સંતપ્ત દિલને ઠારે છે. ચંદન સમ શીતળતા આપે છે. વિશેષ કરીને આત્મહિત ઇચ્છક જીવને અક્ષરદેહરૂપે સાક્ષાત્ સદ્ગુરુ ભેટ્યા સમ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy