SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉR SRK) - સત્સંગ-સંજીવની SSSSSSSS પછી બીજે દિવસે રાત્રીએ આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું કે : “તમે હોકો બીડી પીવો છો Sછે તે શા માટે મૂકી દેતા નથી ?'' ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાના કારણને લીધે હું હોકો, બીડી પીવું છું. પૂજ્યશ્રી : ‘‘તમાકુનો પ્રચાર તો ૨00, 800 વર્ષથી થયો છે, તે પહેલાંના લોકો તમાકુ, બીડી, હોકા } સિવાય બંધકોશ વડે મરી જતા હશે !” મેં કહ્યું, ‘ના સાહેબ.' ત્યારે સાહેબજીએ મને કહ્યું કે : તમે વ્યસનને આધિન થઇ ગયા છો. પણ વ્યસન તમને આધિન છે. માટે તે બધા બહાના છે. અને તે મુકી દેશો તો મુકી દેવાશે ! લખનાર : આપની આજ્ઞા હોય તો હું બીડી પીવાની રાખ્યું અને હોકો બંધ કરી દઉં. પૂજ્યશ્રી : રૂપિયા ન રાખવા અને પરચુરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે. આવા વચન સાંભળીને મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તેના પ્રત્યાખ્યાન vi મહારાજશ્રી લલ્લુજી સ્વામી પાસે કરાવ્યા. પણ વસોના અમીન છોટાભાઈ, ચતુરભાઈના બંગલે હું તથા ઘણા માણસો પૂજ્યશ્રીના સમાગમમાં ગયા હતા. તે વખતે મહારાજ સાહેબ લલ્લુજી સ્વામી આદિ છએ મુનિશ્વરો તે બંગલામાં બેઠા હતા. તે વખતે કૃપાળુશ્રીએ પહેરણ કફની જેવું પહેરેલું હતું. તથા ટોપી ફકીરના જેવી લુગડાની બે ચાર પૈસાની કિંમતની આશરે પહેરી હતી. તે જોઇ મારા મનમાં તો ઘણો જ વિચાર થતો હતો કે આ પુરૂષ તો કોઇ અલૌકિક જ છે કે જેના મનમાં જરા પણ મોટાઇ છે નહીં. તેથી મને તો સાહેબજી ઉપર દિવસે દિવસે પ્રતીતિ વધતી ગઈ ને મનમાં લાગવા માંડ્યું કે આ પુરુષના વચન સાંભળવાથી લાભ થશે. ' લલ્લજી મહારાજને કોઇ પહેલાં પગે લાગતા નો’તા તેથી સાહેબજી બધાંઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. પણ આ મહાત્માને જોઇ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતા હતા. પણ આવો બધો દેખાવ જોઇને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બીલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી. તે ટાઇમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ધર્મસંબંધીની ચર્ચા થઈ હતી પરંતુ તેમાં સાહેબજીનો બોધ સર્વોત્કૃષ્ટ થયો હતો અને તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી વારંવાર કહેતા કે : “તમે ચાલવા માંડો તોજ સફલ થશો પણ કહેવારૂપે બોલવાથી કંઇ સફલ થશો નહીં.” - આ પછી ઘણા પ્રશ્નોત્તર થઈ ગયા હતા. તે દરેક પ્રશ્નોનું સમાધાન સારી રીતે કપાળશ્રીએ કર્યું હતું. તેથી પાટીદારો કૃપાળુશ્રીનાં ઉપર ઘણા પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા કે આપને કંઇપણ ખાન-પાનની ઇચ્છા હોય તો અમે આપને માટે સગવડ કરાવીએ અને ફળાહારની અપેક્ષા હોય તો તે લાવી આપીએ, પણ સાહેબજીએ ના પાડી અને કહ્યું કે “તેવું અમારે જોઇએ નહીં.” આ ઉપરથી મને ખાત્રી થઇ કે તેમને કંઇપણ માન આવકારની ખાતર કાંઇપણ જરૂર નથી, અને નિર્માની છે. તે જ પ્રસંગે હું જ્યારે – જરાવાર બહાર ગયો તે વખતે પાટીદારો મને પૂછવા લાગ્યા કે “આ પુરુષ ગૃહાશ્રમી છે ને લોકો કેમ નમસ્કાર કરે છે ? ત્યારે મેં કહ્યું કે ગૃહાશ્રમી છે પણ એમની વાત તમે કંઇ જાણો છો ? એ પુરુષ કોઇ અદ્ભૂત દશાવંત છે. એમણે સોળ વર્ષની વયમાં મોક્ષમાળા બનાવી છે. ત્યારે તેમની કેટલી કેટલી બુદ્ધિ ૧૩૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy