________________
SYS S SYS સત્સંગ-સંજીવની SR SERBIA ()
હતી જે આજે પુસ્તક-પ્રકાશનરૂપે સાકાર થઇ છે. આ ગ્રંથના પ્રકાશનથી અમો ગૌરવ અનુભવીએ છીએ અને પૂ. સાધ્વીજી મહારાજ સાહેબનો અતિ ઉપકાર ગણી હંમેશને માટે તેમના ઋણી રહીશું.
આ પવિત્ર ગ્રંથનું મુદ્રણ કરનાર શ્રી હેમંતભાઇ પરીખ તથા શ્રી હસમુખભાઇ પરીખનો ટ્રસ્ટમંડળ ખૂબ ખૂબ આભાર માને છે. પ્રેસ મુદ્રણ દોષ કે ભાષા શુદ્ધિ માટે અમારું ધ્યાન દોરશો તો આપના આભારી થઇશું અને પુનઃમુદ્રણમાં તેને સુધારી લઇશું. જો કે અસલ મળી આવેલ પત્રોની જ ભાષામાં આ પત્રો છપાયેલ છે. એટલે ક્યાંક ભાષા દોષ પણ લાગે તેનું વાચક પ્રત્યે ધ્યાન દોરીએ છીએ.
આ પવિત્ર ગ્રંથના પ્રકાશન માટે દાતાઓએ પોતાની શુભ ભાવનાની સ્મૃતિરૂપે જે કાંઇ દાન આપેલ છે તે બદલ સંસ્થા તેમનો ખુબ ખુબ આભાર માને છે. આ દાનથી પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
આ બીજી આવૃત્તિના પ્રકાશન સમયે નવું સાહિત્ય ઉપલબ્ધ થતાં પ્રથમ આવૃત્તિના બીજા વિભાગના સ્થાને એટલા જ પેજનું નવું લખાણ યથાસ્થાને ગોઠવવામાં આવ્યું છે. જેમાં ઉપકાર સ્મૃતિ, પૂ.શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવ ઉપર લખેલ પત્રો, ૫.ક.દેવ પ્રત્યે લખાયેલ મુમુક્ષભાઈઓના પત્રો, ૫.કૃ.દેવના પરિચયના સાંભળેલ પ્રસંગો, પૂ. શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવનું લખેલ જીવન-વૃત્તાંત (અપૂર્ણ), નવા અપ્રસિદ્ધ અવધાન કાવ્યો, પૂ.શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષભાઈઓ ઉપર લખેલ પત્રો, પૂ.શ્રી અંબાલાલભાઈએ પાંચ સ્તવનના કરેલ અર્થ, મુમુક્ષભાઈઓએ પૂ.શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્રો, ૫.કૃ.દેવના દેહોત્સર્ગ નિમિત્તે મુમુક્ષુઓની વિરહવેદના, પૂ.શ્રી અંબાલાલભાઈએ કરેલ શ્રી આત્મસિદ્ધિજીના છયે પદ સંબંધી કરેલ સંક્ષેપ અર્થ, તેમજ વિશિષ્ટ પ્રબંધ રચના (જેમાં તેમની ભવ્ય ભાવનાના દર્શન થાય છે.) પ.પૂ.દેવકરણજી મ.સા.ની અંતિમ દશાનું ચિત્ર, આ નવું સાહિત્ય સંશોધન કરવામાં પૂ. સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રીજી મ. સાહેબનું અમૂલ્ય યોગદાન મળ્યું છે. જે બદલ લાભ લેનાર મુમુક્ષુ આત્માઓ તેમના અત્યંત ઋણી રહેશે.
મુમુક્ષુઓના આજીવન પથદર્શક પૂ. શ્રી. મોટાભાઈ શ્રી સુબોધક પુસ્તકશાળામાં પૂ. શ્રી મોટાભાઇ (પૂ. શ્રી ભોગીભાઇ) નો અગત્યનો સક્રિય ફાળો હતો. સંસ્થામાં તેઓશ્રી નિષ્ઠાવાન કર્મયોગી કાર્યકર હતા. તેઓએ પોતાને સંઘ-સેવક તરીકે સ્વીકાર્યા હતા અને આ સંસ્થામાં ઘણો સમય સેક્રેટરી પદે રહી શ્રી સમાજની ખૂબજ કાર્યકારી સેવા કરી હતી. તેઓશ્રી ભગવાન પરમકૃપાળુદેવશ્રીનાં માર્ગ પ્રત્યે-વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત ભક્તિ ધરાવતા હતા અને ઘણાંજ મુમુક્ષુઓને પ્રેરણારૂપ માર્ગદર્શક બન્યા હતા.
સંસ્થાના કોઇપણ મુમુક્ષુ ભાઈ યા બહેન વ્યવહારિક રીતે કે આર્થિક રીતે મુંઝવણ ન અનુભવે તેવી અંતરમાં નમ્રભાવ સાથે લાગણી રાખતા હતા અને આવી મુંઝવણ અનુભવતા કોઇને પણ આડકતરી રીતે બીજાને પ્રેરણા કરીને પણ સહાયક થતા હતા.
- તેઓશ્રીએ આ સંસ્થામાં “શ્રી સ્વયં વિદ્યોત્તેજક યુવક મંડળ” સ્થાપી, સભ્યોને માર્ગદર્શન આપી, ધર્મ પ્રત્યે વાળવા પ્રયત્નો કર્યા હતાં, જેનો કેટલાક યુવાન સભ્યોએ સક્રિય લાભ લીધો હતો. તેઓ તેમના ઉપકારને આજે પણ સંભારી ધન્યતા અનુભવે છે.
તેઓશ્રી બહેનોને - મહિલા મંડળના સભ્યોને પણ ખૂબજ માર્ગદર્શકરૂપ હતા અને અવારનવાર મહિલામંડળમાં જઇ, પ્રેરણારૂપ માર્ગદર્શન આપતા હતા અને શ્રી વચનામૃતજી – શ્રી મોક્ષમાળા આદિ પવિત્ર