SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ત્યાર પછી સાંજના અમો બંને જવા નીકળ્યા. રસ્તામાં જતાં પાંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ત્યાં ગયા. જતાં જ શ્રી જુઠાભાઇએ અમોને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વનો સંબંધ હોવો જોઇએ એમ લાગે છે. એમ કહ્યા પછી સાહેબજી સંબંધી કેટલીક હકીકત કહી. કેટલાક સાહેબજીના પત્રો વંચાવ્યા અને તેમાંના કેટલાક પત્રો અમોને આપ્યા. અમુક ચોકડીના આકારમાં, અમુક ત્રિકોણના આકારમાં લીટીઓ કાઢેલ પુસ્તક આપ્યું. શ્રી અંબાલાલભાઇને ત્યાં ઘણું કરી વિદ્યમાન હશે. ત્યાંથી અમો ખંભાત આવ્યા. ત્યાર પછી અમોએ સાહેબજી સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો હતો. સ્થાનકવાસીના અપાસરે શ્રી ભગવતીજી સૂત્ર વંચાતું હતું. તે સાંભળવાને અમે બંને જતા હતા. અને નીચે આવીને અમો બંને પાના વાંચતા અને તેમાંથી સંશય કરતા પછી શંકાઓનું નિવારણ ક૨વા સારૂ અમો સાહેબજી પ્રત્યે પત્ર દ્વારા લખી જણાવતા અને તે પ્રશ્નોના ઉત્તરો સાહેબજીએ લખી જણાવ્યા. જે હાલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. વ. નં. ૧૧૫, ૧૨૨, ૧૩૧, ૧૩૯. ત્યાર પછી સંવત ૧૯૪૬ના ફાગણ માસમાં ભાઇ છોટાલાલ માણેકચંદની દિકરી બેન પસીની શરીર પ્રકૃતિ નરમ હતી તેથી મુંબઇ દવા કરવા સારૂ તે બેન તથા તેના માતુશ્રી તથા મારા ભાઇ સુંદરલાલ તથા હું મુંબઇ ગયા. ત્યાં ગયા બાદ હું તથા સુંદરલાલ જ્યાં સાહેબજી હતા ત્યાં મળવા ગયા. તે વખતમાં સાહેબજી ઘણો ભાગ મૌન રહેતા. કાર્ય જેટલી વાત કરતા. અમે જ્યાં ઉતર્યા હતા તે ધણી અકિકનો (પથ્થરનો) વેપારી હતો. તે સંબંધી અમોએ સાહેબજીને કીધું. વચમાં વચમાં સાહેબજી પોતે બોલતા. પછી છેવટે અમોને કીધું કે “પથ્થરાજને !'' ત્યાર પછી અમો ઉતારે આવ્યા ને પછી હું ફરીથી એકલો સાહેબજી પાસે ગયો. સાહેબજી પોતે એક નાની પથારી, એક નાનો તકીયો નાખી બેસતા. કાલો કરીને એક રસોઇઓ ત્યાં રહેતો હતો. થોડીવાર પછી મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો. પણ જવાબ આપ્યો નહીં. બેત્રણવાર કે પાંચવાર પૂછયું હશે. પણ સાહેબજીએ કીધું કે પાંચવાર પૂછયું ? મેં કીધું કે મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું : “ધ્યાન તરંગરૂપ છે.’’ તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો અને તે એવો કે પછીથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. પછી મેં જુઠાભાઇ સંબંધી કેટલીક વાત કરી. સાહેબજીએ કીધું તે શ્રી જુઠાભાઈની ભલામણથી અમો તમોને બોધ આપીએ તેમ નથી. અને તે ના કહે તેથી કાંઇ ન આપીએ તેમેય નથી. થોડીકવાર પછી સાહેબજીએ મને કીધું કે કેમ, અમે કહીએ તે પ્રમાણે કરશો ? Theory મેં કીધું કે હા જી. આપ જે કહેશો તે યોગ્ય જ હશે. સાહેબજીએ કીધું કે : “અમે કહીશું કે જાવ મસીદમાં’’ મેં કીધું. આપ જે કહો છો તે યોગ્ય જ છે. ‘સાહેબજીએ કીધું કે કાલે આવજો’’ હું કોઇ કારણથી બીજે દિવસે જઇ શક્યો નહીં. તેથી ત્રીજે દિવસે સાહેબજી પાસે ક્ષમા માંગી. થોડીવાર પછીથી સાહેબજીએ કીધું. “અમારે હજારો વર્ષનો અભ્યાસ છે. એમ કહી કહ્યું કે લ્યો, આ ૧૦ વચનો ! આ વચનો એવાં છે કે હજાર પાના ભાવ તેટલાં રહસ્યવાળા છે. તેમાં પ્રથમ વાક્ય “સત્પુરૂષના ચરણનો ઇચ્છક’' ઇત્યાદિ ૧૦ ૧૧૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy