SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ CHEHERS સત્સંગ-સંજીવની કીકીમી) () પૂ. જેઠાલાલ ભાવસાર વસોવાળા શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણ યોગે ત્રિકાળ દંડવત્ નમસ્કાર હો ! આ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં વસોવાળા ભાવસાર જેઠાલાલ જમનાદાસ આવેલા અને જે જે વાતચીત ખુલાસા થયેલા તે સ્મૃતિમાં રહેલ અત્રે લખેલ છે. તેમાં વિસ્મૃતિથી જે કંઇ ભૂલ થઇ હોય તેની ક્ષમા માંગું છું. પ્રથમ મારા મનમાં જે વિચારો રહેલા હતા તે દર્શાવું છું. લખનાર : સં. ૧૯૫૦ની સાલમાં મહારાજ સાહેબશ્રી લલ્લુજી સ્વામિ તથા શ્રી દેવકીર્ણસ્વામી આદિ ઠાણા ૬નું ચોમાસું વસોમાં હતું તે દરમ્યાન હું મહારાજ સાહેબશ્રી પાસે દર્શન કરવા જતો, તે લૌકિક અપેક્ષાએ વ્યવહાર રૂઢીથી જતો હતો. અને એમ મનમાં રહેતું કે લગભગ રૂ. ૫0,000 (રૂ. પચાસ હજાર)ની એસ્ટેટ મૂકીને આ મહારાજ સાહેબ લલ્લુજી સ્વામીએ સંસાર છોડ્યો છે. તો તે પુરૂષમાં કેટલો બધો વૈરાગ્ય હશે ? એમ મને અંતરમાં થયા કરતું અને એમ ખાત્રી તો હતી જ કે આ પુરૂષ ખાસ તરવાની ઇચ્છાવાળા છે. પણ તે મુંબઈના કોઇ કવિરાજનો ઉપદેશ માની તેમના બોધેલા માર્ગે ચાલે છે, તેની મને હરકત નોતી. પણ તે સંસારી હોવાથી તેમને પગે લાગી શકે ? એમ નિરંતર રહ્યા કરતું હતું. પછી મારા મનની અંદર એમ આવ્યું કે આજ તો હું મહારાજ સાહેબને પૂછી જોઉં એમ ધારી તે વાતનો ખુલાસો કરવા મહારાજ સાહેબને પૂછયું. ત્યારે મહારાજે મને એમ કહ્યું કે તું એ વાતમાં કંઈ જાણું છું ? એ તો મોટા મહાત્મા છે, મહાત્મા !!! અને તું એમને પ્રશ્ન શું કરવાવાળો છું. તું ૫૦વાતો ધારીને ગયો હોઇશ તો તેઓ એક જ વાતમાં ખુલાસો કરી નાખશે. આ પ્રમાણે તેઓ કૃપાળુશ્રીના ઘણા જ ગુણ બોલતા હતા. એથી મને તો મહારાજશ્રી ઉપર એવો વહેમ પડતો કે આમનું ચિત્ત ભ્રમિત થયું લાગે છે. અને દેખાવ પરથી મને તે જ પ્રમાણે ભાસતું હતું. તે જ દિવસે રાત્રે કૃપાળુશ્રી પધારશે એવી ખબર સાંભળ્યાથી મને મહારાજશ્રીએ જણાવ્યું કે આજે ઉપાસરા ઉપર દીવાબત્તી અને ગોદડાની સગવડ કરી રાખજો. I તે પ્રમાણે અમે સગવડ કરી રાખી હતી અને પછી મહારાજશ્રીએ એમ કહ્યું કે આજ રાત્રે સાહેબજી પધારશે માટે ગાડી શોધી લાવો.' - તે વખતે ચોમાસાનો વખત હોવાથી અમે મહારાજ સાહેબને ગાડીને માટે હા, ના પાડતા હતા. મહારાજ સાહેબે કીધું કે ગમે તેમ કરી લાવો. પછી મેં તથા મોતીભાઇએ ભાવસાર જગજીવન ઝવેરદાસને વિગત જણાવી. તે વખતે લગભગ રાતના ટા વાગ્યા હતા. ગાડી જોડીને મોતીભાઇ તેડવા જતા હતા તે રસ્તામાં જતાં કવિરાજ ગામની નજીક સુધી તો પધારી ગયા હતા. તેમની સાથે અંબાલાલભાઇ તથા લેરાભાઇ સાહેબ હતા. પછી પેલી ગાડીને પાછી વિદાય કરી, અમારી ગાડી લઇ ગયેલ, તેમાં બેસાડી સાહેબજીને ઉપાશ્રયમાં ઉતાર્યા, તે વખતે લગભગ નવ વાગ્યા હતા. અપાસરામાં નારણભાઇ મોતીભાઇ સૂતા હતા. તેમની પથારી ઉપર બેસાડયા હતા. પછીથી થોડી વારે વસો ગામના નવલખા શિવલાલ કહાનદાસના ડેલા ઉપર સાહેબજીને ઉતાર્યા હતા. તે દિવસે અંબાલાલભાઇએ લાંબા દંડવત્ પ્રણામ ત્રણ વખત કર્યા. લેરાભાઇએ પણ ત્રણ વખત દંડવત્ પ્રણામ કર્યા. લેરાભાઈની ઉંમર લગભગ સાઠ વર્ષની હતી. તે વખતે મારા મનમાં એમ આવ્યું કે મહારાજ સાહેબ, અંબાલાલભાઈ તથા લેરાભાઈ આ સંસારી પુરૂષને કેમ નમસ્કાર કરે છે ? એવી મને ઘણી જ શંકાઓ થતી. પણ મનમાં એમ રહેતું કે લેરાભાઈ સાઠ વરસની ઉંમરના છે છતાં આ જવાન પુરૂષને લાંબા થઇ દંડવત્ પ્રણામ કરે છે તેથી તેમણે કંઇ ચમત્કાર જોયો હશે એમ જાણી મેં પણ દંડવત્ પ્રણામ કર્યા. પણ મનમાં એમ થયા કરતું હતું કે આમ કેમ હશે ? અને ગમે તેમ પણ સંસારી તો ખરા જ કે ની ? અને વળી રાત્રે વાંચન કરતા જોઇ મને ૧૩૨.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy