SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની પ્રસંગનો વિસામા આવ્યો કે ઉન્માદપણું તથા આળસ વધતું જ જાય છે. એમ મને ભાસે છે. બીજાઓ કરતાં મને દર્શનાવરણનો ઉદય વિશેષ જણાય છે. જ્યારે જ્યારે આપના દર્શન કરવાની સંજ્ઞા (ઇચ્છા) જોર ઉપર લાવું છું ત્યારે આવરણરૂપી કામ એટલું બધું વધી જાય છે કે લાંબો વખત ઉપાધિ સહન કરવી હું જ્યારે તેરા ગામ (કચ્છમાં) હતો ત્યારે આપ નરેંદ્રનું ફોટોગ્રાફ મારી પાસે હતા. તે ઉ૫૨થી મેં બસ્ટ લેવરાવેલ. તે એટલા વાસ્તે કે એવું લોકીટમાં રાખવું અને તે એક કરતાં વધારે હોવાથી મારાં બીજા સહવર્ગીને આપવું. પરંતુ અહીં જ્યારે પૂ. શ્રી મનસુખભાઇ આવ્યા હતા ત્યારે વાતચીત ચાલતાં તેમણે એવી શંકા કરી કે આપણે લઘુ શંકાદિ અશુચિનું કાર્ય કરીએ તો દોષરૂપ ગણાયા જેવું, થાય. બસ્ટ પાસે હોવાથી દીર્ધશંકાદિ ક્રિયા તો ન થાય પરંતુ લઘુશંકાદિ ક્રિયા થાય એ સંભવીત છે. લાંબો વિચાર કરતાં આપ નરેન્દ્રનું બસ્ટ લોકીટમાં ઘડીયાળના અછોડામાં રાખવું જેથી વારંવાર સ્મરણમાં આવવા બાદ તેમના મહાત્મયની વાત પણ વખતે યાદ આવે અને પરમકલ્યાણના ફળદાયિ છે એમ માન્યતા છે. તથાપિ તેમ કરવા પહેલાં રજા માગવી ઉચિત ધારી આ તસ્દી આપી છે. તેને માટે આપ મહેરબાની કરી જો ફ૨માવવાનું યોગ્ય જણાય તો તે વિષે ફરમાન થવા આ અરજ છે. we pls Pike 1 લિઃ આજ્ઞાંકિત સેવક ધારશી કુશળચંદના ત્રિકાળ પ્રણામ ! પ્રણામ ! મુ. વવાણીયા પરમ પૂજ્ય મહાકૃપાળુ શ્રી સર્વજ્ઞાય નમઃ શ્રી અરિહંત દેવ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર. પત્ર-૧૦૪ ચૈત્ર વદ ૭, શુક્રવાર સવિનય વિનંતી કે આપનો હિતકારી પત્ર પૂ. ધારશીભાઇએ પૂ. રેવાશંકરભાઇને ત્યાં બોલાવી આપ્યો. સર્વે ભેળા મળી વાંચ્યો, ત્યારબાદ ધારશીભાઇને નકલ કરી લેવા આપ્યો, એટલે ફરી વાંચવા તક મળી નથી. પાછો મળ્યેથી ધ્યાનપૂર્વક વાંચીશ અને જો કાંઇ તેમાં નહીં સમજી શકાય એવું જણાશે તો આપને તસ્દી આપીશ. આ પ્રસંગે આપને નીચેની બાબતમાં તસ્દી આપવા રજા લઉં છું. પ્ર-૧. દરેક સન્ની પંચેંદ્રિય પ્રાણીને દશ પ્રાણ છે. તેમાં મનોબળ પણ એક પ્રાણ ગણ્યું છે. એ પ્રાણ એટલું જબ્બરજસ્ત છે કે આત્માની શક્તિને ઇચ્છાવાન કરી દે છે. તો મન પ્રાણ બળનો શું ગુણ છે ? તેનો આત્મા સાથે કેટલો અને કેટલે દરજ્જે સંબંધ રહ્યો છે ? અને તેને પ્રાણબળ કેમ કહ્યું ? વેદાંતમાં એ સંબંધી અંતઃકરણ પંચીકરણ ? ગ્રંથમાં ગણી વર્ણન આપેલું છે, અને તેને આત્મા સાથે સંબંધ વગરનું ઠરાવ્યું છે. આત્મા વ્યવહારથી કર્તા અને ભોક્તા છે. અને નિશ્ચય થકી અકર્તા અને અભોક્તા ગણ્યો છે. પહેલાં નિયમ થકી થનારી ક્રીયા આત્મા સાથે મન જોડાયાની હોવી જોઇએ અને બીજા નિયમ પ્રમાણે થતી ક્રિયા ઉત્તમ પુરૂષને હોવી જોઇએ. આ વિષે યથાર્થ કાંઇ ધરાયું નથી. વિષય કઠણ અને ગહન છે. આપ સાહેબજી તરફથી જે સમાધાન થાય તે સત્ય. પ્ર-૨ આત્માને કેટલીક રીતે જીવ એ સંજ્ઞામાં પણ બોલાય છે. એ બન્ને વચ્ચે કાંઇ ભેદ છે ? કે વસ્તુતાએ એક જ છે? તે પણ જાણવા ઉત્કંઠા છે. આપ સાહેબજીને ખુશીમાં ચાહું છું. ૧૦૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy