________________
GENERGY સત્સંગ-સંજીવની GIR FORER (
એ ગાથા કહી હતી. અને તે ગાથાનો અર્થ ઘણો જ વિસ્તારથી કર્યો હતો. જે મને સ્મરણમાં રહેલ નથી.
એક વખત કાવિઠે આંબાના ઝાડની નજીકના સ્થળે સાહેબજી પધાર્યા હતા. ત્યાં – “ઊંચા નીચા ગામ કંટકા’’ એવી ગાથા દશ વૈકાલિક સૂત્રમાંની બોલતા હતા. અને તેનો સાર મને સમજાવ્યો હતો. તેની વિશેષ યાદી ખંભાતવાળા કીલાભાઇ ગુલાબચંદને હશે.
એક વખત રાત્રીએ દરેક ભાઇઓને આજ્ઞા કરી કે અમુક અમુક સ્તવન કહો. પણ ત્યાં પ્રભુના આતાપથી, . બોલતા બહુ આંચકા આવતા હતા.
- સાહેબજી બહાર ફરવા જતા તો પોતે એકલા જ જતા અને કોઇ ખાડામાં પદ્માસન વાળી સમાધિસ્થિત થતા, પણ બહાર દેખાવ આવતો નહીં.
એક વખતે ભાદરણવાળા ધોરીભાઇ સાથે સાહેબજી મોહનીય કર્મ સંબંધી વ્યાખ્યા કરતા હતા. અને કહેતા મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય તેની સાથે સામા થવું. એમ કરતાં જય થાય. ધોરીભાઇએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે “ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે ?” - સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે” ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી.
એક વખત સાહેબજી જ્ઞાન સંબંધી વ્યાખ્યા કરતા હતા. તે વખતે નીચે કેટલાંક કૂતરાં લડતા હતા. તે | સાંભળી ધોરીભાઇ બોલ્યા કે ‘હુકા ગગડ્યા.’ એમ કહી બહુ જોસમાં ધોરીભાઇ હાંકવા લાગ્યા. તે સાંભળી સાહેબજી બોલ્યા, “ધોરીભાઇ ! નોકષાયનો આટલો બધો ઉદય !!!!” એટલે ધોરીભાઇ હાંકવા જતાં અટકી ગયા.
સં. ૧૯૫૧માં ગામ ઉંદેલ ખંભાતથી ૩ ગાઉ છેટે છે, ત્યાં પધાર્યા. ત્યાં દિવસે જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણો ' જ બોધ કર્યો હતો. અને તે બોધ રાતના ત્રણ વાગ્યાથી પોતે દોહરારૂપે ઉચ્ચારતા હતા. તે વખતે મારી આંખ | ઉઘડી ગઇ, બીજા ભાઇઓની પણ આંખ ઉઘડી ગઇ. પછી સાહેબજીને પા વાગ્યાના સુમારે પૂછયું કે હું લખી લઉં ? સાહેબજીએ ના કહી.
બીજે કે ત્રીજે દિવસે બીડીઓનું વ્યસન ત્યાગવા સંબંધી ઘણો જ બોધ કર્યો હતો. જે બીજા નહીં આવેલા કેટલાક ભાઇઓના સાંભળવામાં આવ્યું હોય, તો બે ઘડીમાં સંસારનો ત્યાગ કરી દે. પણ તમને અત્યાર સુધી બોધ કર્યો તે જેમ ભીંતને કર્યો હોય તેમ છે. એમ બહુ જોસભેર કહ્યું હતું. ત્યારથી બીડીનું વ્યસન ત્યાગ કર્યું. પછી સાહેબજી ફરવા પધાર્યા હતા.
ત્યાં વડનું ઝાડ જોઇ કહ્યું કે “આ ઝાડ ઉપર પ્રથમ ચઢતાં તો મહેનત પડે. પણ થોડે ચડ્યા પછીથી ડાળખે, ડાળખે ફરી વળાય. તેમજ પ્રથમ જીવને કઠણ પડે, પણ પછીથી સુગમ પડે છે.” ઇત્યાદિ કહી, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય વિષે વ્યાખ્યા કરી હતી. તે બોધ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. ઉપદેશ નોંધ ૩૪
સંવત ૧૯૪૯ની સાલમાં કંસારીએ પધાર્યા હતા. ત્યાં કીડીઓનો ઉપદ્રવ બહુ હોવાથી સાહેબજી ખંભાત પધાર્યા. તે વખતે ખંભાત ૧૮ દિવસની સ્થિતિ થઇ હતી.
પ્રથમ આવ્યા તેજ દિવસે હુકમ મુનિના ગ્રંથમાંથી કેટલોક ભાગ સાહેબજીએ વાંચ્યો હતો. એક ભાઈ મોહનલાલ મગન જેની મહિયાની અટક હતી તે દશા શ્રીમાળી શ્રાવક હતા. તેમણે સાહેબજીને
૧૨૧