SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 6 સત્સંગ-સંજીવની સમાગમ અર્થે આવતા હતા. કેટલાક માણસો પ્રશ્ન પૂછવા ધારીને આવેલ હોય તેવામાં તો કૃપાળુશ્રીનો બોધ ચાલતો હોય તેમાં સર્વે માણસોના સર્વ પ્રશ્નનું સમાધાન આવી જતું હતું અને આવેલા માણસો આશ્ચર્ય પામતાં હતા કે અમો આ પ્રશ્ન પૂછવા ધા૨ીને આવેલા અને તે તો તેમના ઉપદેશમાં પ્રશ્નોનું સમાધાન આવી ગયું. જાણે કે અમારા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં જ આવી ગયા ન હોય !! ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઇ જતાં સં. ૧૯૫૧ ના આસોમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે સોભાગ્યભાઇ અને ડુંગરશીભાઇ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશધ્વની ચાલતી તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઇ જતા. અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીના વચનામૃતો સાંભળ્યા જ કરીએ. ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઇને જવાનો રસ્તો હતો. અમો બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા-લડતા ઘણા જ વેગમાં હમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બંને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે, પણ અમે ભયભીત થઇ ખેતરોમાં ભરાઇ ગયા. ફક્ત સાહેબજી પોતે જ નીડ૨૫ણે એક જ ધારાએ ચાલતા હતા અને તેમની પાછળ સોભાગભાઇ તથા ડુંગરશીભાઇ ચાલતા હતા. બેઉ સાંઢ તો પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા. સાંજના બધા વીરસદની ધર્મશાળામાં રહ્યા હતા. ત્યાંથી બીજે દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉંદેલ ગામે પધાર્યા હતા. સાહેબજી સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઇ પણ હતા. ત્યાં ત્યાગ-વૈરાગ્યનો ઘણો ઉપદેશ કર્યો હતો. બીડી જેવા તુચ્છ વ્યસન માટે ઘણી ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષુ ભાઇઓએ બીડી નહીં પીવા સાહેબજી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી અને બીજા કેટલાકે નિયમો ગ્રહણ કર્યાં હતાં. ત્યાર પછી સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ રાળજ પધાર્યા હતા. હું અને બીજા ભાઇઓ ગયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવ ઉપદેશમાં મતાગ્રહ અને દુરાગ્રહ સંબંધી વાસનાઓની વૃત્તિ કઢાવવા ઉપદેશ કરતા હતા. (ઉપદેશ છાયા નં. ૪) તે વાસનાઓ અમને કેટલાક અંશે નિવૃત્ત થઇ હતી. લગભગ પજુસણ પૂરા કર્યા. તે પછી શ્રી પરમકૃપાળુદેવ શ્રી વડવા વનમાં પધાર્યા હતા. જ્યાં ખંભાતથી ઘણા લોકો આવતા હતા. મને સ્મૃતિ છે કે એક દિવસે વૃક્ષ નીચે – વડ નીચે બેઠા હતા ત્યાં સ્થાનકવાસી સાધુઓ શ્રી લલ્લુજી મુનિ આદિ પધાર્યા હતા અને સાધ્વીઓ પણ આવ્યાં હતાં. અને સ્થાનકવાસી અથવા તપાગચ્છ સંપ્રદાયના અને બીજા કેટલાક આવ્યા હતા. અને બહેનો પણ ઘણાં આવ્યાં હતા. તે વખતનો દેખાવ લગભગ સમોવશરણ જેવો દેખાતો હતો. શ્રી પરમકૃપાળુદેવની અદ્દભૂત મુદ્રાનું અવલોકન લોકો કરતા હતા. તેઓ સાહેબનો એટલો બધો અતિશય, તેથી એટલું બધું વાતાવરણ શાંત દેખાતું હતું અને ઘણા લોકો પ્રશ્ન કરતા હતા. તેમની અમૃત જેવી વાણીથી ઉત્તર મળતાં લોકો શાંત પડી જતા હતા. હંમેશાં લોકોના ટોળેટોળાં પરમકૃપાળુદેવના દર્શન માટે આવતાં હતાં. ત્યાંથી શ્રી પરમકૃપાળુદેવ આણંદ તરફ પધાર્યા હતા. તે પછી પરમકૃપાળુદેવશ્રીનો સમાગમ મુંબઇ થયો હતો. ત્યાં મુનિશ્રી લલ્લુજી - શ્રી દેવકરણજી મુનિ આદિ ઠાણા હતા. (વ. ૪૪૫) રેવાશંકર જગજીવનની કું., ભુલેશ્વરના નાકા ઉપર, ચોકી આગળ દુકાન હતી. પ્રાણજીવનભાઇ ડો. સાહેબ ત્યાં હતા. એક દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં મુનિશ્રી લલ્લુજી તથા મુનિશ્રી દેવકરણજી આવ્યા હતા. એ વખતે હું પાસે હતો. તે વખતે સિદ્ધાંતના શ્રી પરમકૃપાળુદેવ એવા અર્થ ૧૧૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy